________________ વિશ્વર - વિશ્નર (ન.) (ગૃહીત વસ્તુને યથાસ્થાને ન મૂકવી તે) અવિકરણ એ શાસ્ત્રીય શબ્દ છે. તેનો અર્થ કંઇક આવો થાય છે. કોઇક સાધુએ જે સ્થાને સંથારો કર્યો હોય, પાત્રાદિ બાંધીને મૂક્યા હોય, પાટ પાટલાદિ રાખ્યા હોય તેને ઉપયોગાથે કે અન્યનિમિત્તે એકવાર ત્યાંથી લીધા પછી પુનઃ ત્યાં સ્થાપન ન કરવું. વિર - વિ@ાર (3) (વિકારરહિત, વિકૃતિ વગરનો). વૈદ્યક શાસ્ત્રમાં કહેવું છે કે જે વસ્તુ જ્યાં સુધી પોતાના સ્વરૂપમાં રહે છે ત્યાં સુધી તે ગુણકારી હોય છે. પણ વિકાર પામીને તે અન્યરૂપે રૂપાંતરિત થતાં તેનામાં દોષ ઉત્પન્ન થતો હોય છે. પછી તે ઔષધ હોય કે આહાર હોય કે આત્માના પરિણામ હોય. વિકારરહિત પદાર્થ અને પરિણામ માણસ માટે એકાંતે ગુણકારી અને હિતકારી હોય છે.” अविकोवियपरमत्थ - अविकोपितपरमार्थ (त्रि.) (નથી જાણ્યો શાસ્ત્રનો પરમાર્થ જેણે તે) પંચવસ્તુક ગ્રંથમાં હરિભદ્રસૂરિ મહારાજે પ્રથમ દ્વારમાં કહ્યું છે કે પોતાના આશ્રિત મુમુક્ષુને જે આચાર્ય સૂત્રવિધિએ શાસ્ત્રનો બોધ તથા પાલન નથી કરાવતાં, તે જીવ શાસ્ત્રના પરમાર્થનો અજાણકાર હોવાથી શાસનનો પ્રત્યેનીક અર્થાત્ શત્રુ બને છે. તેમજ આ ભવ અને પરભવમાં અનાચારનું સેવન કરવાથી જે અનર્થોને પ્રાપ્ત કરે છે. તેમાં આચાર્યની શિષ્ય પ્રત્યેની ઉપેક્ષા કારણભૂત હોય છે.' अविगइय- अविकृतिक (त्रि.) (વિગઇઓનો ત્યાગ કરનાર) ઇંદ્રિયપરાજય શતક ગ્રંથમાં કહ્યું છે કે ‘લગામરહિત બેકાબૂ બનેલા ઘોડા જેમ બલાત્કારે તેના અસવારને ઉન્માર્ગે લઈ જાય છે. તેમ નિયમોથી અપ્રતિબદ્ધ વિગઈઓનું આસેવન જીવને બલાત્કારે દુર્ગતિમાં ખેંચીને લઇ જાય છે. જે આત્મા આવા સ્વભાવવાળી વિગઇઓનો ત્યાગ કરે છે તેનું દુષ્ટકર્મો કાંઇ બગાડી શકતા નથી.” વામિર - વિદિત () (આલોચના નહિ કરેલ) જેમ શરીર પર લાગેલા ઘાને શરમથી છુપાવીને તેનો ઈલાજ ન કરાવનાર યોદ્ધા પોતાનું જ નુકસાન કરે છે. તેમ જે શ્રમણ કે શ્રાવક શરમથી કે માયાથી લાગેલ દોષોની ગુરુસમીપે આલોચના નથી લેતો. તે સ્વયં જ પોતાના માર્ગને કંટકપૂર્ણ બનાવે છે. જેની આલોચના નથી કરેલ તે દોષ સર્વથા નાશ ન પામવાથી ગુપ્ત રહેલ ઘાની જેમ પીડા આપે છે. अविगप्प - अविकल्प (पुं.) (1, નિશ્ચય 2. ભેદરહિત) ફાસ્ટ ફોરવર્ડ લાઇફમાં જીવતા માણસને દરેક વસ્તુમાં વિકલ્પો જોઇતાં હોય છે. ઘરમાં, નોકરીમાં, ધંધામાં, કપડામાં, ખાવાના સાધનોમાં યાવતુ ધર્મ કરવામાં પણ તે જાત જાતના વિકલ્પો શોધતો હોય છે. જયાં સુધી વ્યવહારમાર્ગમાં છે ત્યાં સુધી બધા વિકલ્પો મળે છે. પણ નિશ્ચયમાર્ગમાં પ્રવેશ્યા પછી ત્યાં કોઇ જ વિકલ્પો નથી રહેતા. ત્યાં તો એક નિશ્ચયાત્મક ભેદ જ પ્રવર્તે છે. વાય - વિગત (ઉ.) (ભ્રષ્ટ ન હોય તે, પ્રામાણિક) પિંડનિર્યુક્તિમાં કહેલું છે કે “માત્ર આધાકર્મી વગેરે આહાર જ દુષ્ટ છે એમ નહિ. કિંતુ તેવા આધાકર્મી આદિ આહારના સંસર્ગમાં રહેલ નિર્દોષ આહાર પણ દૂષિત ગણાય છે. આથી સંયમના ખપી આત્માએ તેવા આધાકર્મી આદિ દૂષિત આહારથી ભ્રષ્ટ ન થયેલ આહારને ગ્રહણ કરવો જોઇએ.' 106