SearchBrowseAboutContactDonate
Page Preview
Page 458
Loading...
Download File
Download File
Page Text
________________ દ્વિપદ - સર્વનાથ () (અર્ધમાગધ દેશમાં પ્રચલિત ભાષા, અઢાર પ્રકારની દેશી ભાષામાં બંધાયેલું) સદ્ધિમાદી - અર્ધનાથ (ત્રી.). (જૈનસાહિત્યની પ્રાચીન ભાષા, અર્ધમાગધી ભાષા વિશેષ) પ્રભુ મહાવીરે સકલ જીવોના ઉપકાર હેતુ તથા દરેકને સમજાય તે માટે તે કાળે જ્યાં વિચરતા હતા ત્યાંની લોકપ્રસિદ્ધ એવી અર્ધમાગધી ભાષામાં દેશના આપી હતી. જૈનધર્મના તત્ત્વો વિદ્વદૂભોગ્ય છે છતાં પણ તે સામાન્ય જીવો પણ જાણી શકે તે માટે જૈનધર્મના આગમો એવં પ્રાચીન ગ્રંથો બહુલતયા અર્ધમાગધી ભાષામાં લખાયેલા છે. अद्धमास - अर्द्धमास (पु.) (પંદર દિવસ પ્રમાણ કાળ, પખવાડિયું) अद्धमासिय - अर्द्धमासिक (त्रि.) (પખવાડિયા સંબંધી, અર્ધમાસ સંબંધી) જિનેશ્વર પરમાત્માએ પાપરૂપી મળને ધોવા માટે પ્રતિક્રમણરૂપી ગંગા બતાવેલી છે. આ ગંગા એટલી પવિત્ર છે કે તેમાં જે જીવ ડૂબકી લગાવે છે તેના સોએ સો ટકા પાપ સાફ થઇ જાય છે. દૈનિક પાપ માટે દેવસિ, પખવાડીયા સંબંધી પાપ માટે પાક્ષિક, ચારમાસીય પાપ માટે ચઉમાસી અને વરસના પાપોને ધોવા માટે સંવર્ચ્યુરી પ્રતિક્રમણ બતાવવામાં આવેલું છે. अद्धरत्तकालसमय - अर्द्धरात्रकालसमय (पुं.) (મધ્યરાત્રિનો સમય, અડધી રાતનો કાળ) દરેક તીર્થંકર ભગવંતોનો જન્મ મધ્યરાત્રિના સમયે જ થતો હોય છે. તેનું કારણ એ છે કે તે સમયે દરેક જીવો નિંદરમાં પોઢેલા હોય છે. પવન મંદ મંદ વાતો હોય છે. કોઈ જીવ હિંસામાં રત નથી હોતા, વાતાવરણ પણ અતિપવિત્ર હોય છે. આવા સમયે યોગીઓ પોતાના યોગની સાધના કરતા હોય છે. આમ મધ્યરાત્રિ સર્વથા રીતે અતિઉત્તમ અને વિશુદ્ધતમ હોય છે. આવા સમયે જગતહિતકારી પરમાત્માનો જન્મ સકલ વિશ્વને સુખ ઉપજાવનાર બને છે. શ્રદ્ધવ - મર્થનવ (કું.) (લવનો સમાન અંશ, માપવિશેષ) સદ્ધિવિમાર (રેશી-ર) (મંડન 2. વિભૂષા કરવી 3, અન્યમતના ખંડનપૂર્વક સ્વમતનું સ્થાપન કરવું તે 4, મંડળ) ખંડન મંડનની પ્રણાલિ ઘણી પ્રાચીન છે. પૂર્વના કાળથી દરેક દર્શનો પોતાના ધર્મને શ્રેષ્ઠ સાબિત કરવા માટે અન્યધર્મોનું ખંડન અને પોતાના સિદ્ધાંતોના ગુણો વર્ણવવા દ્વારા તેનું મંડન કરતા હતા, રાજસભાઓમાં પણ ખંડન-મંડનપૂર્વકના વાદવિવાદો થતા હતાં. જિનેશ્વર પરમાત્માએ ક્યારેય પણ કોઇ મતનું ખંડન નથી કર્યું,માત્રને માત્ર પોતાના સિદ્ધાંતોના પ્રતિપાદન પૂર્વક તેનું ખંડન જ કરેલું अद्धवेयाली - अर्धवैताली (स्त्री.) (વિદ્યાવિશેષ, વૈતાલીવિદ્યાની મારકવિદ્યા). अद्धसंकासिया - अर्धसाङ्काश्यिका (स्त्री.) (એક રાજકન્યા, દેવલસુત રાજાની પુત્રી; જે પોતાની ધ્વજિત માતાથી ઉત્પન્ન થઈ હતી) - 1ઈસમ (ન.) (છંદવિશેષ; જેમાં બે પાદ સરખા હોય અને બે વિસમ હોય) કાવ્યની મનોરમ્યતા તેના છંદોની શૈલી અને અલંકારોની સજાવટના કારણે હોય છે. કાવ્યાદિની રચના વિવિધ છંદોમાં કરવામાં આવતી હોય છે. તે દરેક છંદના અલગ-અલગ નિયમો હોય છે. તેમાં કોઇક છંદ એવો હોય છે કે જેમાં તે છંદના પ્રથમ અને તૃતીય તેમજ દ્વિતીય અને ચતુર્થ પાદ સમાન હોય. તેના અક્ષરો, જોડણીઓ બધું એક સરખું હોય. 417
SR No.033106
Book TitleAbhidhan Rajendra Kosh Part 01 Shabdarth Vivechan - Shabdona Shikhar
Original Sutra AuthorN/A
AuthorRajendrasuri, Vaibhavratnavijay
PublisherRaj Rajendra Prakashan Trust
Publication Year2011
Total Pages700
LanguageGujarati
ClassificationBook_Gujarati & Dictionary
File Size
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy