________________ દુઃખનો ક્ષય અને સુખનો વાંછુક હોય તેણે અભ્યદયના હેતુભૂત ત્રણ પ્રકારની પૂજા કરવી જોઇએ. अब्भुदयावुच्छित्ति - अभ्युदयाव्युच्छित्ति (स्त्री.) (કલ્યાણની અવિચ્છિન્નતા, અભ્યદયના વિચ્છેદનો અભાવ) ધર્મપ્રવૃત્તિ અવિચ્છિન્ન કલ્યાણ પરંપરાની દાતા છે. તેનું આચરણ જીવને આ ભવ, પરભવ યાવતું મોક્ષ સુધી સુખને આપનાર છે. એથી જ તો દુહામાં કહેવાયું છે કે “ધર્મ કરતાં ધન વધે, ધન વધતા મન વધ જાય, મન વધતાં મહિમા વધે, વધત વધત વધ જાય' અલ્મય - અદ્ભત (ત્રિ.) (આશ્ચર્ય, વિસ્મય 2, વિસ્મયકારક 3. સાહિત્ય પ્રસિદ્ધ સોમાંનો એક રસ). શ્રુત, શિલ્પ, તપ, ત્યાગ, પરાક્રમાદિ વસ્તુઓને જોઈને કે સાંભળીને ચિત્તમાં જે આનંદની ચમત્કૃતિ થાય તે અદ્દભુત નામનો રસ છે. અદ્દભુતરસની વ્યાખ્યા કરતાં અનુયોગદ્વારસૂત્રમાં લખ્યું છે, કે જે અભૂતપૂર્વ વસ્તુ કે પ્રસંગને અનુભવવાથી ચિત્તમાં હર્ષ કે શોકની અનુભૂતિ થાય તે અભુત રસ છે. મમુવમ - અબ્દુપરામ (.) "(સ્વીકાર, અંગીકાર કરવું તે). આપણને વિકટ સંજોગો, દુ:ખદ પરિસ્થિતિઓ તકલીફ એટલા માટે પહોંચાડે છે કે આપણે માનસિક રીતે તેનો સ્વીકાર નથી કર્યો હોતો. આપણે તેને કાયમ હેયરૂપે જોઈએ છીએ, માટે થોડુંક પણ દુઃખ આવ્યું એટલે પીડા થાય છે. જયારે ખુલ્લા પગે ચાલનાર, કેશોનું લુચન કરનાર, આજીવન પૈસા વિના જીવનાર અને ઘરે ઘરે ભિક્ષા વહોરીને જીવનનિર્વાહ કરનાર શ્રમણ ભગવંતને ઉપસર્ગો કે પરિષદો દુઃખી કરી શકતા નથી, કેમ કે તેઓએ સ્વેચ્છાએ તેનો સ્વીકાર કર્યો હોય છે. अब्भुवगमसिद्धंत - अभ्युपगमसिद्धान्त (पुं.) (તર્કશાસ્ત્ર પ્રસિદ્ધ સિદ્ધાન્તનો એક ભેદ). બૃહત્સલ્ય ભાષ્યમાં અભ્યપગમસિદ્ધાંતની વ્યાખ્યા કરતાં લખ્યું છે કે, સ્વેચ્છાપૂર્વક સ્વીકાર કરીને જે વાદ કરાય તે અભ્યપગમ સિદ્ધાન્ત છે. જેમ કે અગ્નિ શીત છે, હસ્તિસમૂહ નૃણાગે છે, ગધેડાને માથે શિંગડા છે તે. જયારે સૂત્રકૃતાંગસૂત્રમાં કહ્યું છે કે જે અપરીક્ષિત પદાર્થ છે તેનું વિશેષ પરીક્ષણ તે અભ્યપગમસિદ્ધાન્ત છે. જેમ કે શબ્દ શું છે? જો દ્રવ્ય છે તો પછી તે નિત્ય છે કે અનિત્ય ? એવો વિચાર અભ્યપગમસિદ્ધાન્ત બને છે. મુવયાય - મયુતિ (ત્રિ.) (શ્રતસંપદાને પામેલું 2. સંપ્રાપ્ત, ઉદયપ્રાપ્ત, સ્વીકારેલું, અંગીકૃત કરેલ 3. સમીપે ગયેલ). ધન-સંપત્તિવાળો જેમ પુણ્યશાળી છે તેમ શ્રતરૂપી સંપદાને વરેલા મહાત્મા પણ ભાગ્યશાળી છે. ધનની પ્રાપ્તિ થવી તે પુણ્યની વાત છે. પરંતુ ધનનો અહંકાર થવો તે ડૂબાડનારી વાત છે. તેવી રીતે શ્રુતસંપદાને પામવું એ ઘણા મોટા પુણ્યની વાત છે કિંતુ જ્ઞાનનો અહંકાર પણ ભવપરંપરા વધારનારો થાય છે. ભોવનયાં - માગ્યુપામી (શ્રી.) (સ્વેચ્છાએ સ્વીકારેલું કેશલુંચન, ભૂમિશયનાદિ ચારિત્રના પાલનમાં થતી વેદના). જેનાથી શરીરને પીડા થાય તેવી કેશલુંચન, બ્રહ્મચર્યપાલન, ખુલ્લા પગે વિહાર, ઉપસર્ગ, પરિષહાદિની વેદનાને આભ્યપગમિકી કહેવામાં આવે છે. આ વેદનાથી શરીરને કષ્ટ તો જરૂર થાય છે પરંતુ કર્મોના હ્રાસથી આત્મા પુષ્ટ થાય છે. અમજા - અમર (ત્રિ.). (અખંડ, સર્વથા અવિનાશિત 2. વિપાકસૂત્રના પ્રથમ શ્રુતસ્કંધના ત્રીજા અધ્યયનનું નામ) ઉપશમશ્રેણી પર આરૂઢ જીવાત્માના ભાવો અને ક્ષપકશ્રેણી પર આરૂઢ ભવ્યાત્માના ભાવો એક સમાન જ હોય છે. બન્નેના અધ્યવસાયો અત્યંત વિશુદ્ધ અને કર્મોની નિર્જરા કરનારા હોય છે. કિંતુ ઉપશમશ્રેણીવાળાના ભાવો અગિયારમા ગુણસ્થાનકે - પહોંચતા સુધીમાં તો ચલિત થઈ જાય છે. જયારે ક્ષપકશ્રેણીવાળાના ભાવો અખંડપણે રહે છે. યાવતુ કેવલજ્ઞાનની પ્રાપ્તિ સુધી વિશુદ્ધતમ થઈ જતા હોય છે. તે