________________ વિડHT - પ્રવ્યુ ( છું.) (અત્યાગ) વન - વિથો (.) (વિરહ ન થવો તે, વિયોગરહિત) જેમ લોખંડ જ્યાંસુધી ચુંબકની નજીક હોય ત્યાંસુધી તે પોતાની જાતને તેને ચોંટતાં અટકાવી શકતું નથી. તેમ આ જીવ જ્યાં સુધી સંસાર નામક ચુંબકની નજીક રહેલો છે ત્યાં સુધી પોતાને સંયોગ અને વિયોગથી બચાવી શકતો નથી. પણ જેઓ આ સંસારથી બહાર નીકળીને મોક્ષ નામના સ્થાનમાં ચાલ્યાં ગયાં છે. તેમને સંસારચુંબક અસર કરી શકતું નથી. ત્યાં વિયોગની ફોર્મ્યુલા કામ લાગતી નથી. એકવાર મોક્ષનો સંયોગ થાય પછી અનાદિકાળ સુધી તેનો અવિયોગ હોય છે. મલમણિ - વ્યકિત (f) (અનુપશાન્ત, ઉપશમાવેલ નહિ) રોજિંદા જીવનમાં બનતી ક્રિયાઓ આપણને ઘણું બધું શીખવાડતી હોય છે. જરૂર છે માત્ર નજર કેળવવાની. ગેસ પર ગરમ કરવા મૂકેલું દૂધ જો ઊભરાવવા મંડે તો આપણે તરત જ ઊભા થઇને ગેસ બંધ કરી દઈએ છીએ. કેમકે આપણે જાણીએ છીએ કે જો ગેસની આગને બંધ નહિ કરીએ તો બધું જ દૂધ ઊભરાઇને ઢોળાઇ જશે અને નુકસાન થશે. બસ આવું જ કઈ છે આપણી અંદર બેઠેલા ક્રોધ, માન, માયા, લોભનું પણ. દૂધની જેમ ઊભરાતા તે ક્રોધાદિને ક્ષમાદિ ગુણોથી ઉપશમાવ્યા નથી તો અનુપશાન્ત તે કષાયો આત્માનું બહુ મોટું નુકસાન કરી શકે છે. अविओसियपाहुड - अव्यवसितप्राभृत (त्रि.) (જેણે ક્રોધને ઉપશમાવ્યો નથી તે) ધર્મની આરાધના કરવા માટેના સહયોગી કારણોમાંનું એક કારણ છે ઉપશાંતક્રોધ. જ્યાં સુધી ક્રોધને ક્ષમાદિ ગુણોથી ઉપશમાવ્યો નથી ત્યાંસુધી જીવનમાં ધર્મ પ્રવેશી શકતો નથી. ધર્મ તેના જ ચિત્તમાં વાસ કરે છે જેનું ચિત્ત સમાધિમય અને ક્રોધાદિ તરંગોરહિત હોય છે. अविंदमाण - अविन्दमान (त्रि.) (પ્રાપ્ત નહિ કરતો, નહિ મેળવતો) વિભ્રંશ - વિM (3) (નિષ્કપ, કંપનરહિત, અચલ, નિસ્પંદ) શાસ્ત્રમાં કહેલું છે કે આ ધરતી પર પાપની પ્રચૂરતા અધિકમાત્રામાં છે. છતાં પણ પર્વતો ચલાયમાન નથી થતાં. સમુદ્રો માઝા નથી મૂકતા. ધરતી નિષ્કપ રહે છે. વાવાઝોડાઓ ઉથલપાથલ નથી મચાવતા. તેની પાછળ તમારા ઘરના ખૂણામાં બેસીને કોઈ ધર્મી આત્મા જે આરાધના કરે છે તે સાધના કારણભૂત છે. નાનકડી સાધનામાં પણ વિરાટ શક્તિ છુપાયેલી હોય છે. તે મોટમોટા વિનોને ભૂપીતા કરી દે છે. વિશ્વાસ ન હોય તો એક વાર અજમાવી જુઓ. अविकंपमाण - अविकम्पमान (त्रि.) (ક્રોધથી નહિ કંપતો, ક્રોધથી નહિધ્રુજતો) अविकत्थण - अविकत्थन (पुं.) (વધારે નહિ બોલનાર, હિત અને મિતભાષી) પ્રવચનસારોદ્ધારના ચોસઠમાં દ્વારમાં આચાર્યના ગુણો જણાવેલ છે. તે ગુણોમાં એક ગુણ છે અવિકલ્થન. તેની વ્યાખ્યા કરતાં લખ્યું છે કે આચાર્ય બહુ બોલકા ન હોય એટલું જ નહિ, અલ્પભાષીમાં પણ કોઇ જીવ દ્વારા અપરાધ થયો હોય તો વારંવાર તેનું કથન કરવારૂપ દોષરહિત હોય. તેઓ આલોચના લેનાર આત્માને પુનઃ પુનઃ તેના દોષો જણાવીને સંકોચ પમાડતાં ન હોય. * * - - - 105