SearchBrowseAboutContactDonate
Page Preview
Page 527
Loading...
Download File
Download File
Page Text
________________ ઉદ્યત થવું તે). ઓઘનિર્યુક્તિ આદિ શાસ્ત્રોમાં શ્રમણ અને શ્રમણીએ જેનું પ્રતિદિન પાલન કરવાનું છે એવી દશવિધ ચક્રવાલ સામાચારીનું નિરૂપણ. કરવામાં આવેલું છે. આ દેશવિધ સામાચારીમાં નવમી સામાચારીનું નામ છે અભ્યત્થાન સામાચારી. જયારે કોઈ વડીલ સાધુ કે ગુરુ ભગવંત નજીક આવે તે સમયે આસન પર બેસી ન રહેતા વિનય અર્થે તરત જ ઊભા થઈને તેમને સન્માન આપવું તે અભ્યત્યાન સામાચારી કહેવાય છે. મણિ - મયુત્થાતુન (વ્ય.) (સન્માન આપવા માટે, ગુરુ આદિની સેવા માટે તૈયાર રહેવા હેતુ) અમુકિય - મ્યુલ્લિત (ત્રિ.) (ઉદ્યત થયેલું, તૈયાર થયેલું, સજજ થયેલું 2. સન્માન આપવા માટે ઊભો થયેલ) શીલ અને સદાચારાથી જીવન એવું જીવેલું હોય કે અંતકાળે કોઈ ફરિયાદ અપેક્ષા કે દુઃખ રહી ન જાય. પરભવ સંબંધી બધા જ કાર્યો આટોપી લીધા હોય અને બસ મૃત્યુ ક્યારે લેવા આવે છે તેની રાહ જોઈને જ તૈયાર રહેલા હોઇએ. જેનું મૃત્યુ આવે કે તરત જ હસતા મોઢે કહીએ કે દોસ્ત આવી ગયો. હું તો ક્યારનોય તારી રાહ જોઈને બેઠેલો છું. અદાણા - અમ્યુOાહૂ (ત્રિ.) (ગુર્નાદિની સન્મુખ જનાર) અમરત્ર - અમ્યુWાતવ્ય (ત્રિ.) (સન્મુખ જઇને સત્કાર કરવા યોગ્ય) ઘરમાં લગ્ન પ્રસંગ કે નાનો મોટો શુભપ્રસંગ હોય તો આપણએ કેવા જલસા કરતાં હોઇએ છીએ. તો પછી સંઘમાં પધારનાર ગુરુદેવો માટે અલગ વિચારસરણી શા માટે? ભવોદધિથી ઉગારનાર ગુરુદેવ સુતરાં સંસ્કાર અને સન્માનને યોગ્ય હોય છે. તેમનું સામૈયું કરવું તે કંઈ સંપત્તિના તાયફા નથી, પરંતુ દિલમાં વસેલી તેમના પ્રત્યેની ભક્તિનું પ્રતીક છે. મમુvય - અણુવ્રત (ત્રિ.) (ઉન્નત, ઊંચું, બહાર નીકળી આવેલું, અત્યન્ત ઉત્કટ) , ભુર - ત્રા (થા.) (નાન કરવું) સ્નાન બે પ્રકારના છે 1. બાહ્ય અને 2. અત્યંતર. જે સ્નાન માત્ર શરીરના અંગોપાગંની શુદ્ધિ કરે તે બાહ્ય સ્નાન છે. તથા જે આત્મા, મન અને જીવનની શુદ્ધિ કરે તે અત્યંતર સ્નાન છે. બાહ્ય સ્નાન ક્ષણિક આનંદ આપે છે જ્યારે અત્યંતર સ્નાન શાશ્વત શુદ્ધિને પ્રાપ્ત કરાવે છે. અથત લાગેલ દોષોની શુદ્ધિરૂપ પ્રાયશ્ચિત્ત અત્યંતરસ્તાન છે. તેનાથી આત્મશુદ્ધિ થાય છે. અમુક - યુથ (કું.) (ઉદય, ચડતી, રાજલક્ષ્મી આદિની પ્રાપ્તિ) જેવી રીતે રાજલક્ષ્મી, ધનલક્ષ્મી અને સ્ત્રીલક્ષ્મી આદિની પ્રાપ્તિ તે અભ્યદય છે. તેવી રીતે દેવલોકના નિરુપમ સુખો તથા અવ્યાબાધ મોક્ષના સુખોની પ્રાપ્તિ થવી તે પણ અભ્યદય છે. આથી સ્વર્ગ અને અપવર્ગને અપાવનારા રત્નત્રયાદિ સાધનોને પણ અભ્યદય જ જાણવા. अब्भुदयफल - अभ्युदयफल (त्रि.) (અભ્યદયરૂપી ફળ છે જેમાં તે, ઉદયફળને અપાવનાર) अब्भुदयहेउ - अभ्युदयहेतु (पु.) (અભ્યદયનું કારણ, ઉદયને પ્રાપ્ત કરાવનાર હેતુ) ચૈત્યવંદન ભાષ્યમાં દેવેંદ્રસૂરિ મહારાજે અંગપૂજા અગ્રપૂજા તથા ભાવપૂજાનું સ્વરૂપ જણાવ્યા બાદ તેનું મહાભ્ય વર્ણવતા કહ્યું છે કે, જિનેશ્વર પરમાત્માની પૂજા શ્રેષ્ઠ કલ્યાણના હેતુભૂત છે. તે સર્વવાંછિતોને આપનાર અને વિક્નોનો વિનાશ કરનાર છે. માટે જે 486
SR No.033106
Book TitleAbhidhan Rajendra Kosh Part 01 Shabdarth Vivechan - Shabdona Shikhar
Original Sutra AuthorN/A
AuthorRajendrasuri, Vaibhavratnavijay
PublisherRaj Rajendra Prakashan Trust
Publication Year2011
Total Pages700
LanguageGujarati
ClassificationBook_Gujarati & Dictionary
File Size
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy