________________ अस्थविहूण - अर्थविहीन (त्रि.) (અગીતાર્થ, અજ્ઞાની) अत्थसंपयाण - अर्थसंप्रदान (न.) (ધનનું દાન 2. પદાર્થોનું દાન કરવું તે) ધનદાન અને જ્ઞાનદાનમાં જ્ઞાનદાન એ સર્વશ્રેષ્ઠ છે. ધનનું દાન ભૌતિક સુખ આપીને એક દિવસ એક વર્ષ કે એક જીંદગી જ સુધારે છે. જ્યારે સમ્યજ્ઞાનના પ્રતિપાદક અર્થોનું દાન આત્માની શુદ્ધિ કરીને તેના ભવોભવ સુધારે છે. માટે જ્યાં જ્ઞાનદાન થતું હોય ત્યાં તે લેવામાં વિલંબ ન કરશો. પહેલાં ત્યાં દોડી જજો, अत्थसत्थ - अर्थशास्त्र (न.) (અર્થશાસ્ત્ર, ધનપ્રાપ્તિનું પ્રતિપાદક શાસ્ત્ર) જેમ ઇતર ધર્મમાં ધન પ્રાપ્તિના પ્રતિપાદક અર્થકૌટિલ્યાદિ શાસ્ત્રોની રચના જોવા મળે છે. તેમ જિનશાસનમાં આચાર્ય હરિભદ્રસૂરિજી મહારાજે ધર્મબિંદુ ગ્રંથમાં પણ અર્થપ્રાપ્તિના ઉપાયો બતાવેલા છે. તેઓએ કહ્યું છે કે જેના દ્વારા અન્ય કોઇ જીવને દુઃખ ન પહોંચે અને જે નીતિથી શુદ્ધ હોય તેવો વ્યાપાર કરવો જોઇએ. કારણ કે નીતિથી આવેલું ધન સુખ આપે છે. अत्थसत्थकुसल - अर्थशास्त्रकुशल (त्रि.) (નીતિશાસ્ત્રોમાં કુશળ) ધનપ્રાપ્તિ માટે કયો માર્ગ યોગ્ય છે, કયો અયોગ્ય છે, ફાયદાકારક શું છે, નુકશાનકારક શું છે, કયા કાળે કેવા માલનો સંગ્રહ કરવો, કેવા માલનો સંગ્રહ ન કરવો, આવેલી તકને કેવી રીતે સાધવી વગેરે બાબતોનુ જેને સુપેરે જ્ઞાન છે તેને જ અર્થશાસ્ત્રકુશળ કહેલો છે. આજે તો અર્થશાસ્ત્રમાં કુશળ કહેવડાવીને વ્યક્તિ સામેનાનું કરી નાખવામાં કુશળતા ધરાવે છે. WHIR - મર્થસાર (કું.) (રોકડ દ્રવ્ય, સારભૂત દ્રવ્ય 2. તત્ત્વનો સાર) આ જગતમાં રહેલા તમામ દ્રવ્યોમાં બે પાસા રહેલા છે 1. સારા અને 2. અસાર. પ્રત્યેક પદાર્થમાં સારપ અને અસારતા સમાયેલી છે. જેનાથી જીવની ઉન્નતિ થાય, આત્માને પરમાનંદની પ્રાપ્તિ થાય તે સાર છે અને જેનાથી ભવોની પરંપરાના હેતુભૂત તૃષ્ણાની અભિવૃદ્ધિ થાય તે અસારતા છે. સ્થિસિદ્ધ - અર્થસિદ્ધ (કું.) (ધન જેના માટે અસાધારણપણે છે તે 2. અત્યંત ધનવાન 3. જંબુદ્વીપના ઐરાવતક્ષેત્રમાં થનાર પાંચમા તીર્થંકર 4. પક્ષના દશમાં દિવસનું નામ) માસુ - અર્થશૂન્ય () (અર્થશૂન્ય, અર્થવગરનું, નિરર્થક) વિવિધ કાવ્યો, ચરિત્રો કે આગમાદિક શાસ્ત્રોમાં એવા ઘણા બધા શબ્દો જોવા મળે છે કે જે શબ્દનો કોઇ અર્થ જ હોતો નથી. છતાં પણ ગ્રંથકારો તેનો પ્રયોગ વાક્યાલંકાર તરીકે કે પછી પ્રાસાનુસંધાન માટે કરતા હોય છે. આવા શબ્દોને અર્થશૂન્ય કહેવાય છે. - મા (સ્ત્રી.) (સ્વદર્શન પ્રત્યે બહુમાન, શ્રદ્ધા, આસ્થા) જીવાભિગમસૂત્રના પ્રથમ અધિકારમાં આસ્થાની વ્યાખ્યા કરતાં લખ્યું છે કે, “અપક્ષા મિર્દો તીર્થે વહુમાનત્વે' અર્થાત અહંત તીર્થકર ભગવંતોએ સ્થાપેલા જિનદર્શન પ્રત્યે હૃદયમાં બહુમાન હોવું તે આસ્થા છે. જ્ઞાનના અભાવમાં મોક્ષ અટકતો નથી પરંતુ, શ્રદ્ધાના અભાવમાં તો સગતિ પણ અટકી પડે છે. માથા - સ્થાન (જ.) (જે કોઈ વાક્ય કે પ્રસંગનો વિષય ન બને તે, ચાલુ ચર્ચાદિમાં જે અયોગ્ય હોય તે) 393