________________ પરના હિત કાજે જિનેશ્વર પરમાત્મા દ્વારા કથિત અને ગણધરો દ્વારા રચિત સુત્રો તથા અર્થરૂપ અનુયોગની લોકસમક્ષ વ્યાખ્યા કરવા માટે સદૈવ તત્પર હોય છે. અર્થાત જિનશાસનના સમ્યજ્ઞાનનું દાન કરવા માટે તેઓ હંમેશાં ઉત્સાહી હોય છે. अणुओगाणुण्णा - अनुयोगानुज्ञा (स्त्री.) (આચાર્યપદે સ્થાપના, આચાર્યપદની અનુજ્ઞા) સૌ પ્રથમ દીક્ષિત સાધુને ગુરુ આગમશાસ્ત્રોના સૂત્ર અને અર્થનું જ્ઞાનદાન કરે છે. શાસ્ત્રોનો સંપૂર્ણ અભ્યાસ કરાવ્યા બાદ ગુરુ ભગવંતને લાગે કે આ શિષ્ય પૂર્ણ રીતે અનુયોગનો જ્ઞાતા છે અને અન્યને પણ અનુયોગ આપવા માટે લાયક છે. ત્યારે તેઓ શુભ તિથિ, નક્ષત્ર, દિવસ અને મુહૂર્તમાં શિષ્યને આચાર્યપદ આપીને શાસનધુરા ચલાવવા, નવા શિષ્યો બનાવવા તથા વ્યાખ્યાન આપવાની અનુજ્ઞા આપે છે. આ લોકોત્તર આચાર્યપદને અનુયોગાનુજ્ઞા પણ કહેવાય છે. મોનિ (T) - મનુયોનિ (.) (આચાર્ય 2. સૂત્રનું અવતરણ કરવા માટે પ્રશ્ન કરવામાં આવે તે, વ્યાખ્યાન-પ્રરૂપણા જ્યાં હોય તે) અનુયોગાચાર્ય ભગવંત ભવ્યજીવોના સંશયને ભેદવા માટે સદૈવ તત્પર રહેતા હોય છે. તેઓ વ્યાખ્યાન દ્વારા લોકોની તત્ત્વજિજ્ઞાસાને શાંત કરતા હોય છે. પ્રવચન આપતી વખતે તેઓ કોઈએ પ્રશ્ન ન કર્યો હોય તો પણ ક્યારેક સ્વયં પ્રશ્નને ઊભો કરે છે અને પછી પોતે જ તેનો જવાબ પણ આપતા હોય છે. જેમકે ચાર પ્રકારના ધર્મનું કથન કરવા માટે પહેલા પોતે જ પ્રશ્ન કરે કે ધર્મ કેટલા પ્રકારે છે? અને પછી પોતે જ તેનો જવાબ આપે કે ધર્મ ચાર પ્રકારે છે, એમ કહી પછી તેનું વ્યાખ્યાન કરે છે. अणुओगिय - अनुयोगिक (त्रि.) (પ્રવ્રજિત, દીક્ષિત 2. વ્યાખ્યાન આપનાર) ઉત્સુત્ર પ્રરૂપણાને ભયંકર મોટો દોષ ગણવામાં આવેલો છે. આથી જ કહેવામાં આવેલું છે કે વ્યાખ્યાન આપનાર વક્તા સુત્ર અને અર્થને સમ્યક પ્રકારે જાણનાર, ઉત્સર્ગ અને અપવાદ માર્ગનો જ્ઞાતા અને અન્યોના સંશયને છેદવામાં સમર્થ હોવો જોઇએ.આવા અનુયોગી વક્તામાં ક્યારેય પણ ઉત્સુત્ર પ્રરૂપણાનો દોષ સંભવતો નથી. સથરા - મપુરા (રુ.) (દ્વારિકા નગરીમાં રહેનાર અઈન્મિત્રની પત્ની) અનુપ - અનુL (2) (અનુરૂપ ક્રિયા-પ્રવૃત્તિ કરનાર) ભગવાન હરિભદ્રસૂરીશ્વરજી મહારાજે સ્વરચિત યોગના ગ્રંથોમાં યોગની પૂર્વસેવાના ભેદોનું વર્ણન કરેલું છે. તે પૂર્વસેવાના ભેદોમાંનો એક ભેદ છે અનુરૂપ પ્રવૃત્તિ. જે જીવને યોગમાર્ગમાં આગળ વધવું હોય કે જે વધી રહ્યો હોય તે જીવ દેશ, કાળ અને સંસ્કારને અનુરૂપ ઉચિત પ્રવૃત્તિ કરનારો હોય. તેનું વર્તન ક્યારેય પણ નિંદનીય કે લોકવિરુદ્ધ ન હોય. મનુષ્ય (a.) (અનુકંપાને યોગ્ય, દયાને યોગ્ય) જિનશાસનમાં અનુકંપાને સમકિતનું લક્ષણ કહ્યું છે તેમ તે અનુકંપાને યોગ્ય જીવો કેવા હોય તેનું સ્વરૂપ પણ જણાવ્યું છે. દારૂડિયો હોય તેની પાસે પૈસા ન હોય અને ભીખ માગતો હોય તો તેને પૈસા આપીને મદદ કરવી તે અનુકંપા નથી. પરંતુ જેઓ બાળ,વૃદ્ધ, અસહાય અને કોઇપણ રીતે જીવનયાપન માટે અસમર્થ છે તેવા જીવોને મદદ કરવી તેનું નામ અનુકંપા છે. अणुकंपण - अनुकम्पन (न.) (અનુકંપાને યોગ્ય દુઃખી અનાથ જીવોની અનુકંપા કરવી તે) સમ્યગ્દષ્ટિ આત્માના પાંચ લક્ષણોમાંનું એક લક્ષણ છે કે, જે જીવ સમ્યગ્દર્શનને વરેલો હોય તેનામાં અનુકંપા નામનો ગુણ અવશ્ય હોય જ. જે નિ:સહાય, અબોલ અને દુઃખી એવા અનુકંપાને યોગ્ય જીવો હોય તેની મદદ કરવા માટે સમકિતી આત્મા સદૈવ તત્પર રહેતો હોય છે. 196