________________ શંકરાચાર્યજીને પણ કહેવું પડ્યું કે બીજા ધર્મોને પરાસ્ત કરવાં સહેલા છે. પણ જૈનધર્મની વાતોને પકડવી અને તેમને હરાવવા અતિમુશ્કેલ છે. अविसंवाइय - अविसंवादित (त्रि.) (સભૂત પ્રમાણથી અબાધિત) પોતે રજૂ કરેલો પક્ષ અન્ય દ્વારા પ્રમાણભૂત હેતુથી અથવા પોતાના દ્વારા જ પ્રસ્તુત બીજા પક્ષથી બાધિત થાય. તે મત વિસંવાદી કહેવાય છે. પરંતુ જે પૂર્વાપર તર્કયુક્ત ઉક્તિઓથી અબાધિત અને અન્ય મતોથી અકાટ્ય પક્ષયુક્ત હોય તેવો અવિસંવાદિત મત શિષ્ટપુરુષોને આનંદ ઉપજાવનાર હોય છે. अविसंवाद - अविसंवाद (पुं.) (પૂર્વાપર વિરોધરહિત, પ્રમાણભૂત) સમ્મતિતર્કમાં કહ્યું છે કે “પ્રવૃત્તિના હેતુભૂત અર્થ અને ક્રિયાના સાધક અર્થનું નિરૂપણ તે અવિસંવાદ છે.” અર્થાત્ જે હેતુસર કાર્ય કરવામાં આવે તે હેતુ અને પ્રવૃત્તિની યથાર્થતાને સાધી આપનારું કથન તે અવિસંવાદ છે. વિસંવાયા (UI) નોન - વિવ (ના) વા (ઈ.) (કથનાનુસાર પ્રવૃત્તિ, યથાર્થ વર્તન). ભગવતીસૂત્રમાં અવિસંવાદનયોગની વ્યાખ્યા આ પ્રમાણે કરેલ છે. અન્ય સ્વરૂપે પ્રરૂપવું અને અન્ય રીતે વર્તવું તે રૂપ જે વ્યાપાર અથવા તેના વડે કે તેની સાથે જે સંબંધ તે વિસંવાદ. આવા વિસંવાદનો અભાવ જેમાં હોય તે અવિસંવાદન યોગ છે. અર્થાતુ પ્રમાણભૂત કથન હોય અને તે કથનાનુસાર જ વર્તન હોય તેવો વ્યાપાર અવિસંવાદનયોગ બને છે. વિસર - વિષમ (પુ.) (સમતલ, સપાટ) જીવવિચારાદિ ગ્રંથમાં કહેલું છે કે “અઢીદ્વીપમાં આવેલ પર્વતો, નદીઓ, દ્રહો, સમુદ્રો, ક્ષેત્રો, કૂટો, શિખરો વગેરેનું જે માપ ગણેલ છે. તે મેરુપર્વતની નજીકમાં આવેલ રૂચકવરદ્વીપની અંતર્ગત સમભૂતલા નામક પ્રદેશ છે. આ પ્રદેશ ઉબડખાબડ, ખાડાટેકરાદિ રહિત એકદમ સપાટ અને અવિષમ છે. આથી ચૌદ રાજલોકગત માપ તે સમભૂતલા ભૂમિને આશ્રયીને જાણવું.” વસ - વિષય () (નિર્વિષય જ્ઞાન, જ્ઞાનનો અવિષય) अविसहण - अविसहन (त्रि.) (કોઇનો પણ પરાભવ સહન નહિ કરનાર) આ દુનિયામાં એવા લોકો પણ હોય છે કે જેઓ પોતાની સાથે થયેલ અન્યાયને તો સહન નથી કરતાં એટલું નહિ. બીજા કોઇની પણ જોડે થયેલ અન્યાયને સહન કરી શકતાં નથી. તેમાં કેટલાક આક્રમક શૈલીના હોય છે જેઓ હિંસાના માર્ગે ચાલ્યા જાય છે. જ્યારે એવા વિરલા કોઇક જ હોય છે જેઓ અહિંસાના માર્ગે બીજાને ન્યાય અપાવે છે. જેમ ગાંધીજીએ અહિંસાનો માર્ગ અપનાવીને આ ભારતના લોકોને તેમની સ્વતંત્રતા અપાવી હતી. વસાફ () - વિલિન (ત્રિ.) (વિષાદરહિત, અદીન, ખેદરહિત). ભગવદ્ગીતા અનુસાર મહાભારતના યુદ્ધમાં વિષાદયોગને પ્રાપ્ત કરીને અર્જુને હથિયાર હેઠા મૂકી દીધાં, ત્યારે શ્રીકૃષ્ણ અર્જુનને કહ્યું. હે પાર્થ ! સ્વજનોને જોઇને તારું યુદ્ધને ન લડવું અનુચિત છે. સામે તારા સ્વજનો છે એ વાત સાચી પણ અત્યારે યુદ્ધ સ્વજનો કે પરજનોનું નથી. આ લડાઈ ધર્મ અને અધર્મની છે. ધમધર્મની લડાઇમાં સ્વજનો છે કે પરજનો એ વિચારવું એક કુશળયોદ્ધાને શોભા નથી દેતું. આમ કૃષ્ણએ જ્યારે અર્જુનને સમજાવ્યું ત્યારે અર્જુને ખેદરહિત થઈને પૂરા જુસ્સાથી બાણ ઉપાડી લીધું અને દોરીના ટંકાર દ્વારા દુશ્મન બનેલા સ્વજનોને જણાવી દીધું કે યુદ્ધ માટે તૈયાર થઈ જાઓ. 119