________________ ‘મતિ રોય મોહનશ્ચિત' અર્થાત્ અને મારું' આ મંત્ર મોહરાજાએ પૂરા જગતને રટાવેલો છે. તેના કારણે આખો સંસાર આંધળો બનેલો છે. જ્યાં જુઓ ત્યાં હુંનું અભિમાન અને મમત્વની મોકાણ છે. આ અંધાપો દૂર કરવા પરમાત્મા દ્વારા ભવ્યજનો માટે પ્રતિ મંત્ર આપવામાં આવ્યો છે તો નથિ' અર્થાત મારા સ્વરૂપે હું એકલો છું અને મારા આત્મા સિવાય મારું કોઈનથી. મંથા () - અશ્વર (6, 2) (અંધકાર, અંધારું, પુદ્ગલ પરિણામ) અંધકારમાં જેમ દેખાતું નથી તેમ અજ્ઞાનને પણ અંધકારની ઉપમા અપાઈ છે તે સાર્થક છે. તેથી જ ગુરૂસ્તુતિમાં અજ્ઞાનતિમિરાંધાનાં... કહેવાયું છે. અર્થાતું, ગુરુભગવંત અજ્ઞાની એવા ભવ્યજનને જ્ઞાનરૂપી શલાકા-સળી વડે જ્ઞાનરૂપી નેત્રોને ઉઘાડી આપે છે. ગુરુ શિષ્યને બ્રહ્મજ્ઞાન કરાવી આપે છે માટે આ સંસારમાં ગુરુતત્ત્વ સર્વોચ્ચ સ્થાને વિરાજમાન છે. સંઘ (થા) સપષ્ણ - ન્યાપક્ષ (પુ.) (કૃષ્ણપક્ષ, અંધારો પખ, વદપક્ષ) જેમ શુક્લપક્ષમાં ચંદ્રની કળા વધે છે અને વદપક્ષમાં ઘટતી જાય છે તેમ જીવનમાં કર્મ સંગે સુખ-દુઃખની ઘટમાળ ચાલતી રહે છે. તેથી સુખમાં લીન અને દુઃખમાં દીન બનવું ન જોઈએ. પરંતુ સમભાવે રહેતાં શીખવું જોઈએ. - મંથન - સંદિપ (કું.) (વૃક્ષ, ઝાડ) પોતે ટાઢ-તડકો વેઠીને પણ બીજાઓને શીતળ છાયા આપવામાં વૃક્ષોની પરોપકારીતા આપણને સુવિદિત છે. વૃક્ષનું એક નામ અંગ પણ છે. અર્થાત પગથી પીનાર, વૃક્ષો પ્રાયઃ કરીને મૂળિયાથી પાણી ગ્રહણ કરે છે. માટે આ નામ સાર્થક છે. અનેક પ્રકારના વૃક્ષોમાં અશોક વૃક્ષ સર્વોત્તમ ગણાય છે. તેથી જ પરમાત્માની દેશના અવસરે દેવો દ્વારા રચાતા સમવસરણની મધ્યમાં અશોક વૃક્ષની નીચે પરમાત્માનું સિંહાસન રહે છે. अंधगवण्हि - अंहिपवह्नि (पुं.) (લાકડાનો અગ્નિ, વૃક્ષાગ્નિ, બાદર તેજસ્કાય) * વઢ(પુ.) (સૂક્ષ્મ તેજસ્કાય, સૂક્ષ્મ અગ્નિ 2. યદુવંશીય એક રાજા) યાદ રાખજો ! આપણે જે વીજળીથી ચાલતા તમામ પ્રકારના સાધનોનો ઉપયોગ કરીએ છીએ તેમાં અસંખ્યાતા બાદર અગ્નિકાયના જીવોનો કચ્ચરઘાણ નીકળે છે. તેથી જ મુનિવરો વીજળીના ઉપકરણોનો ઉપયોગ નથી કરતા. અંધતન - ચિંતન (જ.) (ઘોર અંધારું 2. તે નામનું એક નારક) અત્યંત અંધકારમય વાતાવરણમાં જ રહેવાનું બને તો જરાય ગમે નહીં. ગુંગળામણ થાય અને એવા સ્થાનેથી ભાગવાનું મન થાય. તો વિચાર કરો કે નારકમાં ઉત્પન્ન થયા પછી નારકીના જીવોને હજારો વર્ષ પર્યત અર્થાત્, પૂરી જીંદગી ઘોર અંધકારવાળા નારકસ્થાનમાં જ ગુજારવી પડે છે. તે પણ કમને અને હાયવોય કરતા કરતા. આ સત્ય હકીકતને જાણ્યા પછી તેવા કર્મો ઉપાર્જિત કરવામાં કોને રસ પડે? વિવેકી જનને તો નહીં જ. થતમસ - ચતમ (ન.) (ગાઢ અંધકાર, ઘોર અંધારું, નિબિડ અંધારું) સારું કે નરસું આ બધું સાપેક્ષ હોય છે. હકીકતમાં વસ્તુમાત્ર પોતાના સ્વરૂપે જ હોય છે. અંધકાર સાધારણ રીતે કોઈને નથી ગમતો. રોજીંદા જીવન વ્યવહારોમાં બાધક બને છે. એજ અંધકાર ઊંઘ આવવામાં સહાયક પણ છે. સાધનાની અમુક ભૂમિકાઓમાં ગાઢ અંધકારને અત્યન્ત ઉપકારક માન્યો છે. આપણી અંજનશલાકાની મુખ્ય વિધિ પણ મધ્ય રાત્રિના સમયે જ કરવાની હોય છે. | આગમોમાં અંધકારનું સ્વરૂપ બતાવતા કહ્યું છે કે જે પુદગલો દિવસે પ્રકાશ રૂપે પરિણમે છે તે જ પગલો સૂર્ય કે પ્રદીપના અભાવમાં