________________ એવદ્ - અનુષ્યશબ્દ (કું.) (મોટેથી નહીં બોલાયેલો શબ્દ, ઊંચા શબ્દ-સ્વર વિનાનો અસંયુક્તાક્ષરવાળો શબ્દ) ચૈત્યવંદન ભાષ્યમાં જિનાલય સંબંધી પાળવાના નિયમોનું કથન કરવામાં આવ્યું છે. તેમાં દ્રવ્યપૂજા પૂર્ણ થયા બાદ ભાવપૂજાના સમયે ચૈત્યવંદન કેવી રીતે કરવું જોઇએ તેના પ્રકારોમાં એક પ્રકાર બતાવ્યો છે કે પરમાત્માની સ્તવના અતિ ઉંચા સ્વરે કે અત્યંત ધીમા સ્વરે કરવી જોઈએ નહિ. પરંતુ માત્ર પોતે અને વધુમાં બાજુવાળો સ્મલના ન પામે તે પ્રમાણે સ્પષ્ટ ઉચ્ચારણવાળી સ્તુતિ કે સ્તવન બોલવા જોઇએ. अणुच्चाकुइय - अनुच्चाकुचिक (पुं.) (ગુરુની અપેક્ષાએ પોતાનું આસન કે શવ્યા ઊંચી અને ચલાયમાન નથી તે, નીચી અને સ્થિર શય્યાવાળો) ગુરુભગવંત કરતાં શિષ્યનું આસન અને શવ્યા ઊંચા અને ચલાયમાન હોવા જોઈએ નહિ. કારણ કે ગુરુ કરતાં ઊંચું આસન હોય. તો ગુરુની આશાતનાનો દોષ લાગે છે અને ચલાયમાન હોય તો જીવહિંસા થવાનો સંભવ છે આથી આસન કે શવ્યા પ્રમાણસર અને સ્થિર હોવા જોઇએ એમ કલ્પસૂત્રની સામાચારી અધ્યયનમાં જણાવાયેલું છે. જુનાડુ () - અનુયાયન (પુ.) (અનુયાયી, સેવક, નોકર) સર્વે જૈનેતર ધર્મ-દર્શનોમાં એકસમાન વસ્તુ એ છે કે, પૂજક ઘણા બધા હોઈ શકે, પરંતુ પૂજ્ય તો માત્ર એક જ હોઈ શકે. તેમના મતે પૂજક ક્યારેય પણ સ્વયં પૂજય એટલે ભગવાન બની શકતો નથી. એકમાત્ર જૈનધર્મ જ એવો છે કે તેમાં સેવક પોતે આગળ જતાં માલિક બને છે. અર્થાત્ જે પણ સાધક સેવક બનીને વીતરાગ પ્રભુની ઉપાસના કરે છે તે સ્વયં વીતરાગ-પ્રભુ બને છે. અનુગા - અનુવાન (.) (રથયાત્રા 2. પાછળ પાછળ જવું તે) સમ્યત્વના કુલ આઠ પ્રકાર બતાવવામાં આવેલા છે, તેમાંનો એક પ્રકાર છે શાસન પ્રભાવના. સ્વયંના સમ્યત્વની રક્ષા માટે અને અન્ય જીવો પણ જિનશાસનની અર્થાત સમ્યક્તની પ્રાપ્તિ કરે તે માટે શાસન પ્રભાવના કરવાનું શાસ્ત્રીય વિધાન છે. તેના માટે સંઘમાં મહોત્સવો, રથયાત્રાઓ આદિનું આયોજન કરવું જોઇએ. જેથી પોતાનું સમ્પર્વ નિર્મળ થાય છે અને રથયાત્રાદિ મહોત્સવ જોઇને અન્યધર્મી લોકોના મનમાં શાસન પ્રત્યે અહોભાવ જાગી જાય તો સમ્યત્ત્વનું બીજાધાન થાય. अणुजाणण - अनुज्ञापन (न.) (અનુમોદન, અનુમતિ, સમ્મતિ) જિનશાસનમાં આત્મહિત અને પરહિત એમ બન્ને પ્રકારના હિતમાં વધુ મહત્ત્વ આત્મહિતને આપેલું છે. જે પ્રવૃત્તિ દ્વારા લોકોનું કલ્યાણ થતું હોય. પરંતુ આત્મહિત જોખમાતું હોય તો તેવી પ્રવૃત્તિની અનુમતિ ભગવંતે આપેલી નથી. કેમ કે આત્મહિત વિનાની પરહિત પ્રવૃત્તિ છેવટે નિષ્ફળ છે. अणुजाणावणा - अनुज्ञापना (स्त्री.) (હુદી લેવી, રજા અપાવવી) अणुजाणाहिगार - अनुयानाधिकार (पु.) (૨થની પાછળ જવા વડે બનતો પ્રતિષ્ઠાધિકાર) જિનશાસનની પ્રભાવના હેતુ યોજવામાં આવતી રથયાત્રાના ક્રમમાં સહુથી આગળ જલની ધાર કરનાર ધારાવાડી ચાલે. ત્યારબાદ જિનેશ્વર પરમાત્માનો રથ ચાલે અને તેની પાછળ સમસ્ત ચતુર્વિધ સંઘ ચાલતો હોય છે. અંતમાં સૌથી પાછળ અનુકંપા દાન કરનારા મુક્તમને દાનપ્રવાહ ચલાવતા હોય એવું જિનાજ્ઞામય શાસ્ત્રીય વિધાન છે. ગુનાજિત્ત - મનુજ્ઞાસુમ (મ.) (અનુજ્ઞા આપવા માટે, અનુમતિ આપવા માટે). આચાર્ય પદવીના સમયે શિષ્ય ગુરુને વંદન કરીને તેમની પાસે શિષ્યો બનાવવાની, સંઘ-સમુદાય ચલાવવાની અનુમતિ માગે છે 306