SearchBrowseAboutContactDonate
Page Preview
Page 526
Loading...
Download File
Download File
Page Text
________________ अब्भुक्खणीया - अभ्युक्षणीया (स्त्री.) (પવનથી પ્રેરિત થઈ પડતા જળના ફોરા-બિંદુઓ, સીકર) મુરામ - અય્યર (પુ.) (ઉદય થવો તે, ચડતી, ઊગવું તે). આ દુનિયા ચડતાની પૂજક અને પડતાને પાટુ મારનારી છે. જે સૂર્ય આખા જગતને પ્રકાશ આપે છે તેવા સૂર્ય માટે પણ ભેદભાવ રાખનારી છે. ઉદય પામતા સૂર્યની સહુ પૂજા કરે છે પરંતુ અસ્તાચળ ભણી જઈ રહેલા સૂરજને કોઈ જોતું પણ નથી. જેનો ઉત્કર્ષ થઈ રહ્યો હોય તે ગુણવાન ન હોવા છતાં પણ તેની પાછળ લટ્ટ બની જાય છે પરંતુ દુઃખમાં રહેલા ગુણીજનને કોઈ પૂછતું પણ નથી. માટે જ જ્ઞાનીઓ કહે છે કે ભવસાગર તરવા માટે સ્વાર્થથી ભરેલી આ દુનિયાને ઓળખવી જરૂરી છે. ૩મુ - કાચુદ્રત (fસ.) (ઊગતા અંકુરની જેમ અગ્રભાગ કંઇક ઉન્નત થયેલું, ચારે બાજુથી બહાર ફેલાયેલું 2. ઊગી નીકળેલું 3. ઊંચું કરેલ-ઉપાડેલું 4. જોનારને રમણીય લાગે તેમ રહેલું) ભગવતીસૂત્રના નવમા શતકના તેંત્રીસમાં ઉદ્દેશામાં પરમાત્માની કલાત્મક શિબિકાનું વર્ણન કરતાં લખ્યું છે કે, અંકુરાની જેમ અગ્રભાગે કંઈ ઉન્નત થઈને ચારે બાજુ ફેલાયેલા અને ઊંચા સુકતવજવેદિકામાંથી બનેલા શ્રેષ્ઠ તોરણને વિશે લીલા કરતી શાલભંજિકાપુતળીઓ રહેલી છે જેમાં એવી શિબિકા હતી. *પ્રદૂત (ત્રિ.) (ઊંચું, ઉન્નત) अब्भुग्गयभिंगार -- अभ्युद्गतभृङ्गार (पुं.) (જેની આગળ લોટો ઉપાડીને એક માણસ ચાલે તેવો ભાગ્યશાળી પુરુષ) ગમ્મુમુસિય - અષ્ણુ (બ્રો) તો સ્કૃિત (ત્રિ.) (અત્યંત ઊંચું, ઘણું ઉન્નત) જે જમાનામાં આજના જેવી નો નહોતી, ટર્બો ટ્રકો નહોતી અને અત્યંત ખાડાખબડાવાળા માર્ગો હતા તેવા કાળમાં મહારાજા કુમારપાળે તારંગા પર્વતની ટોચ પર અતિવિશાળ અને સાતમાળ જેટલું જેનું શિખર છે તેવા અત્યંત ઊંચા અજિતનાથ પ્રભુના જિનાલયનું નિર્માણ કરાવ્યું. ધન્ય હોજો. તે પરમાઈશ્રાવકને ધન્ય હોજો તેમની ઉત્કટ ધર્મભાવનાને. અમુળી - અમ્રુત (નિ.) (વધવા માંડેલું, વૃદ્ધિગત થયેલું 2. ઉદ્યમી 3. જિનકલ્પિકાદિમાંથી કોઈપણ મુનિ 4. ઉદ્યત વિહાર) અમુnયમ - અષ્ણુદીતમ (.) (જિનકલ્પિકાદિ ઉદ્યાવિહારી સાધુનું મરણ-પાદપોપગમનાદિ મરણ) બૃહત્કલ્પ ભાષ્યના પ્રથમ ઉદેશામાં જિનકલ્પી આદિ ઉઘતવિહારી શ્રમણના ત્રણ પ્રકારના મરણ કહેવામાં આવેલા છે. 1. પાદપોપગમન મરણ 2. ઇંગિની મરણ અને 3. ભક્તપરિજ્ઞા મરણ. અંતિમ સમય નજીક જાણીને આ ત્રણમાંથી કોઇપણ એક પ્રકારના મરણનો તેઓ સ્વીકાર કરતા હોય છે. अब्भुज्जयविहार - अभ्युद्यतविहार (पुं.) (ઉદ્યત વિહાર) ઉધત એટલે સંયમાદિની શુદ્ધિ માટે સજ્જ થવું, તૈયાર થવું. નિશીથચૂર્ણિમાં કહેલું છે કે, ઉધત બે પ્રકારે છે. 1. ઉદ્યત વિહાર તથા 2. ઉદ્યત મરણ. તેમાં પ્રથમ ઉદ્યત વિહાર ત્રણ પ્રકારના કહેવામાં આવેલા છે. 1. જિનકલ્પ 2. પરિહારવિશુદ્ધકલ્પ તથા 3. યથાલંદકલ્પ. મુકાઇ -- ગુત્થાન (જ.). (દશ પ્રકારની સાધુ સામાચારીનો નવમો પ્રકાર, ગુર્નાદિક સામે આવ્યું છતે આદર-સન્માન અર્થે ઊભા થવું તે- તેમની સેવામાં 485
SR No.033106
Book TitleAbhidhan Rajendra Kosh Part 01 Shabdarth Vivechan - Shabdona Shikhar
Original Sutra AuthorN/A
AuthorRajendrasuri, Vaibhavratnavijay
PublisherRaj Rajendra Prakashan Trust
Publication Year2011
Total Pages700
LanguageGujarati
ClassificationBook_Gujarati & Dictionary
File Size
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy