________________ अभग्गसेण - अभग्नसेन (पु.) (વિપાકસૂત્રમાં કહેલો વિજય નામક ચોરસેનાપતિનો પુત્ર) અગ્નિસેન વિજય નામના ચોરના સેનાપતિનો પુત્ર હતો. તે પોતાના પાંચસો સાથીદારોની સાથે પુરિમતાલ નગરીના ઈશાન ખુણામાં આવેલી સાલટવી નામક ચોરપલ્લીમાં રહેતો હતો. તે ઘણો જ હોશિયાર હતો. પુરમતાલના રાજા મહાબલે તેને પકડવા પોતાનું સૈન્ય મોકલ્યું તો પણ તે હાથ ન આવ્યો. આથી તેને પકડવા માટે આખરે મહોત્સવ પ્રસંગે સત્કાર સાથે બોલાવી તેને દગો કરી ફાંસી આપવામાં આવી. તે અગ્નિસેન આર્તધ્યાનમાં મૃત્યુ પામીને પહેલી નરકમાં ઉત્પન્ન થયો. વિપાકસૂત્રના ત્રીજા અધ્યયનમાં તેનું વિસ્તૃત વર્ણન કરવામાં આવેલું છે. 488