SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ अविगल - अविकल (त्रि.) (સંપૂર્ણ, પરિપૂર્ણ, અખંડ) જ્ઞાનસારના પૂર્ણતાષ્ટકમાં મહોપાધ્યાય યશોવિજયજી મહારાજે કહ્યું છે કે “પુણ્યકર્મના કારણે મળેલ ગાડી, બંગલો, પત્ની, એશોઆરામના સાધનો તે તો માંગીને પહેરેલા આભૂષણ જેવી પૂર્ણતા છે. પુણ્ય ખલાસ થતાં જ બધું પાછું આપી દેવાનું. પણ આત્મગુણોથી પ્રાપ્ત કરેલ મોક્ષરૂપી શાશ્વત પૂર્ણતા તો જાતિવંત રત્નની જગમગતી કાંતિસમાન સદાય સ્થિર રહેનારી છે.' નવાજુન - વિનસુત (7) (ઋદ્ધિથી પરિપૂર્ણ કુળ, સમૃદ્ધિવાળું કુળ) સુભાષિત રત્નાવલીમાં કહ્યું છે કે જે જીવ સંપૂર્ણ શ્રદ્ધા અને દઢતાપૂર્વક ધર્મનું પાલન કરે છે. તે પરભવમાં ઋદ્ધિથી પરિપૂર્ણકુળ, ધર્મ, સંપત્તિ, સંતતિ અને સદ્ગતિની પ્રાપ્તિ કરે છે.” ટ્ટ - વિજ્e (3) (છ8 સુધીનું તપ કરનાર) આ સંસારમાં કર્મોની વિચિત્રતા આશ્ચર્યકારી છે. વિશિષ્ટ કર્મોના ક્ષયોપશમના કારણે ઘણા આત્માઓ છ માસ સુધીની તપશ્ચર્યા કરવી, શ્રમણધર્મનો અંગીકાર કરવો, શ્રાવકના વ્રતોનું પાલન કરવું. આ બધું આસાનીથી થઇ જાય છે. જયારે તેવા પ્રકારના કર્મક્ષયોપશમના આભાવે જીવ એકાસણા જેવું સામાન્ય તપ પણ કરી શકતો નથી. જયારે કેટલાક જીવો એક ઉપવાસ વધીને બે ઉપવાસ જેટલો જ તપ કરી શકે છે. તેનાથી વધુ તેઓ માટે અશક્ય બની જાય છે. આવા છઠ્ઠ સુધીના તપ કરનાર જીવોને શાસ્ત્રમાં અવિકૃષ્ટ કહેલા છે. अविगियवयण - अविकृतवचन (त्रि.) (કટાક્ષાદિ વિકૃતિ વિનાનું વચન) મશ્કરા સ્વભાવના લોકો સ્વમનોરંજન માટે બીજાઓને કટાક્ષો મારીને મશ્કરીઓ કરતાં હોય છે. બીજાની લાગણીઓ સાથે ૨મત કરતાં હોય છે. તેઓ માટે આનંદની વાત હોય છે. પણ સામેવાળાનું હૃદય કેટલું દુભાય છે તેનું જરાપણ ભાન હોતું નથી. આથી જ ઉપદેશમાળા ગ્રંથમાં ધર્મદાસગણિએ કહ્યું છે કે સાધુએ એવા વિકૃતવચનોનો ત્યાગ કરવો જોઇએ. તેમની વાણી અવિકૃત અર્થાતુ અન્યને આનંદ ઉપજાવનારી અને પ્રિય હોવી જોઇએ. વળ - વિતિ (પુ.) (1. અગીતાર્થ, શાસથી અનભિજ્ઞ સાધુ 2. ધર્મરહિત). નૂતન દીક્ષિત, હજી સુધી જેમણે છેદસૂત્રોનો અભ્યાસ નથી કર્યો છે, તથા નિરંતર અપવાદ માર્ગનું સેવન કરનાર પાર્થસ્થાદિ સાધુઓને શાસ્ત્રમાં અગીતાર્થ કે અવિગીત કહેલા છે. આ સાધુઓ શાસ્ત્રોના ઐદંપર્યાર્થ તથા તેના ગૂઢરહસ્યોથી અનભિજ્ઞ હોવાથી, ક્યારે ઉત્સર્ગમાર્ગ સેવવો અને ક્યારે અપવાદમાર્ગ સેવવો તે નિર્ણય કરી શકવાની ક્ષમતારહિત હોય છે. વિદ - Mવિપ્રદ (ઈ.) (1. શરીરરહિત 2. યુદ્ધરહિત 3. સરળ, ઋજુ) સંસારનો કોઇ પણ આત્મા શરીર વિના સંભવી શકતો નથી. વાવભવસંબંધિ શરીરનો ત્યાગ કરીને બીજી ગતિમાં ગમન કરતાં પણ આત્માને તૈજસ અને કાર્મણ શરીર લાગેલા જ હોય છે. એકમાત્ર સિદ્ધ ભગવંતો જ અવિગ્રહ અર્થાત્ શરીરરહિત છે. अविग्गहगइसमावण्ण - अविग्रहगतिसमापन्न (पु.) (1. ઉત્પાતિક્ષેત્રમાં ઉત્પન્ન થયેલ, 2. ઋજુગતિને પામેલ જીવ, સરળ ગતિમાં રહેલ જીવો ચૌદરાજલોકમાં એક સિદ્ધભગવંતોને છોડીને સર્વ જીવો વિગ્રહગતિને પ્રાપ્ત કરતાં હોય છે. કર્મગ્રંથમાં કહેલ છે કે આત્માનો ઉર્ધ્વગતિનો સ્વભાવ હોવાં છતાં કર્મના કારણે તે ઉપર જઈને પુનઃ પાછો નીચે આવે છે. આથી તેની ગતિ વક્ર થઈ જાય છે. 1070
SR No.033107
Book TitleAbhidhan Rajendra Kosh Part 02 Shabdarth Vivechan - Shabdona Shikhar
Original Sutra AuthorN/A
AuthorRajendrasuri, Vaibhavratnavijay
PublisherRaj Rajendra Prakashan Trust
Publication Year
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati & Dictionary
File Size
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy