SearchBrowseAboutContactDonate
Page Preview
Page 515
Loading...
Download File
Download File
Page Text
________________ જેમાંથી જીવત્વ ચાલ્યું ગયું ન હોય તે સજીવ યાને અમાસુક ગણાય છે. એને જ સચિત્ત કહેવાય છે. માટે જ સાધુ સાધ્વીજી ભગવંતો અને વ્રતધારી શ્રાવકો સચિત્ત આહાર-પાણી ગ્રહણ કરતા નથી. તેને સર્વથા અગ્રાહ્ય ગણ્યો છે. માટે ઉપયોગ રાખવો. अफासुयपडिसेवि (ण)- अप्रासुकप्रतिसेविन् (त्रि.) (સચિત્ત વસ્તુનો ઉપભોગ કરનાર, સચિત્ત વસ્તુ વાપરનાર-ગ્રહણ કરનાર) દુનિયામાં જો શુદ્ધ શાકાહારી અને તેમાં પણ સૂક્ષ્મ રીતે સંપૂર્ણતયા અચિત્ત આહાર-પાણીનો ખપ કરનાર કોઈ હોય તો તે માત્ર ને માત્ર જૈન સાધુ સાધ્વીજીઓ જ છે. તે સિવાયના પ્રાયઃ કરીને તમામ લોકો વત્તા-ઓછા અંશે સચિત્તાહાર લેનારા છે. મg - ૩પૃશ્ય (ત્રિ.) (સ્પર્શ કરવાને અયોગ્ય, અસ્પૃશ્ય, નહીં સ્પર્શવા યોગ્ય) अफुसमाणगइ - अस्पृशद्गति (पुं.) (સિદ્ધિગતિના અંતરાલ પ્રદેશોને સ્પર્યા વિના ઊર્ધ્વગતિ કરનાર જીવ, સિદ્ધનો જીવ) સિદ્ધ થતા જીવની જે પંચમગતિ થાય છે તેને સિદ્ધગતિ કહે છે. આ સિદ્ધગતિએ જતો જીવ આકાશના અન્તરાલને સ્પર્શ કરે તો પછી એક સમયે સિદ્ધિ સંભવતી નથી. માટે સમય કયો લેવો તે પ્રશ્ન ઊભો થાય છે. ઔપપાતિકસૂત્રમાં તેના જવાબમાં લખ્યું છે કે, જે સમય આયુષ્યાદિ શેષકર્મોનો ક્ષયસમય તેને જ નિર્વાણ સમય સમજવો. કારણ કે પછી અન્તરાલસમયનો અભાવ થતો હોવાથી અંતરાલ પ્રદેશનું સ્પર્શન રહેતું નથી. આ પ્રમાણે અસ્પૃશદ્ગતિનો સૂક્ષ્માર્થ ભાવથી કેવળીગમ્ય છે. વંદ - મવશ્વ (કું.) (કર્મના બંધનો અભાવ) સંસાર એટલે ચતુર્ગતિમય જગત, આ જગતમાં વર્તતા પ્રત્યેક જીવો પ્રત્યેક ક્ષણે કર્મબંધન કરતા રહે છે. મન વચન અને કાયાના યોગોથી કેટલાક કર્મો ખપે પણ છે તો સાથે સાથે નવા નવા કર્મો બંધાય પણ છે. પૂર્વે બાંધેલા કર્મો ઉદયાવલિકામાં આવી નિર્જરાય પણ છે તો કેટલાક કર્મો પ્રદેશોદયથી ભોગવાઈને ખરે છે. પરંતુ આ કર્મનું વળગણ સતત ચાલુ ને ચાલુ જ રહે છે. માત્ર સિદ્ધના જીવો જ એક એવા છે જેને કોઈપણ પ્રકારના કર્મનો બંધ નથી. તે ભગવંતોને સર્વથા કર્મબંધનો અભાવ છે. મયંઘ - મવશ્વક્ર (પુ.) (કર્મોન બાંધનાર, આઠ પ્રકારના કર્મો પૈકી એક બે અથવા સર્વ કર્મો નથી બાંધતો તે, નિરુદ્ધયોગી) અવંયવ - અવાવ (ત્રિ.). (સ્વજનાદિ રહિત, નિરાધાર) સંજોગવશ જેના સ્વજનો મૃત્યુ પામ્યા હોય કે માતા-પિતાદિ વડીલોના આધાર વગરનો હોય તેવો જીવ નિરાધાર કહેવાય છે. તો, બીજી તરફ જેમણે સ્વેચ્છાએ સંસારને તિલાંજલિ આપીને સ્વજનોના સર્વ સંબંધોનો વિચ્છેદ કર્યો હોય તેવા શ્રમણ પણ સ્વજનરહિત હોવાથી નિરાધાર છે. પણ એક નિરાધાર સંસારમાં બંધાય છે અને બીજા નિરાધાર સંસારથી મુકાય છે. વંમ - દૂધ (ક.) (મૈથુન, સ્ત્રી આદિ વિષય સેવન, અકુશલ કર્મ-અબ્રહ્મ) આવશ્યકસુત્રના ચોથા અધ્યયનમાં અબ્રહ્મચર્યની વ્યાખ્યા કરેલી છે. તેના ઔદારિક અને વૈક્રિય એમ મુખ્ય બે ભેદ છે. તેના પણ મન-વચન-કાયાના યોગે ન કરવું, ન કરાવવું અને કરતાનું અનુમોદન ન કરવું એમ સર્વ ભેદો મળીને અઢાર પ્રકારે અબ્રહ્મ છે. વંખવજ્ઞUT - સદવર્ણન (.) (અબ્રહ્મરૂપ વિષય સેવનનો ત્યાગ કરવો તે, શ્રાવકની છઠ્ઠી પ્રતિમા). ઉપાસકદશાંસત્ર આદિ આગમગ્રંથોમાં શ્રાવકે વહન કરવા જોગ અગિયાર પ્રતિમાઓની વાત આવે છે. તેમાં છઠ્ઠી પ્રતિમા અબ્રહ્મવર્જનની છે. દિવસે કે રાત્રે સ્વ સ્ત્રી સાથે કે અન્ય સ્ત્રી આદિ સાથે સર્વથા મૈથુનનો ત્યાગ કરી આ પ્રતિમા વહન કરાય છે. વન્સ - વણ્ય (નિ.). (નહીં મારવા યોગ્ય, વધ કરવાને અયોગ્ય 2. પૂજ્ય, મૃત્યુથી મુક્ત થયેલું)
SR No.033106
Book TitleAbhidhan Rajendra Kosh Part 01 Shabdarth Vivechan - Shabdona Shikhar
Original Sutra AuthorN/A
AuthorRajendrasuri, Vaibhavratnavijay
PublisherRaj Rajendra Prakashan Trust
Publication Year2011
Total Pages700
LanguageGujarati
ClassificationBook_Gujarati & Dictionary
File Size
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy