________________ છે. તે પછી પ્રભુપ્રતિમા પુજનને યોગ્ય બનતી હોય છે. શક્તિ-સંપન્ન ગુહસ્થ જીવનમાં અંજનશલાકાનો લહાવો એકવાર અવશ્ય લેવા જેવો હોય છે. અંગorસિદ્ધ - માનસિદ્ધિ (!) (અંજનપ્રયોગમાં સિદ્ધ, આંખમાં અંજન કરી અદશ્ય થવાની સિદ્ધિવાળો) પૂર્વના સમયમાં કાર્યોને સિદ્ધ કરવા માટે તંત્રાદિના પ્રયોગ કરવામાં આવતા હતાં. તેમાંનો એક અંજન પ્રયોગ પણ છે. સિદ્ધ અંજનચૂર્ણને આંખમાં આંજીને વ્યક્તિ ગમે તેવી ભરચક ભીડમાં પણ અદૃશ્ય રહી શકે છે. શાસનની પ્રભાવના અને રક્ષા માટે કારણવશાતુ આવા પ્રયોગોને પણ માન્યતા આપવામાં આવેલી છે. આ અંજન પ્રયોગમાં માહિર પુરુષને અંજનસિદ્ધ કહેવામાં આવે છે. નિશીથ ચૂર્ણિમાં વર્ણન આવે છે કે - દ્વાદશાંગીયર સુસ્થિતસૂરિના શ્રીમુખેથી યોનિપ્રાભૂતગત અંજન દ્વારા અદેશ્યીકરણની વાત સાંભળીને તેમના બે ક્ષુલ્લક શિષ્યોએ અદૃશ્ય થઈ ચંદ્રગુપ્ત રાજાનો આહાર ગ્રહણ કર્યો હતો. અંક - મન (.). (ત્રીજી નરકભૂમિનું નામ 2. હનુમાનની માતા 3. જંબૂવૃક્ષના નૈઋત્ય ખૂણામાં રહેલી એક વાવડીનું નામ) લોકમાં ધનવાન કે રૂપવાન આદિ નથી પૂજાતા પરંતુ, જેઓ શીલ-સદાચારાદિ ગુણોને ધારણ કરે છે તેઓ જ પ્રશંસનીય બને છે. જેવી રીતે વીર હનુમાનની માતા સતી અંજના ! બાવીસ-બાવીસ વર્ષ સુધી પતિ વિરહ સહન કરવા છતાં પણ પોતાના શીલનો ત્યાગ ન કર્યો. આવી શીલરત્ના સ્ત્રીની કુખે હનુમાન જેવો પુત્ર જન્મ લે તેમાં શી નવાઈ ? મંથિી - અનિલ (.) (કાજળની ડબ્બી) પહેલાના કાળમાં ઘરે કાજળ કે શાહી બનાવવા માટેના વિવિધ સાધનોમાં ભૂંગળી પ્રકારની નળીનો ઉપયોગ થતો હતો. જેના આધારે બનેલી કાજળ અને શાહીનું લોકમાં ખૂબ જ પ્રચલન હતું. શાહીને રાખવા માટે વિવિધ પ્રકારની સુંદર ડબ્બીઓ રાખતા હતા. એવી શાહીથી લખેલા જાણે આજે જ લખેલા હોય તેમ 1000 વર્ષથી પણ પ્રાચીન આગમ ગ્રંથો આપણા જૈન ભંડારોમાં સચવાયેલા છે. અહો ! આપણા પૂર્વજોની કેવી ઋતભક્તિ હતી. મંત (ની) (સ્ત્રી, પુ.)- અતિ (પુ.) (લલાટે જોડેલા બે હાથ, ખોબો, કરસંપુટ 2. નમસ્કારરૂપ વિનયનો ભેદ) બે હાથ જોડીને કરાતું નમન વિનયગુણનું દ્યોતક છે. સર્વ ગુણોમાં વિનયગુણ પ્રધાન કહેવાય છે. વિદ્યા પણ વિનયથી શોભે છે. પૂજય પુરુષો પ્રત્યે કરાતો વિનય યાવતુ મોક્ષલક્ષ્મી અપાવવામાં સમર્થ છે. અને તે જ પૂજયોની કરવામાં આવતી અવહેલના મોટા વિદ્ગોને નોતરે છે. એટલે જ તો કહેવતોમાં પણ કહેવાયું છે કે “નમે તે સૌને ગમે”. अंजलिपग्गह - अञ्जलिप्रग्रह (पु.) (બે હાથ જોડી નમન કરવું તે, બે હાથ જોડવારૂપ વિનયનો ભેદ 2. સંભોગનું આસન વિશેષ) શરીર દ્વારા કરવામાં આવતી વિવિધ મુદ્રાઓનું ભાવો સાથે સીધું કનેકશન રહેલું છે તે વાતને તમે માર્ક કરી જો જો. જયારે તમે હાથની મુઠ્ઠી વાળો છો ત્યારે તમારા મનમાં ગુસ્સો કે ક્રોધના ભાવો આવે છે. જ્યારે તમે બે હાથે તાળી પાડો છો ત્યારે તમારું મન હર્ષને અનુભવતું હોય છે અને જ્યારે તમે બે હાથ જોડીને નમન કરતા હોવ છો ત્યારે તમારા ચિત્તમાં વિનયનો ભાવ પ્રગટ થાય છે. ૩મંત્નિવંથ - મન્નત્રિવન્ય (કું.) (બે હાથ જોડી મસ્તકે લગાવવું તે, અંજલિબદ્ધ નમસ્કાર) રાષ્ટ્રધ્વજને ઊભા થઈને વંદન ન કરવું તે દેશનું અપમાન કર્યા બરાબર ગણાય છે. તેમ શાસ્ત્રમાં કહેવાયું છે કે રસ્તામાં આવતા જિનાલયને ન વાંદવું તે જિનેશ્વરભગવંતોનું અપમાન છે. માટે રસ્તામાં આવતા દેરાસરની અંદર ના જઇ શકો તો કાંઈ નહીં, પરંતુ બહારથી જ બે હાથ જોડી મસ્તકે લગાવીને “નમો જિણાણું' એટલું કહીને જિનવંદન તો કરી જ શકો છો. મંગ () - મ (2) (વેગ 2. બળ 3. ઔચિત્ય 4. પ્રગુણ 5. ન્યાય)