________________ असंविग्गपक्खिय- असंविग्नपाक्षिक (पं.) (શિથિલાચારી, પાર્થસ્થાદિ સાધુ) असंविभाग - असंविभाग (पुं.) (સંવિભાગનો અભાવ, સમાન ભાગ ન પાડવા તે) કુદરતનો એક નિયમ છે કે માણસ જે પણ કમાય છે કે મેળવે છે. તેમાં જગતમાં રહેલ અન્યજીવોનો પણ ભાગ રહેલો છે. તેણે મેળવેલ લાભમાં બીજા જીવોનું પણ નસીબ શામિલ છે. આથી વ્યક્તિએ ધર્મ, સ્વજનો, ગરીબો, દુખીયાઓ તથા અબોલ પ્રાણીઓને તેનો ભાગ આપીને શેષ બચેલ ભાગ પોતાના માટે રાખવો જોઈએ. જેઓ તે પ્રમાણે સરખા ભાગે વહેંચ્યા વિના સ્વય એક્લા જ બધું ભોગવે છે. તેઓ વિશ્વાસઘાતીની કોટીમાં આવે છે. વિમif() - વિમગિન (.) (આહારાદિ સરખા ભાગે ન વહેંચનાર) જેમ ગૃહસ્થ પોતે બનાવેલ આહારાદિ સાધુને વહોરાવીને પછી પોતે વાપરવાનો નિયમ છે. તેમ સાધુએ પણ ગવેષણા દ્વારા પ્રાપ્ત નિર્દોષ આહાર સમુદાયમાં રહેલ આચાર્ય, ગ્લાનાદિને તેના માટે પૂછવાનો નિયમ છે. તેઓ નિષેધ કરે ત્યારબાદ તે આહારદિ સ્વયં વાપરવાના હકદાર બને છે. તેમ ન કરતાં લાવેલ આહાર એક્લા વાપરવા બેસી જાય તેમને અસંવિભાગી કહેલા છે. દશવૈકાલિકસૂત્રમાં લખેલું છે કે અસંવિભાગી સાધુનો નિશ્ચ મોક્ષ થતો નથી. સંgs -- મહંત (a.). (જેણે આશ્રવના દ્વાર રોક્યા નથી તે, હિંસાદિ સ્થાનોથી અનિવૃત્ત, ઇંદ્રિય અને નોઇંદ્રિયમાં અસંયત) શરીરમાં અતુલબળ હોય, ઉન્મત્તતાદિ દુર્ગુણો હોય અને જેના પર કોઈ લગામ કસવામાં નથી આવી તેવો અશ્વ કુમાર્ગે ગયા વિના રહેતો નથી. તેમ આત્મામાં એકતો અનાદિકાલીન દુર્ગુણો ભરેલા પડ્યા હોય, અશુભનિમિત્તોનું સતત સેવન કરતો હોય તથા ઇંદ્રિયોને હજુ સુધી સંયત નથી કરી તેવો આત્મા ઉન્માર્ગગામી બન્યા વિના રહેતો નથી. असंसइय - असंशयित (त्रि.) (સંદેહરહિત, શંકારહિત) સંસદૃ - સંકૃ8 (2) (1. અન્ય આહારમાં નહિ મળેલ 2. નહિ ખરડાયેલ, નહિ લેપાયેલ) ભિક્ષા બે પ્રકારની છે સંસ્કૃષ્ટ અને અસંસૃષ્ટ, સંસૃષ્ટનો અર્થ છે ખરડાવવું કે મિશ્રિત થવું. એક સચિત્ત આહારથી લેપાયલ ચમચા, વાટકી, ભાજન કે હાથ દ્વારા સાધુને જે ભિક્ષા અપાય તે સંસૃષ્ટભિક્ષા બને છે. તેવો આહાર સાધુ માટે વર્ષ ગણેલ છે. તુિ જે સચિત્ત આહારાદિ અન્ય ચમચા આદિ વડે ખરડાયેલ કે મિશ્રિત નથી તેવા આહારાદિ સાધુને કચ્ય બને છે. સંકુવર - મકૃષ્ટવર (કું.) (અસંતૃષ્ટ ભિક્ષા ગ્રહણ કરનાર, અભિગ્રહવિશેષધારી સાધુ) મસંg - મi (સ્ત્રી) (પિડેષણાનો પ્રથમ પ્રકાર, હાથ અને પાત્ર ન ખરડાય તે રીતે ભિક્ષા લેવી) ગોચરી જનાર સાધુને ભિક્ષા કેવી રીતે ગ્રહણ કરવી તેનું પણ જ્ઞાન હોવું આવશ્યક છે. ભિક્ષા આપનાર દાતા બાળથી લઇને વૃદ્ધાવસ્થા સુધીના અનેક પ્રકારના હોય છે. બાળ કે વૃદ્ધ વ્યક્તિ ગોચરી વહોરાવતા હોય ત્યારે હાથકંપનાદિએ આહાર સાધુના હાથ ઉપર પડે કે પછી પાત્ર ખરડાય તો તેની પાછળ બીજી પણ વિરાધનાની સંભાવના રહેતી હોય છે. આથી તેવા સમયે સાવચેતી વાપરીને હાથ કે પાત્ર ન ખરડાય તે રીતે ભિક્ષા ગ્રહણ કરે. તે રીતે ગ્રહણ કરેલ ભિક્ષાને અસંતુષ્ટા કહેવાય છે. 143 -