________________ अविराहिय - अविराधित (त्रि.) (1. વિરાધના નહિ કરેલ 2. દેશથી ખંડિત છે વ્રત જેનું તે) છિદ્રવાળી નાવમાં બેસીને સામા કાંઠે જવાની ઇચ્છા રાખવી તે સરાસર મૂખમી ગણાય. તેમ ચારિત્રરૂપી નાવમાં દોષછિદ્રો હોતે છતે મોક્ષની વાંછા કરવી તે રેતમાંથી તેલ નીકાળવાના નિરર્થક પ્રયત્ન જેવું છે. ખંડિતચારિત્ર ક્યારેય પણ અખંડિતસુખ આપી શકતું નથી. જે જે આત્માઓએ અવિરાધિત ચારિત્રની આરાધના કરી છે. તેઓ જ સિદ્ધિસુખને પામી શક્યાં છે. अविराहियसंजम - अविराधितसंयम (पुं.) (અખંડિત ચારિત્રવાનું, દોષરહિત સંયમ) ભગવતીસૂત્રના પ્રથમ શતકના દ્વિતીય ઉદ્દેશામાં લખ્યું છે કે “દીર્ઘકાલીન ચારિત્રપર્યાય દરમ્યાન સંજવલન કષાયના કારણે કે પ્રમત્તગુણસ્થાનકના સામર્થ્યથી અલ્પમાત્રામાં પણ માયાદિ દોષ ઉત્પન્ન થયે છતે શ્રમણ ચારિત્રનો નાશ કરનાર અનાચારનું સેવન નથી કરતો.” અર્થાતુ દોષપ્રસંગે પણ જેના ચારિત્રના પરિણામ ખંડિત નથી થયા તે અવિરાજિતસંયમી છે, अविराहियसामण्ण - अविराधितश्रामण्य (त्रि.) (જેણે અખંડિત સંયમને આરાધ્યો છે તે) afa - વિ7િ () (જનું વિભાજન નથી કરેલ તે) મવિવિથ (ત્રિ.) (અવિભાજિત ધન છે જેનું તે) કલ્પસૂત્રમાં ઉલ્લેખ છે કે ‘વરસીદાન સમયે દેવો પરમાત્મા જે અક્ષયપાત્રમાંથી વરસીદાન આપે છે. તે પાત્રમાં દુનિયામાં જે તે સ્થાને રહેલ ધનને લાવીને તેમાં ખાલી કરતાં હોય છે.' તેનું વિવરણ કરતાં લખે છે કે જેનું ધન જમીનમાં દાટેલું હોય અને પુત્ર વિના જ મરણ પામ્યો હોય. જે ધનનો કોઇ માલિક રહ્યો જ ન હોય. જમીનમાં દાટેલા ધનનું વિભાજન કર્યા પહેલા જ તેનો માલિક અચાનક મૃત્યુ પામ્યો હોય તેવું અવિભાજિત ધન. તેવા વિવિધ પ્રકારના ધનને લાવીને દેવો અક્ષયપાત્રમાં ઠાલવે છે. વરિ - કવીર્ય (3) (વીર્યરહિત, પરાક્રમરહિત) માત્ર શારીરિકબળથી દરેક લડાઈ જીતી જવાથી નથી. લડાઈ જીતવા માટે બળ નહિ કિંતુ પરાક્રમ જોઇએ છે. શરીરમાં બળ ન હોય પણ પરાક્રમ હોય તો ગમે તેવી કઠિન પરિસ્થિતિઓ આસાન બની જાય છે. પણ જો હાડમાં પરાક્રમ નથી તો સામાન્ય તકલીફ પણ પહાડ જેવી થઇ જાય છે. અંગ્રેજોએ ગાંધીજીના શરીરને જોયું પણ તે શરીરની અંદરમાં છૂપાયેલ દેઢ મનોબળના પરાક્રમને ન જોયું. આ ભૂલ તેઓને ખૂબ જ મોંઘી પડી અને જતે દિવસે તેમણે ભારત છોડીને ચાલ્યા જવું પડ્યું. વિરુદ્ધ - વિરુદ્ધ (ઉ.). (1. સંગત, યોગ્ય 2. વિનયવાદી 3. પરસ્પર વિરોધરહિત પ્રામાદિ 4. વડિલોની મર્યાદાનું ઉલ્લંઘન ન કરનાર) જયવીયરાયસૂત્રમાં પરમાત્મા પાસે કુલ તેર પ્રકારની માંગણી કરવામાં આવેલ છે. તેમાં એક માંગણી છે લોકવિરુદ્ધનો ત્યાગ. લોકોત્તર જિનશાસનને લૌકિક કોઇપણ પ્રકારની માન્યતા સ્વીકાર્ય નથી. પરંતુ જે પ્રવૃત્તિ કે વર્તનથી લોકમાં સામૂહિક રીતે કુળની કે જિનશાસનાદિની નિંદા થાય તેવા આચરણનો નિષેધ ફરમાવેલો છે. अविरुद्धवेणइय - अविरुद्धवैनयिक (पुं.) (માતાપિતાદિનો વિના વિરોધ વિનય કરનાર) શાસ્ત્રમાં લૌકિક અને લોકોત્તર વિનયવિષયક સેવક અને સાધુની પરીક્ષા કરનાર રાજા અને આચાર્યનું દૃષ્ટાંત આવે છે. રાજાએ સેવકને કહ્યું કે ગામ બહાર નદી કઈ દિશામાં વહે છે તપાસ કરી લાવો. સેવકને લાગ્યું કે રાજાનું ખસી ગયું લાગે છે. ગામ આખું જાણે છે કે તે પશ્ચિમમાં વહે છે. એટલે રાજાના દેખતાં તે બહાર ગયો અને નદીએ ગયા વિના આવીને કહ્યું તે તો પશ્ચિમમાં વહે