SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ આ તત્ત્વવ્યાખ્યા બિલકુલ યથાર્થ લાગ્યા વિના રહેતી નથી. મંડળ - મન (ઈ.) (ઇંડામાંથી પેદા થતાં પ્રાણી-જંતુ વગેરે, અંડજ, ત્રસજીવોનો એક ભેદ, મત્સ્યનો ભેદ, જીવોત્પત્તિની એક યોનિ 2. રેશમી વસ્ત્ર 3. રેશમનો તાંતણો 4. શણનું વસ્ત્ર) જીવવિચાર ગ્રંથમાં જીવોના કલ પ૬૩ ભેદ માનવામાં આવ્યા છે. તેમાં પંચેંદ્રિય તિર્યંચના ભેદમાં ઈંડામાંથી ઉત્પન્ન થાય તે અંડજ એવો એક ભેદ માનવામાં આવ્યો છે. મંડH - મસૂક્ષ્મ (ન.) (સૂક્ષ્મ ઈંડું, કીડી વગેરેના સૂક્ષ્મ ઈંડા) ઠાણાંગસૂત્રમાં કુલ પાંચ પ્રકારના સૂક્ષ્મ ઈંડાનું કથન મળે છે. 1. મધમાખી આદિના 2. કરોળિયાના 3. કીડીના 4, ગરોળી વગેરેના તથા 5. કાચિંડાના. આ જીવોના ઈંડા ખૂબ નાના હોય છે અને વિશેષમાં સાધુઓએ વસાદિ પ્રતિલેખનમાં આ જીવોની વિરાધના ન થાય તેનું ખાસ ધ્યાન રાખવાનું કહેવામાં આવ્યું છે. મંડુ - મv૩૩)(.). (લોહમય કે કાખમય હાથ-પગના બંધન વિશેષ, હાથ પગની બેડી, હાથકડી) પિંજરે પુરાયેલા પક્ષીને અને બંધનથી બંધાયેલી વ્યક્તિને તેમાંથી છૂટવાની જેવી તાલાવેલી હોય છે, તેવી જ તાલાવેલી મોક્ષ મેળવવા માટે આપણને જાગશે ત્યારે આપણા સંસારનો છેડો બહુ દૂર નહીં હોય. અંત - મન (પુ.) (નાશ, અવસાન 2. હદ, પર્યત 3. નિર્ણય 4. નિકટ 5. વિનાશ, ભંગ 6. સ્વરૂપ 7. સ્વભાવ 8. રોગ 9. રાગ-દ્વેષ 10. જીર્ણ) જ્યારે વ્યક્તિને કોઈ અઘરા કાર્યનો કે વિવાદનો અંત દેખાય છે ત્યારે તેને ખુશી થાય છે. તેમ મુમુક્ષુ જ્યારે આરાધનામાં ચઢતા પરિણામે પોતાના આત્મસામ્રાજ્યને પામવા રૂપ ભવનો અંત દેખે છે ત્યારે તે અનુપમ આત્મિક આનંદને અનુભવે છે. *મન્ય (4) (દશ વડે ગુણવાથી આવતી એક જલધિસંખ્યાનો ભેદવિશેષ) ત્ર () (આંતરડું, ઉદરવર્તી અવયવ વિશેષ 2. ભગવાન મહાવીરે જોયેલું ચોથું સ્વપ્ર) આપણા શરીરમાં બે આંતરડાઓ હોય છે. એક મોટું અને બીજું નાનું. પ્રત્યેકનું પ્રમાણ પાંચ-પાંચ આયામ પ્રમાણનું છે તેવું જિનેશ્વર ભાષિત શાસ્ત્રોમાં વર્ણવ્યું છે. તેમાં મોટા આંતરડા દ્વારા ખાધેલા અન્નના મળનું પરિણમન થાય છે અને નાના આંતરડાથી મૂત્રનું પરિણમન થાય છે. ૪માન (જ.). (અન્તમાં થનારું 2. ખાતાં ખાતાં વધેલું 3, વાલ, ચણા વગેરે) જે વસ્તુનો પ્રારંભ છે તેનો અંત પણ નક્કી જ છે. જગતમાં પ્રાયઃ કોઇ પદાર્થ શાશ્વત નથી. જેમ સુખ શાશ્વત નથી તેમ દુ:ખ પણ કાયમ નથી. માટે સુખ દેખી છકી ન જવું અને દુઃખ દેખીને ડગી ન જવું જોઇએ. પરમાત્માએ પણ શાસન સ્થાપના કરતાં ગણધરોને આપેલી ‘ામે વા વાડ઼ વા ધુ વા’ આ ત્રિપદીથી આખા જગતના સર્વ પદાર્થોનો બોધ કરાવ્યો હતો. સંત () - માર્ (કાવ્ય.) (અંદર ૨.મળે, વચ્ચે) જેનું ચિત્ત તત્ત્વમાં રમતું હોય છે તેને બાહ્ય પરિબળો અસર કરી શકતાં નથી. આત્મરમણના સાગરમાં હિલોળા લેતાં તેના ચિત્તને સુખ કે દુઃખ બન્ને મિત્ર સમાન હોય છે. તેથી જ બાહ્ય ધર્મ જે અંતરંગ અથત અત્યંતર ધર્મનો પોષક બનતો હોય તો બાહ્ય ધર્મ સાર્થક
SR No.033106
Book TitleAbhidhan Rajendra Kosh Part 01 Shabdarth Vivechan - Shabdona Shikhar
Original Sutra AuthorN/A
AuthorRajendrasuri, Vaibhavratnavijay
PublisherRaj Rajendra Prakashan Trust
Publication Year2011
Total Pages700
LanguageGujarati
ClassificationBook_Gujarati & Dictionary
File Size
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy