________________ આજે પરમાત્માએ સ્વમુખે કહેલું સમ્યગુ જ્ઞાન આપણી પાસે હયાત છે. પશુ - મનુપુર (ત્રિ.) (ગુરુપરંપરા અનુસાર જે વિષયનો વ્યવહાર થાય તે, ગુરુપરંપરાએ આચરિત વ્યવહારાદિ) રુએ વ્યવહારને આચરેલો હોય તે વ્યવહારને તેના શિષ્યોએ પણ આચર્યો હોય અને તેમની પછીની શિષ્ય પરંપરાએ પણ તે જ વ્યવહારને આચર્યો હોય તેને અનુગુરુ વ્યવહાર કહેવામાં આવે છે. વર્તમાનમાં જે પંચમહાવ્રત અને શ્રાવકના બાર વ્રતોનું આચરણ છે તે પૂર્વપરંપરાએ આપણી પાસે આવેલું છે અને તે સદનુષ્ઠાન હોવાથી ભવ્યજીવો માટે આચરણીય છે. મધુમેહ - અનુદ(કું.) (જ્ઞાનાદિ ઉપકાર, મહેરબાની, કૃપા, દયા, આશીવદ) અનુગ્રહ એટલે ઉપકાર. સ્થાનાંગસૂત્ર નામક આગમમાં અનુગ્રહ ત્રણ પ્રકારે કહેલો છે. 1. આત્માનુગ્રહ 2. પરાનુગ્રહ અને 3. ઉભયાનુગ્રહ. શાસ્ત્રોનું અધ્યયન કરવું, ગુવજ્ઞાનું પાલન કરવું વગેરે આત્માનુગ્રહ છે. સર્વજ્ઞોક્ત પદાર્થોનું લોકહિત બુદ્ધિથી વ્યાખ્યાન કરવું તે પરાનુગ્રહ છે. તથા શાસ્ત્રના પદાર્થોની વાચના કરવી, નવા જીવોને પ્રવ્રયા આપી મોક્ષમાર્ગમાં જોડવા વગેરે ઉભયાનુગ્રહ છે. મUહિટ્ટ - મનુwહાઈ (પુ.) (ઉપકારરૂપ પ્રયોજન) કેવલીભાષિત પદાર્થોનું કથન સ્વ અને પરના ઉપકાર માટે હેતુભૂત બને છે. કારણ કે તે પદાર્થોના ઉપદેશમાં સ્વને નિર્મલબોધ થતો હોવાથી અને પરોપકાર દ્વારા વેદમોહનીયાદિ કર્મોનો ક્ષય થતો હોવાથી સ્વોપકાર થાય છે તેમ અન્ય જીવોને નિર્મલબોધ કરાવીને દ્વારા અને તદનુસાર તેનું આચરણ કરાવવા દ્વારા પરંપરાએ મોક્ષને પ્રાપ્ત કરાવનાર હોવાથી પરોપકાર થાય છે. અપાતા - ૩yહતા (સ્ત્રી.). (અનુગ્રહનો ભાવ, અનુગ્રહ કરવો તે) ઉપમિતિભવ પ્રપંચા કથાકારે પ્રથમ પ્રસ્તાવમાં લખ્યું છે કે, જીવ પોતાના કર્માનુસાર સુખ કે દુઃખને પ્રાપ્ત કરે છે તેમાં કોઇ બીજું કારણભૂત નથી. છતાં પણ પરમાત્માની ભક્તિ કરીને તેમનો અનુગ્રહ પ્રાપ્ત કરીને જીવ વિપુલ પુણ્યકર્મનો બંધ કરે છે. અને તેના દ્વારા પરભવમાં જિન ધર્મ અને પરંપરાએ મોક્ષને પ્રાપ્ત કરે છે. આથી જ મોટા મોટા રાજા મહારાજાઓ, વિદ્વર્ય સૂરિવર્યો પણ પરમાત્માનો અનુગ્રહ મેળવવા માટે સતત વાંછના કરતા હોય છે. अणुग्गहतापरिहार - अनुग्रहतापरिहार (पु.) (ઉપકાર બુદ્ધિએ દોષ વગેરેનો ઉદ્ધાર કરવો 2. ખોટાદિભંગરૂપ પરિહાર-પ્રાયશ્ચિત્તનો એક ભેદ) સાબુનો એ ગુણ છે કે કપડામાંથી મેલને દૂર કરીને તેમાં સ્વચ્છતા લાવે. તેમ આખા જગતમાં સર્વોત્કૃષ્ટ ઉપકારબુદ્ધિના ધણી એકમાત્ર તીર્થંકર પરમાત્મા છે. જે જીવો તેમના શરણે આવે છે તેમના દોષોને દૂર કરીને તેઓમાં ગુણોનું આધાન કરે છે. अणुग्याइम - अनुदातिम (न.) (ગુરુ પ્રાયશ્ચિત્તનો એક ભેદ 2. મોટા પ્રાયશ્ચિત્તને ભાગી સાધુ-સાધ્વી) શાસ્ત્રોમાં પ્રાયશ્ચિત્ત અનેક પ્રકારે આપેલા છે. નાનું પ્રાયશ્ચિત્ત કે જેમાં અમુક નાના પ્રકારનો તપ કરીને તે દોષોનું નિવારણ કરી શકાય છે. જ્યારે કેટલાક એવા દોષો છે કે જેનું નિવારણ નાના પ્રાયશ્ચિત્તથી થઇ શકતું નથી. તેના માટે ગુરુપ્રાયશ્ચિત્ત જ જોઇએ. અર્થાત મોટા તપાદિ કરીને શુદ્ધિ કરાય. આ ગુરુપ્રાયશ્ચિત્તને શાસ્ત્રીય ભાષામાં અનુદ્ધાતિમ પ્રાયશ્ચિત્ત કહેવાય છે. अणुग्घाइय - अनुद्धातिक (पु.) (ગુરુ-મોટા પ્રાયશ્ચિત્તને યોગ્ય જીવ, જેણે એવો દોષ સેવ્યો હોય કે આપવામાં આવતા પ્રાયશ્ચિત્તમાં ઘટાડો ન થઈ શકે તે). જે દોષનો ઉદ્ધાર નાના પ્રાયશ્ચિત્તથી ન થઇ શકે તેને અનુઘાતિક-ગુરુપ્રાયશ્ચિત્ત કહેવામાં આવે છે. જે શ્રમણ કે શ્રમણીથી જીવહિંસા, ઉત્સુત્રપ્રરૂપણાદિ મોટા દોષો સેવાઇ જાય, તેના માટે શાસ્ત્રમાં ગુરુપ્રાયશ્ચિત્તનું વિધાન કરવામાં આવેલું છે અને તે પ્રાયશ્ચિત્તનું આચરણ કર્યા વિના દોષોની શુદ્ધિ થઇ શકતી નથી. 303