________________ એમ બે પ્રકાર હોય છે. દેવલોકમાં કિલ્બિષિક દેવોને નિમ્નકક્ષાના માનવામાં આવેલા છે. આથી તેઓના વિમાનો પણ મૂળ વિમાનોથી અલગ હોય છે. શાસ્ત્રમાં લખેલું છે કે, જેઓ કહલપ્રિય, અતિચંચળ, મોટે મોટેથી હાસ્ય કરનારા જીવો હોય છે તેઓ મરીને કિલ્બિષિક દેવની યોનિમાં ઉત્પન્ન થાય છે. મટ્ટ (રેશ) (ગયેલું, ચાલી ગયેલું) જેઓ ચાલી ગયેલી વસ્તુ માટે શોક કરે છે તેને શાસ્ત્રમાં મૂર્ખ કહેલા છે. કેમ કે આજ પર્યત એવી કોઈ વસ્તુ નથી જે એકવાર જતી રહી હોય તે પાછી આવી હોય. આવા પદાર્થો માટે જેઓ ઝંખના કરે છે તેઓ રણપ્રદેશમાં જળની આશા કરનાર સમાન છે. આ વાત સમજી રાખો, એકવખત ગયેલી વસ્તુ કે ક્ષણ ગમેતેટલી અણમોલ હોય તે પાછી આવતી નથી. મટ્ટT - અડ્ડન () (ચક્રાકારનું એક અસ્ત્ર 2. અનાદર 3. તે નામનો એક મલ્લ) ઉજૈનીના રાજાનો અટ્ટણમલ્લ નામનો મલ્લ હતો. તે કાયમ સોપારકનગરમાં જઇને ત્યાંના મલ્લોને હરાવીને રાજા પાસેથી ઇનામ મેળવતો હતો. એક વખત ત્યાંના રાજાએ તૈયાર કરેલા મસ્સીમલ્લ દ્વારા તે પરાજય પામ્યો અને પોતાના નગરમાં પાછો આવ્યો. પોતે વૃદ્ધ થયો હોવાથી ત્યાંના રાજા અને સ્વજનોએ પણ તેનો તિરસ્કાર કર્યો. આથી અટ્ટણમલ્લ સંસારની સ્વાર્થપરાયણતા જોઇને વૈરાગી થયો અને તેણે પ્રવ્રજ્યા ગ્રહણ કરી. અટક (ન.) (ગમન કરવું તે, જવું તે 2. વ્યાયામ કરવો તે, કસરત કરવી તે) મંત્રી પેથડશા જ્યારે રાજમાર્ગેથી પસાર થઇને રાજમહેલે જતા હતા તે સમયે રસ્તામાં મળતા લોકો તેમની કુશલતાની પૃચ્છા કરતા. હતા. ત્યારે પેથડશા મંત્રીના મુખમાં શબ્દો હતા કે, ભાઈ! તમે શરીરની કુશલતાની વાત કરો છો તે બરોબર છે પરંતુ મારું આયુષ્ય તો પ્રતિદિન ચાલી જઈ રહ્યું છે, ક્ષીણ થઇ રહ્યું છે. આવી પરિસ્થિતિમાં કુશલતા ક્યાંથી હોય? કટ્ટvસાની - અદૃનશાના (સ્ત્રી) (વ્યાયામશાળા, કસરત કરવાનો અખાડો). अट्टणियट्टियचित्त - आतनिवर्तितचित्त (त्रि.) (ક્લિષ્ટ અધ્યવસાયી, આર્તધ્યાનમાં રત છે ચિત્ત જેનું તે) ભગવતીસૂત્રના દ્વિતીય શતક અને પ્રથમ ઉદ્દેશામાં લખેલું છે કે, “માયટ્ટિયરિત્તા નવા ફુટ્ટારમુનિ અર્થાત, જેઓ સતત ક્લિષ્ટ અધ્યવસાયવાળા જીવો છે તેઓ હંમેશાં દુઃખસમુદ્રમાં ડૂબેલા રહે છે. તેમાંથી ક્યારેય પણ બહાર આવી શકતા નથી. માર્તનિર્વિવત્ત (ત્રિ.) (ક્લિષ્ટ પરિણામી, આર્તધ્યાનરત છે ચિત્ત જેનું તે) જે પરિણામ અશુભ કર્મનો બંધ કરાવે તેવા વિચારોને ક્લિષ્ટ પરિણામ કહેવામાં આવે છે. અને આવા વિચારો રાગદશા તથા દ્રષદશામાં પણ થઇ શકે છે. જે જીવ વધુ પડતી ઇચ્છા-મહેચ્છાઓ, આકાંક્ષાપ્રચુર છે તે કાયમ આર્તધ્યાનને પરવશ હોય છે. અતર - માર્તતા (2) (ઘણું આર્તધ્યાન, અતિશય આર્તધ્યાન કરવું તે) આર્તધ્યાન અશુભ કર્મનો બંધ કરાવનાર છે એ વાત તો નિશ્ચિત છે. કિંતુ તમારો જેટલી વધુ માત્રામાં ક્લિષ્ટ પરિણામ હશે કર્મમાં તદનુસાર તીવ્ર કે મંદ રસનો ભાગ પડશે. જેમ સાપ જેટલો વધારે ઝેરી તેની અસર પણ તેટલી જ વધુ માત્રામાં હોય છે તેમ જેટલા ક્લિષ્ટ પરિણામથી કર્મબંધ કરશો તેના ઉદયકાળે તેટલું વધારે જ ભોગવવાનું થશે. માટે આર્તધ્યાન કરતા પહેલા એકવાર વિચાર કરજો ! ગયુદ્ધ- કર્તદુર્ઘટ (કિ.) (આર્તધ્યાનનું દુઃખે કરી નિર્વર્તન થવું તે)