SearchBrowseAboutContactDonate
Page Preview
Page 514
Loading...
Download File
Download File
Page Text
________________ આલંકારિક ઢબે અને શ્રેષ્ઠતાની સર્વ ઉપમાઓથી દર્શાવેલો છે. તેમાં એક વિશેષણ અસ્ફટિતદેત પણ છે. યાને કે ગજરાજના દાંત અજર્જરિત-મજબૂત અને વેખા વગરના છે. સફેદ દૂધ જેવા છે. વગેરે.. વગેરે... અણુus - માત્ત (ત્રિ.) (આક્રાન્ત, વ્યાપ્ત, સ્પર્શ પામેલું) મોગ (વા) - સોયા (સ્ત્રી.) (ત નામની એક વનસ્પતિ વિશેષ, લતા વિશેષ) સોદિયા 4) - માટિત (જ.). (હાથથી થાપોટા મારેલું, હાથ વડે થપકી પામેલું 2. પછાડેલું) મu (t) - મોવ (કું.) (વૃક્ષોથી આચ્છાદિત, લતા-ગુલ્મ-ગુચ્છાદિથી વ્યાપ્ત-પ્રદેશ, ગીચ ઝાડીવાળો-પ્રદેશ) આચારાંગસૂત્રમાં સાધુ ભગવંતોના વિહારની ચર્ચા કરાયેલી છે. તેમાં જણાવ્યું છે કે સાધુ સાધ્વીજીને વિહાર કરતા વચ્ચે વૃક્ષ-લતાગુલ્માદિથી ધનઘોર વનવાટે વિહરવાનું થાય તો તેઓ કોઈ સાર્થવાહની સાથે જાય પણ એકલા વિહાર ન કરે. કારણ કે જો તેઓ એકલા જાય તો અજાણ હોઈ માર્ગથી ભટકી જવાનો ભય રહે. બીજું કે હિંસક પ્રાણીઓ દ્વારા આત્મવિરાધનાનો સંભવ રહે, માટે પૂર્વાપરનો વિચાર કરીને જણાથી વિચારવા જણાવ્યું છે. અવખંડવ - મ (#) વા (ઈ.) (નાગરવેલ-દ્રાક્ષાદિ લતાઓથી આવેષ્ટિત મંડપ, લતાઓથી વિંટાયેલો માંડવો) ઉત્તરાધ્યયનસૂત્રના પ્રથમ અધ્યયનમાં આવે છે કે જેણે કર્મબંધન કરાવનારા સમસ્ત આશ્રયોને ખપાવી દીધા છે કે નિર્મૂળ કરી દીધા છે તેવો મુનિ નાનાપ્રકારની લતા-વેલડીઓથી ઘેરાયેલા માંડવામાં બેસીને વિશિષ્ટ પ્રકારનું ધ્યાન ધરી કર્મક્ષય કરતા રહે છે. મરુસ - 55 () (અનિષ્ફર, મનને આહ્વાદ ઉપજાવનાર) અઢારે પ્રકારના પાપોથી સર્વથા વિરતિ પામેલા મહામુનિવરોનું જેમ દર્શન અભિલષણીય છે તેમ તેઓની પવિત્ર વાણી પણ ખૂબ જ કોમળ હોય છે. તેમની વાણી સાંભળનાર શ્રોતાના મનને આહ્વાદ ઉપજાવનારી હોય છે. તેઓનું વચન ક્યારેય નિષ્ફર ન હોય. ૩૪૪મણિ (બ) - અપમાવિન (ત્રિ.) (અપરુષ-અકઠોર અર્થાતુ કોમળ ભાષા બોલવાના સ્વભાવવાળો, વચનના વિનય વિશેષને ધારણ કરનાર) માનવારિ () - મનવારિ (કું.) (કોઈપણ ક્રિયાનું ફળ છે જ નહીં તેમ માનનાર વાદી, અફળવાદી) અફળવાદી અને અક્રિયાવાદી દર્શનમાં માનનારા તાપસાદિ એમ માનતા હોય છે કે, જે જીવો અમારા દર્શનમાં વર્તે છે તેઓએ શરીરને ઘોર કષ્ટ આપનારા તપ જપ ધર્મક્રિયાદિ કરવાની જરૂરત જ નથી. તેમનો મોક્ષ તો એમને એમ જ થઈ જાય છે. તેમના મતે તપ યાતના સ્વરૂપ અને સંયમ એ ભોગની વંચના સ્વરૂપ છે. આ રીતે સાંખ્યાદિમતોની ખોટી માન્યતાઓની સૂત્રકૃતાંગ નામના બીજા અંગના પ્રથમ શ્રુતસ્કંધના પ્રથમ અધ્યયનના પ્રથમ ઉદ્દેશમાં વિસ્તૃતપણે આલોચના કરાયેલી છે. મહાસ - અક્ષ (.) (મૂદુ-કર્કશાદિ આઠ પ્રકારનો સ્પર્શ જેને નથી તે, સ્પર્શરહિત, સ્પર્શ વિનાનું 2. ખરાબ સ્પર્શવાળું) ષોડશક પ્રકરણાદિ ગ્રંથોમાં સ્પર્શને મૂદુ, કર્કશાદિ આઠ પ્રકારનો વર્ણવ્યો છે. તેના પણ બે પ્રકાર છે. એક શુભ અને બીજો અશુભ. કર્કશ એટલે ખરબચડો. જેમ દોરડાનો સ્પર્શ આપણને નથી ગમતો તેમ અશુભ સ્પર્શ પણ સર્વથા ઉગજનક ગણ્યો છે. મહાસુય - પ્રીસુક્ષ (.) (સચિત્ત, પ્રાણરહિત, અપ્રાસુક, સજીવ 2. અગ્રાહ્ય)
SR No.033106
Book TitleAbhidhan Rajendra Kosh Part 01 Shabdarth Vivechan - Shabdona Shikhar
Original Sutra AuthorN/A
AuthorRajendrasuri, Vaibhavratnavijay
PublisherRaj Rajendra Prakashan Trust
Publication Year2011
Total Pages700
LanguageGujarati
ClassificationBook_Gujarati & Dictionary
File Size
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy