________________ અસંહ - અસંહ (3) (1. સંસર્ગરહિત, સંબંધરહિત 2. અપ્રતિબદ્ધ, આસતિરહિત) શાસ્ત્રમાં સાધુએ કેવા પ્રકારની વસતિમાં ઉતરવું જોઈએ તેનું વિશદવર્ણન કરવામાં આવેલ છે. તેમાં જણાવેલા અનેક પ્રકારમાં એક ભેદ આવે છે અસંતભૂમિએ સાધુએ વાસ કરવો જોઇએ. સંસક્ત અર્થાત્ સંબંધ, પરિચય. જ્યાં આગળ સ્ત્રી, નપુંસક તેમજ પશુઓનો સંસર્ગ ન હોય તેવા સ્થાનોમાં સાધુએ રાતવાસો કરવો ઉચિત છે. સ્ત્રી વગેરેનો પરિચય થવાથી ચિત્તમાં રાગ ઉત્પન્ન થાય છે. જે ચારિત્રનો નાશ કરે છે. આથી તેવા સ્થાનો સાધુએ ત્યજવા જોઈએ. સંસય - અસંય () (નિશ્ચિત, સંદેહનો અભાવ) સૌ પ્રથમ તત્ત્વમાં શંકા થવી જ ન જોઇએ. કિંતુ અલ્પબુદ્ધિવશાત સંદેહ થવો સામાન્ય છે. સંદેહ થાય તો ગીતાર્થ ગુરુ પાસે તેનું સમાધાન મેળવીને નિશ્ચિત થઇ જવું જોઇએ. એટલું ખાસ ધ્યાન રાખવું કે શંકા સાથે કદાગ્રહ ભળવો ન જોઈએ. જો શંકા સાથે કદાગ્રહ મળી જાય તો આત્માનિતવની કોટિમાં પ્રવેશી જાય છે. ઇતિહાસ તપાસી જુઓ શંકાવાળા જીવોનું સમાધાન થયેલું છે. પરંતુ જેઓ કદાગ્રહી બની ગયા તેઓ ધર્મ અને સિદ્ધિથી વંચિત રહી ગયા. મહંR -- સંસાર (!) (સંસારનો અભાવ, મોક્ષ) શાસ્ત્રમાં યોગની અનેક પ્રકારની વ્યાખ્યા કરવામાં આવેલી છે. તેમાં એક વ્યાખ્યા આ પ્રમાણે કરેલ છે. “સેળ યોજનયોજ:' અર્થાતુ જે મન, વચન અને કાયાની પ્રવૃત્તિ તમને મોક્ષ સાથે જોડી આપે તે પ્રત્યેક પ્રવૃત્તિ યોગ બને છે. તમે જે વિચારો છો, જે બોલો છો કે કાયા દ્વારા જે આચરણ કરો છો. તે પ્રત્યેક ક્રિયા મોક્ષ અપાવનાર હોવાથી યોગ જ છે. असंसारसमावण्ण - असंसारसमापन (पुं.) (સિદ્ધ, મુક્ત, મોક્ષને પામેલ) મોક્ષને પ્રાપ્ત જીવો માટે સિદ્ધ, મુક્ત, બુદ્ધ જેવા અનેક નામો વપરાય છે. તેમાં એક નામ કૃતકૃત્ય પણ આવે છે. તેનો અર્થ થાય છે જેણે કરવા યોગ્ય સર્વ કાર્યોને સંપન્ન કર્યા છે તે જીવો કૃતકૃત્ય છે. મોક્ષ પ્રાપ્ત કરવા માટે જરૂરી છે અષ્ટકર્મનો નાશ. આત્મવીર્યના બળે સર્વ ઘાતી અને અઘાતી એમ બન્ને પ્રકારના કર્મોનો નાશ કરીને સિદ્ધશિલાને પ્રાપ્ત જીવો કૃતકૃત્ય છે. મસ - વિર (ત્રિ.) (જે કરી ન શકાય તેવું, અશક્ય) જ્ઞાની ભગવંતોએ શાસ્ત્રોમાં નગારા પીટી પીટીને કહ્યું છે કે મળેલ મનુષ્ય ભવ અતિમૂલ્યવાનું છે. તેનો સાચી દિશામાં ઉપયોગ કરવો તે મનુષ્યના પોતાના હાથમાં છે. કેમકે એકવાર મનુષ્યભવ ગુમાવ્યા પછી પુનઃ તેની પ્રાપ્તિ કરવી અશક્ય છે. તેના માટે દશ દૃષ્ટાંતો કહેલા છે. જે દુર્લભ અને અશક્ય જેવા છે. છતાં પણ શાસ્ત્રજ્ઞ પુરુષો કહે છે કે કદાચ તે દશદષ્ટાંતોમાં કહેલ અશક્ય વસ્તુઓ શક્ય બની શકે છે. પરંતુ એકવાર ગુમાવેલો મનુષ્યભવ પાછો મળવો અત્યંત દુર્લભ અને અશક્ય છે. કિચ - સંસ્જત (ઉ.) (સંસ્કાર નહિ પામેલ, સંસ્કારરહિત) આજનો માનવ દરેક બાબતમાં ઇલેક્ટ્રીસિટીનો વપરાશ કરતો થઇ ગયો છે. દાઢી કરવા માટે ઈલેક્ટ્રીક લેઝર, શાકભાજીને રાખવા માટે નીઝ, ટી.વી., ગાડી, વોશિંગમશીન, ઇલેક્ટ્રીકનો ગૅસ, સગડી, ગિઝર. જ્યાં જુઓ ત્યાં ઇલેક્ટ્રીકના સાધનો અને પ્રસાધનો જ જોવા મળશે. પાકશાસ્ત્રમાં કહેલ છે કે જે અન્ન શુદ્ધઅગ્નિ પર સંસ્કાર નથી પામેલું તેવો આહાર શરીર માટે વિષ સમાન છે. તેવો આહાર શરીરમાં બળ નહિ રોગને ઉત્પન્ન કરે છે. જેનું પરિણામ આજે આપણે સહુ પ્રત્યક્ષ જોઇએ છીએ. પૂર્વે મોટી ઉંમરના લોકો જ બિમાર પડતા હતાં. જ્યારે આજે બિમારીને કોઇ ઉંમરનો બાધ રહ્યો નથી. 144