________________ જ્યારે ઘાતી અને અઘાતી કર્મોનો ક્ષય કરનાર આત્મા જે સ્થાને, જે અવસ્થામાં રહેલો હોય છે. તે જ અવસ્થાદિમાં સીધીગતિએ મોક્ષસ્થાનમાં ગમન કરે છે. આથી તેઓ અવિગ્રહગતિસમાપન્ન કહેવાય છે. વાઘ - વિઝ (2) (વિપ્નનો અભાવ, નિર્વિઘ્નપણું) શુભ કાર્યોમાં કે પોતે કરવા ધારેલ કાર્યમાં વિઘ્ન આવે એવી ઇચ્છા કોઇ નથી રાખતું. ઇષ્ટકાર્યો વિના વિન્ને શાંતિપૂર્ણ સંપન્ન થાય તે માટે માણસ બધી જ તકેદારીઓ રાખતો હોય છે. સંસાર અને વિશ્ન એ બન્ને એક બીજાના પર્યાય છે. સંસાર વિઘ્ન વિના નથી રહી શકતો, તો વિપ્નને પણ સંસાર વિના નથી ચાલતું. સર્વથા વિપ્નનો અભાવ જોઇતો હોય તો મુક્તિ એ જ અંતિમ ઉપાય છે. વિટ્ટ - વિપુE () (રાગ બેસુરો ન થાય તે રીતે ગાવું, ગાયનનો એક ગુણ) કોયલના અવાજને ગુંજન, ગીત તરીકે નવાજાય છે. જયારે કાગડાના અવાજને ઘોંઘાટ કહેવાય છે. કોયલનો અવાજ મધુર, સુરમ્ય અને કર્ણપ્રિય હોય છે. જ્યારે કાગડાનો અવાજ બેસુરો, અણઘડ અને અપ્રિય થઇ પડે તેવો હોય છે. જે ગીતમાં સૂર અને તાલનો મેળ હોય તે ગીત શ્રોતવ્ય બને છે. બૈજુબાવરો, તાનસેન વગેરે આવા ગીતો ગાવામાં શ્રેષ્ઠકોટિના કવિ હતાં. ભક્તામર સ્તોત્રમાં પણ માનતુંગસૂરિ મહારાજે કહ્યું છે કે હે પ્રભુ ઓલી કોયલ જે મધુર અવાજ કરીને ગાય છે તેમાં આમ્રવૃક્ષ પર લાગેલ મહોર કારણભૂત છે. તેમ હું જે સ્તોત્રની રચના કરું છું તેમાં આપના પ્રત્યેની ભક્તિ એ જ મુખ્ય કારણ છે. મલિવર - વિધિa (3) (1. કેસર વર્ણ 2. રાતો વર્ણ) વિવુંg - વેલ્યુતિ (સ્ત્રી) (સ્મૃતિ, ધારણા) પાંચ જ્ઞાનના પ્રથમ પ્રકારમાં આવતા મતિજ્ઞાનના અવગ્રહ, ઇહા, અપાય અને ધારણા એમ ચાર પ્રકાર છે. તેમાંના ધારણાનો એક પ્રકાર છે. અવિસ્મૃતિ. જે વસ્તુનું સ્પષ્ટ જ્ઞાન થઇ ગયું હોય. તે ભૂલાઇન જાય તે માટે તેને ધારી રાખવું, સ્મરણમાં રાખવું. તેને અવિશ્રુતિ કહેવાય છે. अविच्छिण्ण - अविच्छिन्न (त्रि.) (છેદ નહિ પામેલ, અત્રુટિત). પૂર્વના કાળમાં સો વર્ષે એક યુગ બદલાતો હતો. ભગવાન આદિનાથે જે વ્યવહારમાર્ગ પ્રવર્તાવ્યો હતો. તેના અંશો થોડા વર્ષો પૂર્વે થઈ ગયેલા શેઠ મોતીશાના ઇતિહાસમાં જોવા મળે છે. યુગ ભલે બદલાતો પરંતુ રીતિ-રીવાજો તો તેના તે જ રહેતાં હતાં. કહેવું પડશે કે અંગ્રેજોની સંસ્કૃતિ અપનાવવા જતાં વિકૃતિ પામેલા આજના કાળમાં સવાર પડે છે ને એક નવો યુગ બદલાય છે. વિના - મનાત (ર.) (અજ્ઞાની, મૂર્ખ, અબુધ) પરમાત્મા મહાવીરથી લઇને અત્યારના કાળ સુધીમાં પિસ્તાલીસ આગમ ઉપર વિશિષ્ટ પ્રશાના સ્વામી મહાત્માઓએ કેટલાય ભાષ્ય, નિર્યુક્તિ, ચૂર્ણિ, ટીકા, ટબા અને અનુવાદોની રચના કરી છે. આની પાછળ એક જ માત્ર આશય હતો કે કાળહાનિની સાથે સાથે મનુષ્યોની પ્રજ્ઞાની પણ હાનિ થતી આવી છે. આથી તેવા અબુધ જીવો પરમાત્માના વચનો અને તેમને કહેલ તત્ત્વોને સમજી શકે તે આશયથી લોકભોગ્ય અને સરળ ભાષામાં ગ્રંથોની રચના કરવામાં આવી છે. अविज्जमाणभाव - अविद्यमानभाव (पुं.) (નાસ્તિનો ભાવ, નથી એવું તાત્પર્ય છે જેમાં તે). પદાર્થના અભાવમાં માણસને જે અવિદ્યમાનતાનો બોધ થાય છે. તેને અવિદ્યમાનભાવ પણ કહેવાય છે. આવશ્યક સૂત્રની ચૂર્ણિમાં કહ્યું છે કે અસંપન્ન, નાસ્તિભાવ અને અવિદ્યમાનનો ભાવ આ ત્રણેય એકાWક જ છે. - 108