________________ ગુણસ્થાનકોને આશ્રયીને જીવના ચૌદ વિકાસ-સોપાન કહેલા છે. ગુણસ્થાનક બદલાતાં આત્માના ગુણોમાં પણ ભેદ માનવામાં આવેલો છે. પરંતુ ઔચિત્યપાલન નામનો એક ગુણ એવો માનવામાં આવ્યો છે જે કોઈ પણ ગુણસ્થાનકે ગૌણ બનતો નથી. તેનું પાલન તો કેવલજ્ઞાની, તીર્થંકરની સમૃદ્ધિ ભોગવનારા પરમાત્માએ પણ વિના અપવાદે કરવાનું હોય છે. નિય - સિત (ત્રિ.) (કાજળ વડે જેલું). કાજળથી આંજેલી આંખો જેમ મનોહર લાગે છે. તેમ જ્ઞાનાંજન પામેલો આત્મા જ્ઞાનીઓને અતિ સુંદર-મનોહર લાગે છે. અંg- ઋગુ(ત્રિ.) (સરળ, અકુટિલ, માયા પ્રપંચ રહિત 2. સ્પષ્ટ, વ્યક્ત 3. સંયમી) જ્ઞાનગુણ જીવને સાચા માર્ગ પર લાવે છે અને ઋજુતાગુણ જીવને તેની મંઝિલ મોક્ષ સુધી લઇ જાય છે. એટલે કે મોક્ષપ્રાપ્તિ માટે આવશ્યક ગુણ છે સરળતા. પરમાત્મા મહાવીરસ્વામીના શાસનના જીવો જડ અને વક્ર માન્યા ખરા પરંતુ, સમજી રાખજો કે સાડી અઢાર હજાર વર્ષ સુધી તેમનું શાસન ઋજુ અને પ્રાશ જીવો જ ચલાવશે. અંગુમ - સટ્ટુ (સ્ત્રી.) (અઢારમા તીર્થંકર શ્રીઅરનાથ ભગવાનના ધર્મસંઘના પ્રથમ સાધ્વી શિષ્યા) અંબૂ - ગઝૂ (ત્રી.) (ધનદેવ સાર્થવાહની પુત્રીનું નામ 2. શક્રેન્દ્રની ચોથી અગમહિષી 3. વિપાકશ્રુતના એક અધ્યયનનું નામ 4. જ્ઞાતાધર્મના એક અધ્યયનનું નામ) મંડ - સઇદ (ર) (જ્ઞાતાધર્મકાંગસૂત્રના મોરના ઈંડાના દાંતવાળા ત્રીજા અધ્યયનનું નામ 2. વિપાકસૂત્રનું અંડ નામક ત્રીજું અધ્યયન 3. ઈંડું, ઈંડાનો કોષ 4. અંડકોષ, વૃષણ 5. પારો 6. કસ્તૂરી 7. શિવ) જેવી રીતે કસ્તુરી મૃગ પોતાની નાભિમાં કસ્તૂરી હોવા છતાંય આખી જીંદગી દોડી દોડીને બહારથી શોધવાનો પ્રયાસ કરે છે, તેમ જીવ પરમાનંદ પોતાના આત્મામાં હોવા છતાંય તેને જડ પદાર્થોમાંથી શોધવાની ચેષ્ટામાં આખું જીવન વિતાવી દે છે. અંડર - મvપુર (જ.) (ઇંડાનું કોચલું, અંડપુટ). મંડળ - માઉર્જા (.) (જનૂની યોનિ વિશેષ, જીવોત્પત્તિનું એક સ્થાન) મંડઃ - ઇડસ્કૃત (ત્રિ.). (ઈંડામાંથી થયેલું, ઇંડાએ કરેલું) કોઈપણ કાર્યસિદ્ધિ હેતુ માનવામાં આવેલા પાંચ સમવાયી કારણો પૈકીના કાળ પરિપાકને પણ એક અંગ ગણવામાં આવ્યું છે. કોઈપણ કાર્યબાકીના ચાર કારણો હોવા છતાં તેનો કાળ પાક્યા વિના નિષ્પન્ન નથી થતું. જેમ ઈંડુ તેના યોગ્ય સમયે પાકીને તેમાંથી બચ્ચે બહાર નીકળે છે તેમ જીવને સમયનો પરિપાક થતાં સમ્યગ્દર્શન-સમ્યજ્ઞાન અને સમ્યગ્વારિત્ર પ્રાપ્ત થાય છે, અને પરંપરાએ મોક્ષની પ્રાપ્તિ થાય છે. મંડપમવ- ગ્રામવ (કિ.) (ઈંડામાંથી ઉત્પન્ન થયેલું, ઇંડું જેની ઉત્પત્તિ છે તે) આ જગતની સર્વપ્રથમ ઉત્પત્તિ ઈંડામાંથી થઈ છે તેવી માન્યતા જૈન ધર્મ સિવાયના ભારતીય ધર્મોમાં પ્રવર્તે છે. પરંતુ જૈન ધર્મ જ એક એવી વાસ્તવિકતાભરી પ્રસ્તુતિ કરે છે કે, આ જગત પ્રવાહ અનાદિકાળથી છે. તેના કોઈ આદિ કે અત્ત નથી. એટલે જ જ્યારે ગણધર ભગવંતોએ કહ્યું કે, હે ભગવાન ! તત્ત્વ શું છે? ત્યારે પ્રભુએ કહ્યું “ઉપમેઈ વા વિગમેઈ વા ધુવેઈ વા” અર્થાતુ જગતવર્તી પ્રત્યેક પદાર્થ પર્યાયરૂપે કિંચિત ઉત્પન્ન થાય છે. પર્યાયરૂપે કિંચિત નાશ પામે છે અને છતાં પોતાના સ્વરૂપે કાયમ રહે છે. 56