SearchBrowseAboutContactDonate
Page Preview
Page 336
Loading...
Download File
Download File
Page Text
________________ શાસ્ત્રમાં કહેલ વિધિ પ્રમાણે વ્યાખ્યાન કરવાની, ગચ્છને સંભાળવાની, નવા શિષ્યો કરવાની તથા સ્વતંત્ર વિહાર કરવાની ઇત્યાદિ અનુજ્ઞા આપતા હોય છે. કેમ કે તેવા ગીતાર્થ સાધુત્વ અને પરનું હિત કરવામાં સમર્થ હોય છે. अणुओगतत्तिल्ल - अनुयोगतृप्त (त्रि.) (અનુયોગ ગ્રહણ કરવામાં એકચિત્ત) જિનાગમોમાં રહેલા સૂત્રોના અર્થો અતિ ગહન અને અત્યંત ગંભીર છે. જો તે સુત્રોના પઠન-પાઠનમાં એકાગ્રચિત્ત રાખવામાં ન આવે તો સૂત્રનો અર્થન સમજાય અથવા તેનો વિપરીત બોધ થાય તો ઉસૂત્રપ્રરૂપણાનો દોષ લાગે છે. આથી જેઓ સૂત્ર અને અર્થના અનુયોગોને ગ્રહણ કરવામાં એકચિત્ત હોય છે તેઓ જ શાસનના હાર્દને પામી શકે છે. अणुओगत्थ - अनुयोगार्थ (पु.) (વ્યાખ્યાનરૂપ અર્થ) શ્રમણ ભગવંતો શાસ્ત્રીય અનુયોગોને ભણવા માટે યોગોદ્ધહનની પ્રક્રિયા કરતા હોય છે. જે સાધુ યોગોદ્ધહન કરે તે જ શાસ્ત્રોના અર્થને મેળવી શકે છે. જ્યારે જેણે દીક્ષા નથી લીધી તેવા શ્રાવક-શ્રાવિકાઓ આગમોના સૂત્રો તથા અર્થો પ્રાપ્ત કરી નથી શકતા. તેઓ માત્ર આચાર્ય ભગવંત આદિ સાધુઓ વ્યાખ્યાનરૂપ અર્થ કરે છે ત્યારે તે અનુયોગના અર્થોને પ્રાપ્ત કરતા હોય છે. કાણુગોળવાથય - અનુયાવાચવા (5, શ્રી.). (સૂત્ર અને અર્થરૂપ અનુયોગને આપનાર સુધર્માસ્વામી વગેરે) ભવ્યજીવોને પરમ પાવન દીક્ષા આપીને ભવસમુદ્રથી તારનાર ગુરુદેવ મહાન ઉપકારી છે. તેવી રીતે તેઓ સમ્યજ્ઞાનાંજનથી મિથ્યાત્વના અંધકારને દૂર કરનારા હોઇ પરમોપકારી પણ છે. ભગવાન મહાવીરસ્વામીની પાટપરંપરામાં આવેલા સુધમસ્વિામી ગણધરથી લઇને વર્તમાન સમયમાં વિચરતા સર્વે સૂત્ર અને અર્થનું દાન કરનારા શ્રમણો અને શ્રમણીઓ અનુયોગદાયક છે. જ્ઞાનદીપકથી જિનશાસનને પ્રજ્વલિત રાખનારા તેઓને કોટીશ વંદના હોજો ! મોર -- ગુદાર (2) (વ્યાખ્યા કરવાના ઉપક્રમ, નિક્ષેપ, અનુગમ અને નય એ ચાર દ્વાર, અનુયોગના ચાર દ્વાર, વ્યાખ્યાની રીતિ) ત્રો સાથે અર્થોનું અનુસંધાન કરવું તેનું નામ અનુયોગ. આ અનુયોગ કરવા માટે શાસ્ત્રમાં ચોરદ્વાર બતાવવામાં આવેલા છે. જેવી રીતે કોઈપણ નગર પ્રવેશ કરવા માટે મુખ્ય ચાર દ્વાર હોય છે તેમ જિનાગમરૂપી નગરમાં પ્રવેશવા માટે ક્રમશઃ 1. ઉપક્રમ 2. નિક્ષેપ 3, અનુગમ અને 4. નય એમ ચાર દ્વારા બતાવવામાં આવેલા છે. अणुओगदारसमास - अनुयोगद्वारसमास (पुं.) (શ્રુતજ્ઞાનનો એક પ્રકાર, અનુયોગદ્વારના સમુદાયનું જ્ઞાન) ઘરના દરેક તાળા જુદી જુદી ચાવીઓથી ખૂલતા હોય છે. પરંતુ એક ચાવી એવી હોય છે કે જે દરેક તાળાને ખોલી શકે છે. તેને આપણે માસ્ટર-કી કહેતા હોઇએ છીએ. તેવી રીતે ગણધર ભગવંતોએ રચેલા અતિગહન અને અત્યંતગૂઢ દ્વાદશાંગીરૂપી તાળાને ખોલવામાં અનુયોગદ્વારના ઉપક્રમ, નિક્ષેપ, અનુગમ અને નયના સામુદાયિક જ્ઞાન માસ્ટર-કીનું કામ કરે છે. જેને આ ચારેય દ્વારનું સામુહિકજ્ઞાન છે તે જિનાગમોના મર્મને આસાનીથી પામી શકે છે. अणुओगधर - अनुयोगधर (.) (સૂત્ર અને અર્થને ધારણ કરનાર, અનુયોગી). નિશીથચર્ણિ આગમમાં સુત્ર અને અર્થને ધારણ કરનાર અનુયોગી શ્રમણના ગુણો જણાવતા કહ્યું છે કે અનુયોગને ધારણ કરનારો યોગી પોતાના કષાયો, ગારવો વગેરે દુર્ગુણોનો હ્રાસ કરતો હોય છે. તે શ્રમણ ક્યારેય પણ ઉત્સુત્ર પ્રરૂપણા કરતો નથી અને પ્રતિપળ પોતાના કર્મોની નિર્જરાને કરનાર હોય છે. अणुओगपर - अनुयोगपर (त्रि.) (અનુયોગ સિદ્ધાંતની વ્યાખ્યા કરવામાં તત્પર) જેવી રીતે વેપારી પોતાના દુકાનનો માલ ગ્રાહકને આપવા માટે સદા તત્પર રહેતો હોય છે. તેમ અનુયોગને ધરનાર શ્રમણ સ્વ
SR No.033106
Book TitleAbhidhan Rajendra Kosh Part 01 Shabdarth Vivechan - Shabdona Shikhar
Original Sutra AuthorN/A
AuthorRajendrasuri, Vaibhavratnavijay
PublisherRaj Rajendra Prakashan Trust
Publication Year2011
Total Pages700
LanguageGujarati
ClassificationBook_Gujarati & Dictionary
File Size
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy