________________ ત્યારે ગુરુ તેમને દ્રવ્ય, ગુણ અને પયય કરીને અનુમતિ આપવા માટે સ્વયં આસન પરથી ઊભા થઇને તેઓને અનુજ્ઞા આપવારૂપ કહે છે કે, જે રીતે તમને શાસનું અધ્યન કરાવ્યું અને શિખવાડ્યું તે પ્રમાણે તમે પણ કરશો. એમ કહીને તેમના મસ્તકે સુરિમંત્રથી અભિમંત્રિત વાસક્ષેપ કરે છે. મનાત (3) - અનુયાત (fa.) (અનુગત, સદેશ, 2. સંપત્તિ અને ગુણથી પિતા સમાન થાય તે પુત્ર 3. પાછળથી જન્મેલું) જિનશાસનની ધુરાને વહન કરનારા આચાર્ય ભગવંતોને શાસ્ત્રકારોએ ચતુર વ્યાપારી સમાન કહેલા છે. જેવી રીતે વેપારી નફાનુકશાનને વિચારીને પોતાના ધંધાને વધારે છે તેમ ગીતાર્થ આચાર્યો પણ ઉત્સર્ગ અપવાદ માર્ગોને વિચારીને શાસનના હિતાહિતને ધ્યાનમાં રાખીને અપૂર્વકોટીની શાસન પ્રભાવના દ્વારા જિનધર્મનો જગતમાં ફેલાવો કરતા હોય છે. અણુનુત્તિ - મનુજી (સ્ત્રી.) (અનુકૂળ યુક્તિ-તર્ક, યુક્તિપૂર્વક હેતુગર્ભિત દેન્ત, તર્કસંગત દૃષ્ટાન્ત) આચારાંગસૂત્રમાં કહેલું છે કે, કોઈ જીવ એવો છે કે જેને હાથ-પગ, આંખો, જીભ નથી. તેવા જીવને કોઈ ભાલાની અણી મારે તો તેને વેદના થવા છતાં ઇન્દ્રિયોની વિકલતાના કારણે કોઈને કહી શકતો નથી. તેવી રીતે ત્રાસ પામતા વનસ્પતિ આદિ સ્થાવર જીવોને વેદના થવા છતાં પણ ઇન્દ્રિય વિકલતાના કારણે બોલી શકતા નથી. આવા યુક્તિસંગત તર્કવાળા દષ્ટાંતોથી પરમાત્માએ હિતોપદેશ આપ્યો છે. જે કોઇથી પણ છેદી શકાય તેમ નથી. આ તર્કસંગત વાતનો કોઈ વિરોધ કરી શકે નહીં. ગgટ્ટ - મનુજોક (ત્રિ.). (સૌથી મોટા પછી ત્રીજા નંબરે જે હોય તે, મોટાથી ઊતરતા ક્રમે હોય તે) ૩ળયા - ઝનૂતા (સ્ત્રી) (ઉદેશ્યતારૂપે વિષયતા વિશેષ, લક્ષ્યતા) જેને પોતાનો ઉદ્દેશ્ય સ્પષ્ટ છે. પોતાને શું મેળવવું છે તેની ખબર છે તેવા પ્રાજ્ઞ પુરુષને પોતાનું લક્ષ્ય જલદી મળી જાય છે. પરંતુ જેને લક્ષ્યની ખબર જ નથી. પોતે જે કાર્ય કરી રહ્યો છે તેનો કોઇ ઉદેશ્ય નથી તેવા જીવો અભવ્ય જીવની જેમ આ સંસારમાં આમથી તેમ કૂટાયા જ કરે છે. પછી તે વ્યવહારિક જગત હોય કે આધ્યાત્મિક દુનિયા હોય. अणुज्जियत्त - अनूर्जितत्व (न.) (નિર્બળતા, બળરહિતપણું) યાદ રાખજો ! પૈસા-ટકાથી, સત્તાની રૂએ કે પછી શારીરિક રીતે બળીયા છો તેથી દુર્બળ-અનાથ જીવો પર સેફ જમાવવામાં કોઇ શરવીરતા નથી. ખરી શુરવીરતા તો તમારા આત્માને અનંતકાળથી કનડી રહેલા કમને હરાવવામાં છે. જેણે મહાબલી કમને પરાસ્ત કર્યા છે તે જ વીર કહેવાય છે. બાકીના તો માત્ર નામના જ શૂરવીર છે. અણુનુય - મનુનુ (કિ.) (અસરલ, વક્ર, કપટી) આપણે વર્ષોથી વ્યાખ્યાનોમાં સાંભળીએ છીએ કે, ભગવાન મહાવીર સ્વામીના શાસનના જીવો જડ અને વક્ર હોય છે. એટલે આપણે પોતાને જડ અને વક્રતાના અધિકારી માની બેઠા છીએ. મનમાં વક્રતાનું સર્ટીફિકેટ ધરીને બોલીએ છીએ કે, અરે ભાઇ! શાસ્ત્રોએ જ કહ્યું છે કે આ કાળના જીવો આવા જ હોય. આવા કુતર્કો કરાનારાઓ સમજી રાખજો કે ભલે શાસનના જીવો જડને વક્ર હોય, પરંતુ શાસનનું સંચાલન અને મોક્ષની પ્રાપ્તિ તો વક્રતા વગરના એટલે ઋજુ અને પ્રાજ્ઞ જીવો જ કરી શકે છે. ચણા - અનુધ્યાન (જ.) (ચિંતન, વિચાર) જૈનેતર દર્શનમાં થયેલા ઋષિ વકલચીરિને કેવલજ્ઞાનની પ્રાપ્તિ શુભ ધ્યાને ચઢવાથી થઇ. પ્રસન્નચંદ્ર રાજર્ષિને નરકના દુઃખોથી ઉગારીને મોક્ષના શિખર પર બિરાજમાન કરનાર પણ તેમના આત્મિક શુદ્ધ વિચારો જ હતા, તેઓ જ માત્ર નહીં પરંતુ અત્યાર સુધી જેટલા પણ આત્માઓ મોક્ષમાં ગયા છે તે, માત્રને માત્ર શુભ ભાવોને કારણે. આનાથી સ્પષ્ટ થાય છે કે મોક્ષની સીડીનું પ્રથમ 307