SearchBrowseAboutContactDonate
Page Preview
Page 335
Loading...
Download File
Download File
Page Text
________________ કુદરતના નામે ઓળખે છે અને કહે પણ છે કે, કદરતની લાઠીમાં અવાજ નથી હોતો. પરંતુ તેનો માર દરેકને ભાનમાં લાવી દે છે. પુરૂઓ (રેશ-.) (ધા વિશેષ, ચણા) અgઇ - મનુ (ત્રિ.) (શરીરના સંસર્ગમાં આવેલું) જે આત્મહત્યાના પ્રયાસમાં નિષ્ફળ ગયેલો હોય, હોસ્પિટલમાં સારવાર પ્રાપ્ત કરીને મોતના મુખમાંથી પાછો આવેલો હોય, તેને જઈને પૂછી જોજો કે, આત્મહત્યાનો અનુભવ કેવો રહ્યો. શું ફરીવાર કરવો છે? ત્યારે તેના મુખમાંથી અરેરાટી નીકળી જશે અને ના પાડશે કે ભાઇસાબ હવે ફરી નહિ. તો પછી પૂર્વે અનંતીવાર દુષ્કર્મોના કારણે દુર્ગતિઓના દુઃખ ભોગવી ચૂકેલા જીવો ફરીથી એ જ માર્ગે કેવી રીતે ચાલી શકે છે? અહો આશ્ચર્યમ! માતર - ગવૃતિ (કું.) (કસમય, અનિયમિત સમય, અનિશ્ચિત કાળ) અભિગ્રહ અને શ્રમણ એ બન્ને એક બીજાના પર્યાય છે. કેમ કે સાધુ ક્યારેય પણ અભિગ્રહ વગરના ના હોઇ શકે. શાસ્ત્રોમાં કહેલું છે કે, શ્રમણજીવનને ટકાવી રાખવા માટે પણ સાધુએ અભિગ્રહને ધારણ કરવા જોઇએ. એવા ઘણા બધા ધન્ય પુરુષ મહાત્માઓ હોય છે જે કઠિનમાં કઠિન અભિગ્રહોને ધારણ કરતા હોય છે. જેમ કે બપોરનો જમવાનો સમય પતી ગયો હોય તેવા સમયે ભિક્ષા લેવી, અમુક પ્રકારનું દશ્ય હોય તો જ આહાર-પાણી લેવા વગેરે. अणुओइय - अनुयोजित (त्रि.) (પ્રવર્તાવેલું, ગોઠવેલું) પરમ પરહિતચિંતક જિનેશ્વર પરમાત્માએ પ્રવતવેલ જિનશાસનનો માર્ગ સર્વદા હિતકારી છે. જે જીવો સર્વજ્ઞના બતાવેલા માર્ગે ચાલે છે નિયમા તેમનું શુભ જ થાય છે. જે અલ્પમતિઓ પોતાના સ્વાર્થને લઈને ભોળા જીવોને ઉત્સુત્ર પ્રરૂપણા કરવા દ્વારા માર્ગથી ભ્રષ્ટ કરે છે તેઓ ઘોરાતિઘોર પાપકર્મોનો બંધ કરે છે. મમોજ - મg (1) યોગ (કું.) (સૂત્રનો અર્થની સાથે સંબંધ યોજવો તે, વ્યાખ્યા, વિવરણ, ટીકા 2. ચાર અનુયોગોમાંનો કોઇપણ એક 3. શ્રુતજ્ઞાનનો એક પ્રકાર) નાના સુત્રોનું મોટા અર્થની સાથે સંયોજન કરવું તે અનુયોગ છે. અર્થાત નાના સૂત્રમાં રહેલા ગંભીર અને વિશાળ અર્થોનું પ્રતિપાદન કરવું તે અનુયોગ કહેવાય છે. શ્રીવજસ્વામીની પાટપરંપરાએ આવેલા અને સાડા નવપૂર્વના સ્વામી શ્રી આર્યરક્ષિત મહારાજે ભવિષ્યમાં જીવોની અલ્પમતિ અને શાસ્ત્રોની રક્ષાના હેતુએ શ્રુતજ્ઞાનના ક્રમશઃ દ્રવ્યાનુયોગ, ગણિતાનુયોગ, ધર્મકથાનુયોગ અને ચરણકરણાનુયોગ એમ ચાર વિભાગ કર્યા હતા. આપણી પાસે આટલું શ્રુતજ્ઞાન રહ્યું છે તે આર્યરક્ષિત મહારાજની હિતબુદ્ધિને આભારી છે. अणुओगगअ - अनुयोगगत (पुं.) (દષ્ટિવાદ અંતર્ગત એક અધિકાર, દૃષ્ટિવાદસૂત્ર, બારમું અંગસૂત્ર 2. પ્રથમાનુયોગ અને ગંડિકાનુયોગ એમ બે પ્રકારના વ્યાખ્યાનવાળો-ગ્રંથ) સ્થાનાંગસૂત્રમાં કહેલું છે કે, તીર્થકર ભગવંતોના પૂર્વભવ વગેરે પ્રસંગોના પ્રતિપાદનરૂપ મૂલપ્રથમાનુયોગ તથા ભરત ચક્રવર્તીના વંશજોના મોક્ષગમન અને દેવલોકગમન આદિ વિષયોના કથનરૂપ ચંડિકાનુયોગ એમ બન્ને પ્રકારના અનુયોગમાં રહેલા પદાર્થોને અનુયોગગત કહેવાય છે. अणुओगगणाणुण्णा - अनुयोगगणानुज्ञा (स्त्री.) (વ્યાખ્યાન અને ગચ્છ એમ બન્ને પ્રકારની અનુમતિ) શાસ્ત્રાભ્યાસથી પરિકમિત થઇ છે બુદ્ધિ જેની તથા ઉત્સર્ગ અને અપવાદના જાણકાર એવા મહાશ્રમણને તેમના ગુરુ ભગવંત 294
SR No.033106
Book TitleAbhidhan Rajendra Kosh Part 01 Shabdarth Vivechan - Shabdona Shikhar
Original Sutra AuthorN/A
AuthorRajendrasuri, Vaibhavratnavijay
PublisherRaj Rajendra Prakashan Trust
Publication Year2011
Total Pages700
LanguageGujarati
ClassificationBook_Gujarati & Dictionary
File Size
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy