________________ વસ્તુ, પ્રસંગ કે નિમિત્ત જેટલા બિહામણાં નથી હોતાં તેના કરતાં વધુ તેના વિચારો વધુ બિહામણા હોય છે. ભયના વિચારો માણસને વધુ ભયભીત કરી દેતા હોય છે. આથી જો ભયને જીતવો હોય તો સૌ પ્રથમ તમારા મન પર કાબૂ મેળવવો જરૂરી છે. જો મનને કાબૂમાં કરવું હોય તો પરમાત્માએ બતાવેલ માર્ગ પર ચાલવું આવશ્યક છે. જે વીરપુરુષો તે માર્ગે ચાલ્યા છે તેઓએ સર્વ પ્રકારના ભય પર વિજય મેળવ્યો જ છે. તેમને કોઇપણ પ્રકારનો ભય ભયભીત કરી શકતો નથી. असंभाविद - असंभावित (त्रि.) (સંભવને નહિ કરનાર, નહિ થનાર) સંસારનું આ સનાતન સત્ય છે કે જે જન્મ પામે છે તેનું મૃત્યુ અવશ્ય થાય છે. પૂર્વના અનંતકાળમાં અનંતા જીવો ચાલ્યા ગયા હતાં, વર્તમાનમાં કેટલાય જીવો જાય છે અને આવનારા ભવિષ્યમાં પણ જીવો નિશે મૃત્યુ પામીને ચાલ્યા જશે. સંસારમાં રહીને તેને રોકવું અસંભવિત છે. અર્થાત્ નિષ્ફળ છે. એકમાત્ર મોક્ષ જ તેનો ઉપાય છે. જયાં જન્મ પામ્યાં પછી આત્મા ક્યારેય મૃત્યુ પામતો નથી. સંદ - અમદ() (દેવાદિકત ઉપસર્ગમાં સંમોહ ન પામવું, મૂઢતાનો અભાવ) ઔપપાતિકસૂત્રમાં અસંમોહની વ્યાખ્યા કરતાં લખ્યું છે કે “દેવાદિ દ્વારા માયા દ્વારા કરાયેલ ઉપસર્ગમાં, સૂક્ષ્મપદાર્થને અવબોધવામાં તથા રાગદશામાં મૂઢતાનો અભાવ તે અસંમોહ છે. આ ત્રણેય અવસ્થામાંથી કોઈપણ અવસ્થામાં વર્તતા જીવે તત્ત્વવિચારણા દ્વારા સંમોહદશાનો ઘાત કરવો જોઇએ.' મમંત્રણ - સંત્તર્ણ () (જેને બોલી ન શકાય તે, વાણીનો વિષય ન હોય તે) असंलोय - असंलोक (पुं.) (1. અંધકાર 2. પ્રકાશ વગરનું, પ્રકાશના અભાવવાળું) સૂર્યનો પ્રકાશ જેટલો આવશ્યક અને લાભદાયી છે તેટલું જ લાભદાયી અને આવશ્યક અંધકાર પણ છે. સાંસારિક જીવોને દૈનિક કાર્યો કરવા માટે સૂર્યપ્રકાશ સહાયક બને છે. તેમ અંધકાર યૌગિક આરાધના, સાધના તથા ધ્યાન કરવા માટે યોગીઓને સહાયક બને છે. સુભાષિતોમાં પણ કહેલું છે કે આખું જગત જ્યારે ઊંઘે છે ત્યારે યોગીપુરુષો આરાધના, સાધના કરવા જાગતાં હોય છે. મકંવર - સંવર (પુ.). (આશ્રય, પાપોથી ન અટકવું તે) સ્થાનાંગસૂત્રના છઠ્ઠા સ્થાનમાં કહ્યું છે કે “અસંવર અર્થાત્ આશ્રવણ પ્રકારના છે. પાંચ ઇંદ્રિય અને છઠું મન આ છએ ઇંદ્રિય અને નો ઇદ્રિયના સુખ માટે અસદુપ્રવૃત્તિઓમાં પ્રવૃત્ત રહેવું તે અસંવર છે.' ઇંદ્રિયપરાજય શતકમાં કહ્યું છે કે “કાબૂમાં નહિ કરેલ ઇંદ્રિય અને નોઇંદ્રિયરૂપી અશ્વ જીવને બલાત્કારે દુર્ગતિમાં ખેંચીને લઈ જાય છે.” મવત્તિર - સંવત્રિત (ર) (?). (1. નહિ વળેલ 2. નહિ વધેલ) અવિકા - અવિન (ઉ.). (અસંવિગ્ન, શિથિલાચારી, પાર્થસ્થાદિ સાધુ) આચારોમાં જે શિથિલ હોય. ધર્માચરણમાં પ્રમાદ કરતા હોય તેવા સાધુને શાસ્ત્રમાં અસંવિગ્ન કહેલા છે. આ અસંવિગ્ન સાધુ પણ બે પ્રકારે હોય છે. 1. સંવિગ્ન પાક્ષિક અને 2. અસંવિગ્નપાક્ષિક. પ્રથમ પ્રકારના સાધુ સ્વયં તો આચારોનું પાલન નથી કરતાં. કિંતુ જેઓ શુદ્ધાચાર પાલક છે તેમના પ્રશંસક અને પોતાના આચરણના નિંદક હોય છે. તેઓ હંમેશાં સુસાધુની સમાચારીના પ્રરૂપક હોય છે. જ્યારે બીજા પ્રકારના પાર્થસ્થાદિ સાધુઓ શિથિલાચારી હોવા ઉપરાંત જેઓ શુદ્ધાચારના પાલક છે તેમની જુગુપ્સા અને નિંદા કરનારા હોય છે. 142 -