________________ પગથિયું શુભ વિચારોથી શરૂ થાય છે. મgફાવિ -- મનુધ્યાય (વ્ય.) (ચિંતવીને, વિચારીને) ઘરમાં આગ લાગી હોય, તેને બૂઝાવવાનો કોઈ રસ્તો જ ન હોય, તે સમયે જેટલું બચાવાય તેટલું બચાવીને બહાર નીકળે તે સાચો બુદ્ધિશાળી છે. પરંતુ એમ વિચારીને બેઠો રહે કે, હવે આગ લાગી જ છે તો બળે છે એટલું બળવા દો. એવાને લોકો મૂર્ખ જ કહેશે. તેમ જ્ઞાની ભગવંતો કહે છે, પાપપ્રચુર સંસારમાં બને તો સંપૂર્ણ ધર્મનું પાલન કરવું જોઇએ, જો શક્ય ન હોય તો જેટલો બની શકે તેટલો ધર્મ તો આચરવો જ જોઈએ. તેમાં કોઇ શરમની વાત નથી, જ્ઞાનીઓએ તો તેને જ પંડિત કહ્યો છે. મકાઇ - અનુષ્ઠાન (1.) (આચાર, ક્રિયાકલાપ, ચૈત્યવંદનાદિ અનુષ્ઠાન 2. કાળ સંબદ્ધ અધ્યયનાદિ) અનુષ્ઠાન માટે અષ્ટક પ્રકરણાદિ શાસ્ત્રોમાં કહેવું છે કે, જે તત્ત્વસંવેદનાથી ઉત્પન્ન થયેલું આન્તર્વિવેકયુક્ત હોય, શાન્ત અને દાન્ત ગુણોવાળુ હોવાથી ચંચળતાદિ વિપ્લવોથી રહિત હોય, ઉત્તરોત્તર પરંપરાએ સાનુબંધ શુભપરિણામવાળું અને ચૈત્યવંદન આદિ બાહ્ય ચેષ્ટાવાળું અનુષ્ઠાન હોય તે જ જિનાજ્ઞાનુસારી અનુષ્ઠાન સમજવું. સક્રિય - અનુકિત (ત્રિ.). (આચરિત, સેવિત, વિધિથી સંપાદિત) લોકોને દેખાડવા માટે કે અન્ય માન-પાનાદિક મેળવવા માટે કરાયેલી ધર્મક્રિયા એટલે સમજી લો કે ગર્દભ દ્વારા વહન કરાતા ચંદનના ભારની જેમ શારીરિક શ્રમરૂપ જ થાય છે. જ્યારે હૃદયના ઉછળતાં ભાવોથી સારી રીતે આચરેલું નાનું સરખું ધર્માનુષ્ઠાન પણ જીવને તારનારું બને છે. માટે ધર્મની બધી જ ક્રિયાઓ આત્મસાક્ષીએ શુદ્ધભાવે કરવાની કહેલી છે. *મતિ (ત્રિ.) (દ્રવ્યથી બેઠેલો, ઊઠેલો નહિ, તૈયાર નહીં ૨.ભાવથી જ્ઞાન, દર્શન અને ચારિત્રના ઉદ્યોગથી રહિત) અનર્થદંડવાળી પ્રવૃત્તિઓને જ કેન્દ્રવર્તી બનાવીને તેમાં જ જીવ રચ્યોપચ્યો રહ્યો છે. અનાદિકાળથી ચાલતી આ પ્રવૃત્તિઓ પછી પણ જીવનો વિસ્તાર થયો નથી. કારણ કે યથાર્થ જ્ઞાન, દર્શન અને ચારિત્રથી યુક્ત સારભૂત સત્કર્મો વિશે તેની દૃષ્ટિ ગયેલી નથી. અviત - મનુનવત્ (a.) (પોતાના અભિપ્રાયથી ધીરે ધીરે જણાવતો-સમજાવતો) મૂર્ખ માણસો જ્યારે ને ત્યારે કોઈ ન પૂછે તો પણ વગર વિચાર્યે પોતાની માન્યતા જણાવતા રહે છે અને સુજ્ઞ પુરુષો કોઈ પૂછે ત્યારે જ આગળ પાછળની દરેક બાબતોનો વિચાર કરીને પોતાનો અભિપ્રાય શનૈઃ શનૈઃ જણાવતા હોય છે. મgUI3 ( ) - અનુનાવિન (2) (પડઘો ઊઠે એવી રીતે બોલનાર, પ્રતિધ્વનિ ઊઠે એવું બોલનાર) જે શબ્દ બોલ્યા પછી તેના પ્રતિઘોષ પડે તેને કહેવાય છે અનુનાદિ તીર્થકર ભગવાનની વાણી 35 અતિશયયુક્ત હોય છે. આ પાંત્રીસ અતિશયોમાં અનુનાદિ પણ એક અતિશય છે. જેના કારણે સમવસરણમાં પરમાત્માના વચનો ગુંજતા રહે છે. મા - અનુનાવિત (.) (પડઘો ઊઠે તેવો અવાજ, સત્યવચનના 35 અતિશયોમાંનો એક) સગુણાય - અનુના (ઈ.) (પ્રતિધ્વનિ, પ્રતિશબ્દ) મનુષ્યમાત્રને અન્ય વ્યક્તિઓ તરફથી સહયોગની અપેક્ષા હોય છે. તે હંમેશાં વિચારે છે કે, કોઈ તરફથી કોઈપણ પ્રકારની તકલીફો ન પડે. જ્યારે વિશેષ કરીને બને છે ઉલટું. તેનું કારણ છે કે, તે પોતે બીજાનો સહયોગ મળે તદનુસાર આચરણ કરતો નથી. ખુદ-પોતે તો સુખ ઈચ્છે છે, પરંતુ અન્યોને દુઃખ જ આપે છે. સમજવા જેવી વાત છે કે જેવું વાવશું તેવું જ ફળ પ્રાપ્ત થશે. 308