SearchBrowseAboutContactDonate
Page Preview
Page 440
Loading...
Download File
Download File
Page Text
________________ કહેવાય છે. अत्थावत्तिदोस - अर्थापत्तिदोष (पं.) (એક પ્રકારનો સૂત્રદોષ, જેમાં અથપત્તિથી અનિષ્ટ આવી પડે ત્યાં લાગતો સૂત્રદોષ) જે સ્થાને સુત્રનો નિર્દેશ કરતાં અનિષ્ટપણાની પ્રાપ્તિ થાય તે અથપત્તિદોષ છે. જેમ કે બ્રાહ્મણોને હણવા નહીં એમ કહેતા બ્રાહ્મણ સિવાયના ક્ષત્રિયો વગેરેને મારવા એવી અથપત્તિ નીકળે છે જે અનિષ્ટ છે. આથી સૂત્રકારે સુત્રરચનામાં આવા અર્થોપત્તિદોષને ટાળવો જોઈએ. મદ - સતાધ (થ) (ત્રિ.) (અગાધ, ઘણું ઊંડું 2. ભરતક્ષેત્રની અતીતચોવીસીમાં થયેલા એક તીર્થકર) અગાધ શબ્દને વ્યવહારિક અને સૈદ્ધાંતિક એમ બે વ્યાખ્યા કરવામાં આવે છે. જે સ્થાનમાં સંપૂર્ણ નાક ડુબી જાય તેટલું પાણી હોય તે અગાધ છે. કેમ કે ત્યાં તેનું તળિયું પણ મળતું નથી. જેમ કે સમુદ્ર, ઝીલ, મોટા તળાવો વગેરે. જ્યારે સૈદ્ધાંતિક વ્યાખ્યા કરતાં કહ્યું છે કે, જેમ સમુદ્રનું તળ અગાધ હોય છે તેમ જિનશાસનના ઐદંપર્યાર્થના જાણકાર આચાર્ય ભગવંતના ચિત્તના આશયો પણ તેવા જ ગંભીર હોય. તેમના પર સુખ કે દુઃખની કોઈ લાગણીઓ અસર કરતી નથી હોતી. અત્યાદિકામ - ધામ (કું.) (કહેવાતા પદાર્થનું જ્ઞાન, કથ્ય પદાર્થનું જ્ઞાન) अस्थाहिगार - अर्थाधिकार (पु.) (પ્રકરણાદિનો અભિધેય વિષય, ઉપક્રમનો એક ભેદ) અનુયોગદ્વારસૂત્રમાં અર્થાધિકારની વ્યાખ્યા કરતાં કહ્યું છે કે, પ્રસ્તુત પ્રકરણાદિ ગ્રંથમાં કહેવા યોગ્ય વિષયનું નિરૂપણ કે ઉલ્લેખ કરવો તે અર્થાધિકાર છે. ઉપક્રમના પાંચ પ્રકારમાં એક પ્રકાર અર્થાધિકારનો કહેલો છે. ત્યિ - ગતિ (વ્ય.) (વસ્તુની વિદ્યમાનતાનો સૂચક એક અવ્યય) સ્થિ () - ઇન (ત્રિ.) (ધનિક, શ્રીમંત 2. યાચક, માગનાર 3. સૂત્ર અને અર્થને જાણનાર ગુરુ 4. ચાહકો એક સુભાષિતમાં કહેવું છે કે, આ જગતમાં વજનમાં સહુથી હલકું રૂછે. પરંતુ આવા હલકા રૂ કરતા પણ વધારે હલકું જો કોઈ હોય તો તે યાચક છે. કેમ કે રૂ તો પોતાના વજનના કારણે હલકે છે જયારે માગનાર પોતાના આત્મસન્માન અને લોકલજ્જાની અપેક્ષાએ આત્મગૌરવથી રહિતપણે હલકો છે. મલ્થિ - શિવ (ઈ.) (બહુબીજવાળું વૃક્ષવિશેષ કે તેનું ફળ) ૪ઇન (ત્રિ.) (ધનવાન 2. યાચક, માગણ) #તિક્ર (કું.) (જીવ-અજીવાદિ તત્ત્વોને માનનાર, ચાર્વાકાદિથી ભિન્નદર્શન સ્વીકારનાર, આસ્તિક) ધર્મસંગ્રહમાં કહ્યું છે કે, ‘તીનરશ્રવણેનિન તત્ત્વવિષયે નિરાશ્રિાવક્ષપ્રતિપત્તિમતિઃ' અર્થાતુ અન્ય ધર્મશાસ્ત્રોની યુક્તિપ્રયુક્તિઓ સાંભળવા છતાં પણ જિનેશ્વર પરમાત્માએ કહેલા તત્ત્વોના વિષયમાં નિઃસંદેહપણે સ્વીકૃતિવાળી જેની મતિ હોય તે આસ્તિક છે. આસ્તિક જીવના મનમાં દઢપણે એ વાત ઘર કરી ગયેલી હોય કે સર્વજ્ઞ ભગવંતે જે કહ્યું છે તે જ સાચું છે. જો મને નથી સમજાતું તો તે મારી બુદ્ધિની અલ્પતાનો દોષ છે પણ જિનેશ્વરદેવના તત્ત્વમાં કોઇ ક્ષતિ હોઇ જ ના શકે. अस्थिकाय - अस्तिकाय (पुं.) (અવયવી દ્રવ્યો-ધમસ્તિકાયાદિ પાંચ દ્રવ્યો, કાળ સિવાયના પાંચ દ્રવ્યો) 399
SR No.033106
Book TitleAbhidhan Rajendra Kosh Part 01 Shabdarth Vivechan - Shabdona Shikhar
Original Sutra AuthorN/A
AuthorRajendrasuri, Vaibhavratnavijay
PublisherRaj Rajendra Prakashan Trust
Publication Year2011
Total Pages700
LanguageGujarati
ClassificationBook_Gujarati & Dictionary
File Size
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy