SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ अइचिंत - अतिचिन्त (त्रि.) (અત્યંત ચિંતાયુક્ત, જેમાં ઘણી ચિંતા હોય તે) જ્ઞાની ભગવંતોએ ચિંતાને ચિતા કરતા પણ વધારે ભયંકર બતાવી છે. કેમકે ચિતા તો મરેલાને બાળે છે જયારે ચિંતા જીવતા જીવને સતત બાળ્યા કરે છે. માટે જ કહ્યું છે કે માત્ર ચિંતાને જ નહીં તેના કારણોનો પણ ત્યાગ કરવો જોઈએ. અશ્વ - ગીચ (વ્ય.) (ત્યાગ કરીને, છોડીને) ધન્ય છે તે મહાપુરુષોને, જે કોઇપણ જટિલ અવસ્થામાં પોતાના પરગજુ સ્વભાવનો ત્યાગ કરતા નથી, પરંતુ ઊલટાનું પોતાના પરોપકારી સ્વભાવના કારણે હંમેશાં બીજાઓનું કલ્યાણ કરતા હોય છે. દરેક શ્રાવક- શ્રાવિકાઓએ આ પ્રકારની ભાવનાનું ચિંતવન પ્રતિદિન કરવું જોઇએ, જેથી જીવનમાં સદ્ગુણોનું પ્રાગટ્ય થાય. અફ8 - 5 (થા.) (ગમન કરવું, જવું) મફત - છત્ (a.) (ઉલ્લંઘન કરતું, અતિક્રમણ કરતું 2. પ્રાપ્ત કરતું) પરમાત્માએ સાધુઓ માટે વિહારયાત્રાનો નિયમ બનાવીને જગત પર અને સાધુ પર મોટો ઉપકાર કર્યો છે, કેમકે શ્રમણ ભગવંત જેટલું વિચરણ કરશે વિશ્વમાં એટલા સજ્જનોની સંખ્યા વધશે અને સાધુઓને પણ કોઈ પદાર્થ પર મૂચ્છ નહીં થાય. જયારે દુર્જનો જેટલું વધુ પરિભ્રમણ કરશે, સંસારમાં દુર્જનોની માત્રા એટલી જ વધશે. સદાચાર નીતિ-નિયમોનું એટલું જ ઉલ્લંઘન કરતા રહેશે. માટે જ આચારાંગસૂત્રમાં કહેવાયું છે કે દુર્જન તો ઊંધતા જ ભલા. અરૂછત્ત - તિરૂત્ર (6) (છત્રને ઓળંગી ગયેલું 2. સમાન આકાર 3. જલમાં થતું તૃણ વિશેષ 4. જમીન પરનું તૃણ વિશેષ) अइच्छपच्चक्खाण - अदित्सा (अतिगच्छ) प्रत्याख्यान (न.) (પચ્ચખાણનો એક ભેદ, અદિત્સા પચ્ચક્ઝાણ). ભિક્ષા માટે નીકળેલા બ્રાહ્મણ કે શ્રમણને ભિક્ષાદિનહીં આપવાની ઈચ્છાથી તેને કોઈ ગૃહસ્થ કહે કે હે શ્રમણ ! તમે જે માંગો છો તે વસ્તુ આપવાની ઇચ્છા નથી. ખરેખર વસ્તુ હોય છતાં ન આપવાની ગણતરીથી આવો જે વ્યવહાર કરાય તેને અદિત્સા પચ્ચખાણ કહેવાય છે. અફળાય - તિના (થ)ત (પુ.) (પિતા કરતાં પણ અધિક સંપત્તિવાળો પુત્ર, બાપ કરતાં વધુ પરાક્રમી પુત્ર). શાસ્ત્રોમાં પિતાની સંપત્તિને ભગિની સમાન ગણવામાં આવી છે. માટે સ્વાભિમાની પુરુષો પિતાની સંપત્તિનો ક્યારેય ઉપયોગ નથી કરતા. ઊલટાનું પોતાના બળ પર પિતા કરતાં પણ અધિક ધન કમાઇને કુળનું નામ રોશન કરે છે. એવા પુત્રને લોકો અતિજાત યાને બાપ કરતાં સવાયો કહે છે. પ્રઠ્ઠિય - પ્રતિષ્ઠિત (ત્રિ.). (ઉલ્લંધિત, અતિક્રાન્ત, અતિક્રમણ કરેલ) કોઈપણ મયદાનું જયારે ઉલ્લંઘન થાય છે ત્યારે એ હંમેશાં વિનાશને નોતરે છે. જે પુત્રો માતા-પિતાની વાતને અવગણવામાં પોતાની હોંશિયારી સમજે છે તેઓએ સમજી રાખવું જોઈએ કે અતિશીધ્ર આપત્તિકાળ તેમની નજીકમાં આવી રહ્યો છે. *મતિષ્ઠા (મ.) (ઉલ્લંઘન કરીને, અતિક્રમણ કરીને). જો નદી મર્યાદાનું ઉલ્લંઘન કરે તો પૂર લાવે છે. દરિયો મર્યાદાનું ઉલ્લંઘન કરે તો સુનામી જેવો વિનાશ સર્જે છે. તેમ જો સ્ત્રી પોતાની મર્યાદાનું ઉલ્લંઘન કરે તો કેટલીય જિંદગી બરબાદ કરી નાખે છે. એટલે જ મર્યાદાને માનવજાત માટે શોભાસ્પદ અને ઉત્તમગુણ
SR No.033106
Book TitleAbhidhan Rajendra Kosh Part 01 Shabdarth Vivechan - Shabdona Shikhar
Original Sutra AuthorN/A
AuthorRajendrasuri, Vaibhavratnavijay
PublisherRaj Rajendra Prakashan Trust
Publication Year2011
Total Pages700
LanguageGujarati
ClassificationBook_Gujarati & Dictionary
File Size
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy