________________ સૂત્ર અને અર્થનું પઠન કરનાર શ્રમણ અને શ્રાવકે તે અભ્યસ્ત સૂત્રાર્થનું વિસ્મરણ ન થઈ જાય તે માટે પ્રતિદિન તેનું ચિંતન મનન અને પર્યાલોચન કરવું જોઇએ. જે સ્ત્રાર્થનું દરરોજ ચિંતન થાય છે તે અસ્થિમજ્જાવત ચિત્તમાં સ્થિરતાને પામે છે. અન્યથા તે વિદ્યા નષ્ટ થાય છે. લોકોક્તિ પણ કહે છે કે, “ગરથ ગાંઠે ને વિદ્યા પાઠે એટલે ધન ગજવામાં ને વિદ્યા મુખકંઠે હોય તો જ કામની. મuja૩UT - અનુયુત્વા ( વ્ય.) (મરણ પામીને, અવીને, એક જન્મથી બીજા જન્મમાં જઈને) પુરાવે - અનુગ્રીવત્ (ત્રિ) (જેણે અનુષ્ઠાન કર્યું છે તે) શિષ્ટપુરુષો દ્વારા વિહિત અને સ્વયં આચરિત અનુષ્ઠાનો જ સદનુષ્ઠાન બને છે. જે સ્વાત્મહિતેચ્છુઓ છે તેણે તેવા સદનુષ્ઠાનોનું જ આચરણ કરવું જોઈએ. કેમ કે શાસ્ત્રો પણ સાક્ષી પૂરે છે કે, જેમણે સદનુષ્ઠાનોનું આચરણ કર્યું છે તેઓ જ સુખના ભોક્તા બન્યા છે. મરિય - અનુચિત (ત્રિ.) (અનુચિત, અયોગ્ય, અઘટિત). 1444 ગ્રંથના રચયિતા યાકિની મહત્તા ધર્મસૂનુ આચાર્ય શ્રીહરિભદ્રસૂરીશ્વરજીએ ષોડશક ગ્રંથમાં ઔચિત્યપાલનની વ્યાખ્યા કરતાં લખ્યું છે કે, સર્વસ્થાનેવું વર્તપ્રવૃત્તિઃ' અર્થાત્ જે સ્થાને જે ઉચિત હોય તદનુસાર પ્રવૃત્તિ કરવી તેને ઔચિત્યપાલન કહે છે. પરંતુ અનુચિત સ્થાને પ્રવૃત્તિ કરવાથી ઔચિત્યનું પાલન નથી બનતું. જેમ ઘરમાં રસોઇ બનાવવાનો સમય હોય અને રસોઈ બનાવવાના સમયે શ્રીમતિજીઓ ટીવી જોવા બેસી જાય તો આને અનુચિતપ્રવૃત્તિ કહેવાય. મધુવીરૂ - અનુરિન્ય (માવ્ય.) (ચિંતવીને, વિચારીને) દશવૈકાલિકસૂત્રના સાતમા અધ્યયનમાં કહેલું છે કે જે પુરુષ હેયોપાદેય, હિતાહિતનો વિવેક કરીને સ્થાનાદિનો વિચાર કરીને બોલે છે. તે પંડિતજનોમાં પ્રશંસાને પામે છે. અન્યથા વિપરીત આચરણ કરનાર હાસ્યને પાત્ર બને છે. अणुचीइभासि (ण)- अनुविचिन्त्यभाषिन् (त्रि.) (વિચારીને બોલનાર, પર્યાલોચન કરીને બોલવાના સ્વભાવવાળો) દ્રૌપદીએ વિચાર્યા વિના દુર્યોધનને કહ્યું કે, “આંધળાના દીકરા આંધળા જ હોય' અને ઇતિહાસ પ્રસિદ્ધ અઢાર દિવસનું મહાભારતનું ખૂંખાર યુદ્ધ ખેલાયું. શૂપર્ણખાએ વિચાર્યા વિના પરસ્ત્રીત્યાગી રાવણ આગળ સીતાના રૂપનું વર્ણન કર્યું અને રાવણે સીતામાં આસક્તિ કરી પોતાના પ્રાણ ખોયા. માટે જ પરમોપકારી જ્ઞાનીઓ કહે છે કે, હંમેશાં વિચાર કરીને જ બોલવું જોઈએ. જે વિચારીને બોલે છે તે અપમાનિત થતો નથી અને આત્મઘાતાદિ વિઘ્નોથી યોજનો દૂર રહે છે. अणुच्चरिय - अनुच्चरित (त्रि.) (શબ્દ-અવાજ નહીં કરેલું, અનુક્ત, જેનું ઉચ્ચારણ થયું ન હોય તે) સુવિનીત શિષ્યોના અનેકવિધ ગુણો પૈકી એક ગુણ છે ઇંગિતજ્ઞ. તેનો અર્થ થાય છે જે ઇશારા કે વર્તન માત્રથી જ સામેવાળાના ભાવોને જાણનાર. અર્થાતુ ગુરુ દરેક વખતે બોલીને શબ્દ દ્વારા શિષ્યને જણાવે એ જરૂરી નથી. ઘણી વખત ગુરુભગવંતે જેનું ઉચ્ચારણ ન કર્યું હોય તેવા આદેશોને તેમના હાવભાવ અને વર્તનથી શિષ્ય સમજવાના હોય છે. જે શિષ્ય આવો ઇંગિતજ્ઞ હોય છે તે ગુરુના હૃદયમાં વાસ કરે છે. *મનુષ્યર્થ (વ્ય.) (નિંદ્ય હોઇ નહીં બોલવા યોગ્ય, નહીં બોલીને) સજ્જન પુરુષોએ જે ભાષા લોકવ્યવહારમાં અને શિષ્ટપુરુષોમાં નિંદાને પાત્ર હોય, જેને બોલવાથી હીલના, તિરસ્કાર અને ઘણાપાત્ર થવાય તેવા કુવચનો નહીં બોલવા જોઈએ કેમ કે તે નિંધ હોવાથી લોકમાં તેવું બોલવું અશોભનીય બને છે. આથી ન બોલવા યોગ્ય-અનુચ્ચારણીય ભાષાનો સર્વથા ત્યાગ કરવો જોઇએ. 305