________________ હીયારા હૈ. અર્થાત્ અરે મહારાજ આ રોટલામાં તારા મારા જેવું કંઈ હોય જ નહીં આમાં તો બધાનો સહિયારો ભાગ છે. જયારે આજનો મોર્ડનમેન ઘરો ભાંગવામાં પડ્યો છે તેમને હું ને મારું સિવાય કંઈ સૂઝતું જ નથી. માં - દ્ધારા (સ્ત્રી.) (દિવસ કે રાત્રિનો એક ભાગ) રાત્રિનો એક ભાગ અને સૂર્યોદય થવાને છ ઘડી થવાની વાર હોય ત્યારે આરાધક આત્માએ ઊઠીને ધર્મરાધના કરવી જોઈએ. કેમ કે તે સમય એકદમ શુદ્ધ અને સાધના માટે અતિ ઉત્તમ ગણવામાં આવેલું છે. નરસિંહ મહેતાએ પણ પોતાના દોહામાં લખેલું છે કે, રાત રહે પાછલી જ્યારે પદ્યડી જોગી પુરુષે સૂઈન રહેવું अद्धद्धामीसय - अद्धाद्धामिश्रक (न.) (સત્યપૃષા ભાષાનો એક ભેદ, દિવસ રાત્રિને આશ્રયીને મિશ્ર ભાષા બોલવી તે) દિવસ અને રાત્રિ આશ્રયીને મિશ્ર ભાષા બોલવી તેને અદ્ધાદ્વામિશ્રક કહેવાય છે. જેમ કે દિવસ પ્રહરમાત્ર ચડ્યો હોય ત્યારે કોઈ કહે કે બપોર થઈ ગઈ છે. આમાં સત્ય અને અસત્ય બન્ને મિશ્ર હોવાથી સત્યમૃષા ભાષા કહેવામાં આવે છે. अद्भपंचममुहुत्त - अर्धपञ्चममुहूर्त (पुं.)। (દિવસનો ચોથો ભાગ, નવઘડી પ્રમાણ મુહૂર્ત) અષાઢ સુદ પૂનમના દિવસે અઢાર મુહર્ત પ્રમાણનો દિવસ હોય છે. તે કાળે સાડાચાર મુહૂર્ત અર્થાતુ નવ ઘડી પ્રમાણનો એક પ્રહર ગણવામાં આવે છે. આ સમયને અર્ધપંચમમુહૂર્ત પણ કહેવામાં આવે છે. સદ્ધિપત્ર - અર્થપત્ત (.) (બે કર્મ પ્રમાણ, માપ વિશેષ) સદ્ધપત્નિશં - અપર્થ (ચ) 1 (શ્રી.) (અર્ધપદ્માસન, અડધી પલાંઠી વાળવી તે). ડાબો પગ જમણી સાથળ પર અને જમણો પગ ડાબી સાથળ પર મૂકવો તે પૂર્ણ પદ્માસન કહેવાય છે. કિંતુ બેમાંથી એક પગ છૂટો રાખવો તે અર્ધપદ્માસન કહેવાય છે. સમવસરણમાં બિરાજમાન તીર્થંકર ભગવંત હંમેશાં અર્ધપદ્માસન મુદ્રામાં જ દેશના આપતા હોય છે. 3 - મરદ્ધપેટા (સ્ત્રી) (ભિક્ષાનો એક પ્રકાર) પ્રવચનસારોદ્ધાર ગ્રંથમાં સાધુને ભિક્ષા વહોરવાના પ્રકાર દર્શાવવામાં આવેલા છે તેમાંનો એક પ્રકાર છે અર્ધપેટા. આ પ્રકારમાં ' સાધુ ગૃહસ્થના ઘરોની ચારે દિશામાં ચાર પંક્તિ કહ્યું. તેમાં બબ્બે પંક્તિના છેડેથી આહાર ગ્રહણ કરે અને વચ્ચેનો ભાગ ખાલી રાખે અર્થાત ત્યાંથી ભિક્ષા ગ્રહણ ન કરે. આ પ્રકારને અર્ધપેટા કહેવામાં આવે છે. મહૂમદ - દ્ધિમરત (પુ.) (ભરત ખંડનો અડધો ભાગ, ભરતક્ષેત્રના ત્રણ ખંડ) જંબુદ્વીપ સંગ્રહણીમાં ભરતક્ષેત્ર 526 યોજન અને 6 કળા પ્રમાણ કહેલું છે. આ ભરતક્ષેત્રના કુલ છ ખંડ ગણવામાં આવેલા છે. જે જીવ ચક્રવર્તી હોય છે તે છ ખંડો પર આધિપત્ય ભોગવે છે અને જે વાસુદેવ હોય છે તે અર્ધભરતક્ષેત્ર પર પોતાનું સ્વામિત્વ ચલાવે अद्धभरहप्पमाणमेत - अर्द्धभरतप्रमाणमात्र (त्रि.) (જનું પ્રમાણ અડધા ભરતક્ષેત્ર જેટલું હોય તે) સ્થાનાંગસુત્રના ચતુર્થ સ્થાનના ચોથા ઉદેશામાં લખેલું છે કે, આ વિશ્વમાં વિછી, દષ્ટિવિષ, આસીવિષ સર્પ વગેરે ઝેરી પ્રાણીઓ રહેલા છે. તેમાં વીંછી અને આસીવિલ સર્પનું ઝેર અધભરતક્ષેત્ર પ્રમાણે કહેલું છે. અર્થાત્ આ જીવોમાં રહેલું ઝેર અડધા ભરતક્ષેત્ર પ્રમાણની કાયાવાળો જીવ હોય તો પણ તેનામાં ફેલાઈને મારી શકે છે. 416.