SearchBrowseAboutContactDonate
Page Preview
Page 345
Loading...
Download File
Download File
Page Text
________________ થાય - અનુક્રત (પુ.) (લઘુ પ્રાયશ્ચિત્તનો જેમાં અભાવ છે તે, ગુરુ પ્રાયશ્ચિત્ત, આચાર પ્રકલ્પનો ભેદ) સિદ્ધસેનદિવાકરસૂરિ મહારાજે નવકારનું સંક્ષેપીકરણ કરીને નમોહંતુ સૂત્રની રચના કરી અને પોતાની નવી રચના જ્યારે ગુરુ ભગવંતને બતાવી ત્યારે વાદીદેવસૂરિજીએ કહ્યું, સિદ્ધસેન તું ભલે ગમે તેટલો વિદ્વાન હોય પરંતુ તારા ને મારા કરતાં કંઈ ગણા વધારે જ્ઞાની ગણધર ભગવંતો હતાં. શું તેમને તારા જેવી રચના કરતાં નહોતી આવડતી? છતાં પણ તેઓએ આવી ભૂલ કરી નથી અને તે' આ રીતનું અપકૃત્ય કરીને ઘોર અપરાધ કર્યો છે. ઇતિહાસ કહે છે કે, તેઓ અપૂર્વકોટીના વિદ્વાન હોવા છતાં ગુરુએ તેમના દોષને દૂર કરવા તેમને પારાંચિત નામક ગુરુપ્રાયશ્ચિત્ત આપ્યું. તેઓ બાર વર્ષ સુધી ગુપ્તવેષે રહ્યા અને વિક્રમ રાજાને પ્રતિબોધિત કર્યો ત્યારબાદ શુદ્ધિ કરીને પુનઃ પ્રકટપણે સાધુવેષે વિચરી શક્યા. કોટિ કોટિ વંદન શ્રીજિનધર્મને! અણુયાયણ - મનોહ્નાતિન (1) (કને દૂર કરવા તે, કર્મોનો નાશ કરવો તે) ખરો પંડિત તે છે કે જે ચારગતિવાળા સંસારમાં રખડાવવામાં મુખ્ય કારણભૂત એવા કર્મોને કુશલ અનુષ્ઠાન દ્વારા દૂર કરે છે. અર્થાત જે જીવ દુષ્ટ પરિણામોને આપનાર કર્મોને સર્વજ્ઞકથિત જ્ઞાન-દર્શન અને ચારિત્રના માધ્યમે નાશ કરે છે તે જ સાચો બુદ્ધિશાળી છે. બાકી બધા બુદ્ધિશાળીના નામે અજ્ઞાનીઓ જ છે. ૩yધાસંત - અનુપ્રાસન્ (કિ.) (જમાડતો, ખવડાવતો) ઉત્તરાધ્યયનસૂત્રના છત્રીસ અધ્યયનમાં એક નામનું અધ્યયન આવે છે. તે અધ્યયનના અંતે પરમાત્મા કહે છે કે, હે જીવ! જેમ કસાઈ બકરાને સારું સારું ખવડાવતો-પીવડાવતો તેની માવજત કરે છે. તે બધું તેને હલાલ કરવા પૂર્વેની પ્રક્રિયા છે. તેની સાર સંભાળ જોઈને ઓલી ગાયે જેમ દુઃખી થવું જોઈએ નહિ. તેમ કોઈ અધર્મીની સુખ સામગ્રી જોઇને ધર્મી જીવે દુઃખી થવું ન જોઈએ. કેમ કે તેના પૂર્વભવની કોઈ પુણ્યાઇએ ભલે તે સુખ ભોગવી રહ્યો હોય, આપણને એ કરમ કહાની ખ્યાલમાં ન આવે પરંતુ, તેના દુષ્ટ પરિણામોના કારણે બાંધેલા કર્મો તેને નરકની ઘોર વેદના જ આપવાના છે. એ નિશ્ચિત વાત જાણવી. 3ra () 4 - સુવર (ત્રિ.) (અનુસરણ કરનાર, પશ્ચાદ્ગામી 2. સેવા કરનાર 3. સહચર) અનુસરણ બે રીતે થાય છે. એક ગાડરીયા પ્રવાહની જેમ, બીજું વાછરડાની જેમ. ગાડરીયું એટલે ઘેટું. ઘેટું સ્વભાવે બુદ્ધિરહિત હોય છે. તે પોતાની આગળના ઘેટાને વગર બુદ્ધિએ અનુસરે છે. તેમાં પોતાની બુદ્ધિ ચલાવતું નથી. પછી ભલેને તે ખાડામાં પડે. જયારે વાછરડું માત્ર પોતાની માતાને અનુસરે છે. કેમ કે તેને ખબર છે કે મારી માતા ક્યારેય મારું અહિત નહીં કરે અને પોતાના ગંતવ્ય સ્થાને જ પહોંચાડશે. ગુરુને માતાની ઉપમા આપી છે, હવે વિચાર તમારે કરવાનો છે કે કોની જેમ અનુસરણ કરવું છે? મyવરિત્ત - અનુવર્ણ (નિ.) (આચરીને, સેવીને) ઝેરનું સેવન કરીને કોઇ અમર નથી બન્યું અને અમૃતનું પાન કરીને કોઈ મૃત્યુ નથી પામ્યું એ જેટલું સારું છે. ગોખી રાખો એટલું જ સાચું એ છે કે પાપને આચરીને આજ સુધી કોઇ સુખી નથી થયું અને ધર્મનું આચરીને આજ સુધી કોઈ દુઃખી નથી થયું. अणुचिंतण - अनुचिन्तन (न.) (સોચ, વિચાર, પર્યાલોચન કરવું તે) માત્ર ઐતિહાસિક પ્રસંગો અને પ્રેરક કથાઓ જ આપણને બોધ આપે છે એવું નથી. પરંતુ આપણી સાથે બનતા બનાવો અને ઘટનાઓ પણ આપણને અર્થસભર બોધ આપી જાય છે. મુખ્ય વાત એટલી જ છે કે, આપણે તે પ્રસંગોનું પર્યાલોચન કેવી રીતે કરીએ છીએ. જો સાચી દિશામાં પર્યાલોચન કરશું તો સત્યાર્થ જાણવા મળશે જ, અન્યથા બીજી આપત્તિઓ તો ઊભી જ છે. अणुचिंता - अनुचिन्ता (स्त्री.) વિચાર, અવિસ્મરણ હેતુ સૂત્રોનું પર્યાલોચન, ચિત્તનો 304
SR No.033106
Book TitleAbhidhan Rajendra Kosh Part 01 Shabdarth Vivechan - Shabdona Shikhar
Original Sutra AuthorN/A
AuthorRajendrasuri, Vaibhavratnavijay
PublisherRaj Rajendra Prakashan Trust
Publication Year2011
Total Pages700
LanguageGujarati
ClassificationBook_Gujarati & Dictionary
File Size
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy