________________ છે. ત્યારબાદ આચાર્યએ સાધુને કહ્યું જાઓ જઇને જોઇ આવો નદી કઈ દિશામાં વહે છે. સાધુએ વિરોધ કર્યા વિના છેક નદી પાસે ગયાં ત્યાંનું દૃશ્ય જોયું અને આવીને કહ્યું. ગુરુદેવ નદી પશ્ચિમમાં વહે છે. अविलंबिय - अविलम्बित (त्रि.) (વિલંબરહિત, શીઘ). સંસ્કૃતમાં એક ઉક્તિ આવે છે. “શુમય 'અર્થાતુ જે કાર્ય શુભ હોય. જેનાથી સ્વહિત, પરહિત કે જગતહિત થતું હોય. તેવા કાર્યોમાં વિલંબ કરવો જોઇએ નહિ. તેવા કાર્યોને તાત્કાલિક અમલમાં મૂકી દેવા જોઈએ. તે સમયે મુહૂર્ત જોવા ન રહેવાય. ત્યારે તો ઉત્સાહ એ જ મુહૂર્ત બની જાય છે. શુભકાર્યમાં વિલંબ એ બાધક છે અને પંડિત પુરુષો તેનો ત્યાગ કરનાર હોય છે. વિના - મી (સ્ત્રી) (ઘેટી, ગાડર) अविलुत्त - अविलुप्त (त्रि.) (વિસ્તાર પામેલું છે રાજય જેનું તે) अविवज्जय - अविपर्यय (पुं.) (1. વિપરીત બુદ્ધીનો અભાવ 2. તત્ત્વના અધ્યવસાયરૂપ સમ્યક્ત) ઉપમિતિભવપ્રપંચ નામક ઉત્તમકોટીના ગ્રંથની રચના કરનાર સિદ્ધર્ષિ ગણિ મહારાજનો એક ઇતિહાસ છે. ગ્રંથ રચના પૂર્વે તેઓ જિનમતનો અભ્યાસ કર્યા બાદ બૌદ્ધમતનો અભ્યાસાર્થે બૌદ્ધગુરુ પાસે ગયા. ત્યાં અભ્યાસ કર્યા બાદ તેમને જિનમત ખોટો લાગ્યો. રજોહરણ આપવા ગુરુ પાસે આવ્યા. ગુરુએ તેમને સાચા તત્ત્વની સમજ આપી. પાછા જિનશાસનમાં સ્થિર થયા. કિંતુ આ પરંપરા યાવત્ એકવીસ વખત ચાલી. આથી ગુરુ ભગવંતે કાયમી ઇલાજ કરવા પાટ પર હરિભદ્રસૂરિ મહારાજ રચિત લલિતવિસ્તરા ગ્રંથ મૂકીને કાર્યા બહાર ગયા. તે સમયે ત્યાં રહેલ સિદ્ધર્ષિ મહારાજે કુતૂહલવશ તે ગ્રંથને વાંચ્યો. ખલાસ ! ત્યારબાદ તેઓ પાછા ગયા જ નહિ. તેમની બુદ્ધિ તત્ત્વમાં સ્થિર થઇ. વિપરીતતાનો નાશ થયો. સ્વરચિત ઉપમિતિ ગ્રંથમાં તેઓએ લલિતવિસ્તરા ગ્રંથ અને તેમના રચયિતા હરિભદ્રસૂરિ મહારાજ પ્રત્યે ઉપકારભાવ પ્રગટ કર્યો છે. વિવેન - વિવે(!). (વિવેકનો અભાવ) મોહનીયકર્મને દારુ જેવું કહેલ છે. જેમ દારુ પીધેલા પુરુષને સદ્ અને અસનો કોઇ જ વિવેક રહેતો નથી. સાચા ખોટાનું તેને ભાન હોતું નથી. તેમ મોહનીયકર્મના ઉદયે જીવ તત્ત્વાતત્ત્વનો વિવેક ચૂકી જાય છે. તે ધર્મને અધર્મ તરીકે અને અધર્મને ધર્મ તરીકે જુએ છે. अविवेगपरिच्चाग - अविवेकपरित्याग (पुं.) (અવિવેકનો ત્યાગ) અંધકારની પ્રકૃષ્ટતાએ જેને દોરડું સમજીને પકડેલ હોય. પ્રકાશ આવતાં ખ્યાલ આવે કે તે દોરડું નહિ પરંતુ સાપ છે. સાચું બોલજો ! સમજદાર માણસ તેને પકડી રાખે ખરા? નહિ ને! બસ ! તેવી જ રીતે અજ્ઞાનવશ અવિવેકી પ્રવૃત્તિ કરતો માણસ જ્ઞાનપ્રાપ્તિ થયા બાદ અવિવેકને કદાપિ સાથે રાખતો નથી. તે અવિવેક નામક સર્પનો સર્વથા ત્યાગ કરે છે. મવિધિ - વિ૦િ (4) (પૂર્વાપર વિરોધરહિત, સંગત, સંબદ્ધ) વિસંવાડું () - વિસંવાનિ () (વિસંવાદરહિત, સત્ય, પ્રમાણભૂત) જિનમત અવિસંવાદી મત છે. પરમાત્માએ કહેલી પ્રત્યેક વાતો કષ, છેદ અને તાપરૂપી પરીક્ષામાંથી પસાર થયેલ છે. શાસ્ત્રોમાં કહેલ પ્રત્યેક મત, દલીલો અને પદાર્થો તર્ક કે કુતર્કથી અકાટ્ય તથા અપરિહાર્ય છે. આથી જ તો પ્રકાંડજ્ઞાની પંડિતમૂર્ધન્ય આદિ 118