________________ હૃદય ભાવવિભોર નથી બનતું તો સમજી લેજો કે, હજુ સુધી તમે મોહરાજાની પક્કડમાંથી છૂટી શક્યા નથી. અક્ષય - તિજાય (ત્રિ.) (વિશાળકાય, જાડું) કોલેસ્ટ્રોલના કારણે શરીર જ્યારે ભારે-મોટું થઈ જતાં આપણે ચિંતામાં આવી જઈએ છીએ અને તુરંત ડાયેટિશિયન પાસે દોડી જઈએ છીએ. પરંતુ કર્મોના કારણે આપણો આત્મા ભારેખમ થઈ ગયો છે તે જાણવા છતા પણ ક્યારેય તેના નિષ્ણાત ગુરુભગવંત પાસે જઈએ છીએ ખરા? (તિ) áત- સત્તિાન્ત (ત્રિ.) (હદ બહાર ગયેલું, પર્યતવર્તી, ઉલ્લંઘન કરેલું 2. અતીત, પાર ગયેલું 3. નિશ્ચિત સમય ઓળંગીને કરેલું તપ) અત્યાર સુધી આપણી પાંચેય ઇન્દ્રિયો સુંદર દશ્ય, કર્ણપ્રિય સંગીત, સ્વાદિષ્ટ રસોઈ, ફૂલોની સુગંધ અને મુલાયમ સ્પર્શના વિષયોમાં હંમેશા પ્રવૃત્ત રહી છે. પરંતુ જિનદર્શન, શાસ્ત્રશ્રવણ, સ્તુતિગાને, જિનપૂજા આદિ હિતકારી પ્રવૃત્તિઓમાં ક્યારે મગ્ન થશે? કેમકે, જયારે અન્ત સમય આવશે ત્યારે સિવાય પશ્ચાત્તાપ કંઈ નહીં હોય. 5 (ત્તિ) રૂáતનોત્ર - તિક્ષા યૌવન (ત્રિ.) (યૌવનને ઉલ્લંઘી ગયેલું, પ્રૌઢ) જેમ ઘાસ પર રહેલું ઝાકળ ચંચળ છે, હાથીના કાન અતિચંચળ છે, તેમ યૌવનકાળ પણ અસ્થિર છે. જ્યારે ચાલ્યો જશે તેની ખબર પણ નહીં પડે. કેમકે, યુવાની તેનું નામ છે જે ક્યારેય સ્થિર ન હોય. એટલે જ આપણે યુવાનીમાં ઉન્મત્ત ન બનવું જોઈએ. મ (તિ) રૂકંતપસ્વૈવિશ્વા - તિકાન્તપ્રત્યાહ્યાન (જ.) (પર્વની પૂર્ણતા પછી કરાતું પચ્ચખ્ખાણ-તપ, પચ્ચખાણનો એક ભેદ). પર્યુષણ પર્વના દિવસોમાં યથાશક્તિ તપ કરવો જોઈએ, ગુરુભગવંત, બાળ ગ્લાન કે તપસ્વીની વેયાવચ્ચાદિના કારણે સંવત્સરિતા ન થઈ શક્યો હોય, માટે એ તપ પછીથી કરાય તો તેને અતિક્રાન્તપ્રત્યાખ્યાન કહેવામાં આવે છે. તેમ આવશ્યકાસૂત્રાદિ સૂત્રોમાં કહેવાયું છે. મન - મતિમ (કું.) (અતિચારના ચાર ભેદોમાંનો પ્રથમ પ્રકાર, લીધેલ વ્રત-પચ્ચખ્ખાણનો આંશિક ભંગ, ઉલ્લંઘન 2. વિનાશ) જેમ એક નાનકડો ઘા વિનાશ કરવા સમર્થ છે, આગની એક નાનકડી ચિનગારી આખા જંગલને બાળી નાખનાર દાવાનળ બનવા માટે સમર્થ છે અને બીજા પાસેથી લીધેલું નાનકડું ઋણ ચક્રવર્તી વ્યાજનું રૂપ ધારણ કરવામાં સમર્થ છે, તેમ કરી નાખેલી નાનકડી એક ભૂલ તમને અનંતકાળ સુધી નિગોદની ગર્તામાં ફેંકી દેવા સમર્થ છે. માટે આવી ભૂલ કરતા પહેલા સો વાર વિચાર કરજો . અમM - પ્રતિમા (2) (અતિક્રમણ, ઉલ્લંઘન, લીધેલ વ્રત-પચ્ચખાણમાં વિરાધના કરવી તે) જિનેશ્વર પરમાત્માની એક માત્ર શાશ્વત આજ્ઞા છે કે સંસારવર્ધક જેટલા પણ હેય (ત્યાગવા યોગ્ય) પદાર્થ હોય તેનો ત્યાગ કરો અને જેટલી પણ મોક્ષસાધક ઉપાદેય સ્વીકારવા યોગ્ય) વસ્તુઓ હોય તેનો સ્વીકાર કરો. આ વાતનું જે ઉલ્લંઘન કરે છે તેમને શાસ્ત્રીય પરિભાષામાં ભવાભિનંદી જીવ કહેવામાં આવ્યા છે અને આવા જીવોનો મોક્ષ હજી ઘણો દૂર છે. અડ્ડમન્નિ - ત્રિીય (ત્રિ.) (ઉલ્લંઘન કરવા યોગ્ય, ત્યાજય) જગતમાં ઉલ્લંઘન કરવા લાયક જો કોઈ છે તો તે દુર્જનોની સંગતિ છે. કદાચ જીવનમાં ધર્મની આરાધનાઓ કે સત્કાર્યો ઓછા થયા હશે તો ચાલશે પણ જો દુર્જનની સંગતિ હશે તો જીવનમાં ક્યારેય વિકાસનો માર્ગ મળશે નહીં. ઊલટાનું પરનિંદાદિપાપોના પ્રતાપે અધોગતિ થશે એ નિશ્ચિત વાત છે. अइक्वामित्तु - अतिक्रम्य (अव्य.) (ઉલ્લંઘન કરીને, ઓળંગીને)