SearchBrowseAboutContactDonate
Page Preview
Page 439
Loading...
Download File
Download File
Page Text
________________ કથા (થા) - ૩થાન (7) (દ્રવ્ય ઉપાર્જન કરવામાં કારણભૂત અષ્ટાંગનિમિત્ત શાસ્ત્ર) મથામ - સ્થાન (ત્રિ.) (બળરહિત, શારીરિકશક્તિથી વિકલ). દુનિયામાં જે શરીરના અંગોપાંગે વિકલ દેખાય છે. કર્મગ્રંથમાં તેનું કારણ જણાવતા કહે છે કે જેઓએ પોતાને મળેલ શક્તિનો દુરુપયોગ કર્યો હોય, ધર્માનુષ્ઠાનોમાં કે માણસાઈના ગુણો કહેવાય તેવા માર્ગમાં વાપરી ન હોય તો કર્મસત્તા તેની પાસેથી બીજા ભવમાં તે શક્તિઓને છીનવી લે છે. કર્મસત્તાનો હિસાબ ચોખ્ખો હોય છે. ઇસ હાથ દે ઉસ હાથ લે. अत्यारिय - अस्तारिक (पु.) (મૂલ્ય આપીને ખેતરમાં કામ કરવા માટે રાખેલો નોકર) અસ્થાને (શી-૬) (સહયોગ, સહાય) યોગી બનવા માટેનું પ્રથમ પગથિયું છે બીજાને ઉપયોગી બનવું. કોઇપણ જાતની અપેક્ષા વગર નિઃસ્વાર્થ ભાવે અન્યોના કાર્યોમાં સહયોગી બનવું તે જ સાચા અર્થમાં ઉપયોગીપણું છે. આજે મોટા ભાગના લોકો બીજાને સહયોગ પણ પોતાના સ્વાર્થને ધ્યાનમાં રાખીને કરતા હોય છે. આવા સ્વાર્થી સહયોગીઓને ક્યારેય તેમની મદદનું ફળ મળતું નથી. અાનંવ - નમ્બર (ન., પં.) (અર્થાલંબનનું ચૈત્યવંદનાદિમાં વિભાજન કરવું તે, અર્થ-ભાવાર્થને વિષે ઉપયોગ રાખવો તે 2, અર્થ અને આલંબન) બોલાતા વાક્ય કે સૂત્રના અર્થમાં ઉપયોગપૂર્વક વર્તવું તેનું નામ અથલંબન છે. ચૈત્યવંદન ભાષ્યમાં કહેલું છે કે, જિનાલયાદિમાં ચૈત્યવંદન કરતી વખતે કે પ્રતિક્રમણ કરતી વખતે સૂત્ર બોલાતું હોય ત્યારે શ્રમણે કે શ્રાવકે તેના ભાવાર્થોનું ચિંતન કરવું જોઇએ. તેમ કરવાથી સૂત્ર પ્રત્યે અને અહંદુભગવંત પ્રત્યે બહુમાનભાવ ઉપજે છે. અસ્થાનિય - ૪થત્રી (.). (ધન માટે અસત્ય બોલવું તે). જેનામાં ધરપત અર્થાત્ સ્થિરતા ન હોય તેને ધન કહેવાય. જે ક્યારેય એક સ્થાને સ્થિર રહ્યું નથી, રહેતું નથી અને રહેવાનું પણ નથી. એવા ધન માટે વ્યક્તિ જાત જાતના કાળા-ધોળા કરતો રહે છે. પૈસા માટે વ્યક્તિ પોતાના આત્માના અવાજને પણ દબાવીને ઘણી જ સિફતથી અસત્યનું શરણું લેતો હોય છે. અસ્થિર ધન પાછળ ભટકતો વ્યક્તિ સ્વયે ક્યારેય સ્થિર થઈ શકતો નથી. તે ધન તેને ક્યારેય સ્થિરતા અપાવતું નથી. अस्थालोयण - अर्थालोचन (न.) (પદાર્થનું સામાન્યજ્ઞાન) अत्थावग्गह - अर्थावग्रह (पुं.) (પાંચ ઇન્દ્રિયો અને મન દ્વારા થતું જ્ઞાન, મતિજ્ઞાનનો ભેદ) કર્મગ્રંથમાં મતિજ્ઞાન થવામાં પાંચ પગથિયા મૂકેલા છે. ૧.વ્યંજનાવગ્રહ ૨.અર્થાવગ્રહ 3 ઇહા ૪.અપાય ૫.ધારણા. તેમાં અર્થાવગ્રહની વ્યાખ્યા કરતાં કહ્યું છે કે અનિર્દિષ્ટ પદાર્થનું સામાન્ય જ્ઞાન એટલે અર્થાવગ્રહ. તેમાં પદાર્થનું નામ, રૂપ, રંગ વગેરે વિષયો અસ્પષ્ટ હોય છે. સ્થાત્તિ - અત્ત (સ્ત્રી.) (એક પ્રકારનું અનુમાન જ્ઞાન, નહીં કહેલા પદાર્થનું અટકળથી સમજવું તે, અનુક્તાર્થની સિદ્ધિ) પ્રત્યક્ષાદિ પ્રમાણથી જણાયેલો અર્થ જેના વિના યુક્તિસંગત ન થાય તેવા અદષ્ટ અર્થની કલ્પના કરવી તે અર્થપત્તિ છે. જેમ નોર્થ રેવત્તો વિવાર મ' અર્થાત્ સ્થૂલ એવો દેવદત્ત દિવસે ખાતો નથી. એ વાક્યમાં દેવદત્તનું શૂલપણું રાત્રિભોજન વિના યુક્તિસંગત થતું નથી. આથી દિવસે જમતો નથી એમ કહેવાતા તેમાં ન કહેવાયેલા રાત્રિભોજનની કલ્પના કરવી તે અર્થોપત્તિ 398
SR No.033106
Book TitleAbhidhan Rajendra Kosh Part 01 Shabdarth Vivechan - Shabdona Shikhar
Original Sutra AuthorN/A
AuthorRajendrasuri, Vaibhavratnavijay
PublisherRaj Rajendra Prakashan Trust
Publication Year2011
Total Pages700
LanguageGujarati
ClassificationBook_Gujarati & Dictionary
File Size
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy