________________ દુઃખ અને દોષોથી પરિપૂર્ણ આ સંસારરૂપી મહાસાગરને વિષે ગુરુએ દીવાદાંડી સમાન છે. શિષ્યની યોગ્યતાને સમજનાર સદ્ગુરુની ને માત્ર પોતાની ઇચ્છાથી કરેલા ધર્મથી પણ વિનાશ થયાના ઘણા દાખલા શાસ્ત્રોમાં નોંધાયેલા છે. જેમકે સ્થૂલિભદ્રજીના ગુરુભાઈની જ વાત લો, ગુની અનિચ્છા છતાં કોશાને ત્યાં ચાતુર્માસ રહ્યા અને સંયમથી ભ્રષ્ટ થવાનો પ્રસંગ બન્યો. અમીર - ગતિ મીર (ત્રિ.) (અત્યંત ગંભીર, અતુચ્છ આશય) જેમ સાગર પોતાની ભીતરમાં રત્નો, જીવ-જંતુઓ અને કેટલાય પદાર્થોને સમાવીને બેઠો હોય છે, છતાંય તે ક્યારેય પણ અભિમાન કે તુચ્છતાને ધારણ કરતો નથી, તેમ મહાપુરુષોનું જીવન પણ સમંદર જેવું અતિગંભીર હોય છે. તેઓ સુખ કે દુ:ખના પ્રસંગોમાં ક્યારેય અત્યંત હર્ષિત કે શોકાકુળ થઈ જતા નથી. કેમકે તેઓનું ચિત્ત સમુદ્રની જેમ અતિગંભીર હોય છે. મફાજીમાપા - મતિ (ત્રિ.) (પ્રવેશ કરતું, પ્રવેશતું) બાળક સ્કૂલ કે કોલેજમાં પ્રવેશ મળ્યા બાદ શિક્ષકને સમર્પિત થઇ જાય છે. સ્ત્રી ગૃહપ્રવેશ પછી પતિને સમર્પિત થઇ જાય છે અને લોકો નોકરી-ધંધામાં લાગી એને સમર્પિત થઇ જાય છે. શું તમે જૈનકુળમાં જન્મ લીધા પછી ક્યારેય પણ જિનશાસન અને સદગુરને જીવન સમર્પિત કર્યું છે ખરું? ફr (3) - તિગત (f). (પ્રવેશેલું 2. એકવાર મરીને પુનઃ તેમાં ઉત્પન્ન થયેલું, અતિશય - વારંવાર ઉત્પન્ન થયેલું) અતિઆસક્તિ અથવા અતિષના કારણે જીવ મરીને પુનઃ તેમાં જ ઉત્પન્ન થાય છે અર્થાત્ જે પદાર્થ પ્રત્યે તેને અત્યન્ત રાગ-દ્વેષ હોય તો જ્ઞાની ભગવંતો કહે છે કે તેવો જીવ પાછો તેમાં જ ઉત્પન્ન થઈ વિવિધ પ્રકારના દુઃખો ભોગવે છે. જેમકે સુનંદાનો રાગી રૂપસેનનો જીવ અને ગુણસેનનો દ્વેષી અગ્નિશમનો જીવ. ગામ - તિરામ () (પ્રવેશ) યોગમાર્ગમાં પ્રવેશ પામવા જેમ પૂર્વસેવા આવશ્યક માની છે, તેમ ધર્મમાં પ્રવેશ પામવા ગૃહસ્થ માટે દાનપ્રવૃત્તિને આવશ્યક માની છે. કારણ કે જીવનમાં ઉદારતા આવ્યા વિના ધર્મમાં પ્રવેશ થતો નથી. માટે જ દાનધર્મની અગ્રિમતા છે. મામા - મતિમા (સ.) (પ્રવેશમાર્ગ, જવા આવવાનો માર્ગ) સમ્યગુ જ્ઞાન-દર્શન-ચારિત્રના યોગે મુક્તિ પ્રાપ્ત થાય છે. પરંતુ આદ્ય જ્ઞાનગુણ વિનય વિના પ્રાપ્ત થતો નથી. માટે જ ગુરુવંદનભાષ્યની પ્રથમ ગાથામાં પણ વિનયને ધર્મના પ્રવેશમાર્ગ યાને મૂળ તરીકે જણાવ્યો છે. જો મૂળ જ ન હોય તો શાખા ક્યાથી સંભવે? મગુરુ - તિગુરુ (.) (અત્યંત પૂજનીય) જે અતિસન્માનને લાયક હોય તેવી આ જગતમાં માત્ર ત્રણ વ્યક્તિઓ છે. માતા પિતા અને સદ્ગુરુ, માતાએ જન્મ આપીને ઉપકાર કર્યો. પિતાએ સંસ્કાર અને સદ્ગુરુનું મિલન કરાવીને ઉપકાર કર્યો છે અને ગુરુભગવંતે જગદ્ગુરુ પરમાત્માનો બોધ કરાવી આપીને મોટો ઉપકાર કર્યો છે. માટે આ ત્રણેય પૂજયોની જેટલી સેવા-ભક્તિ ઉપાસના કરીએ તેટલી ઓછી છે. અફઘંદ્ર - અતિવન્દ્ર(કું.) (છઠ્ઠું લોકોત્તર મુહૂતી અફરા - મતિયા (સ્ત્ર.). (પદ્મિની સ્ત્રી 2. પદ્મચારિણી લતા, સ્થલપદ્મિની) પદ્મિની સ્ત્રી જેમ પ્રાણાંતે પણ પોતાના શીલને ત્યાગતી નથી, તેમ સત્ત્વશાળી પુરુષો પણ ગમે તેવા વિપરીત સંજોગોમાં પણ આદરેલા નિયમોને છોડતા નથી.