________________ આર્તધ્યાન તે પણ કષાયનો એક પ્રકાર બને છે. યોગસાર ગ્રંથમાં લખેલું છે કે, જ્યાં સુધી કષાયો બળવાન થઇને પ્રાણીઓમાં વૃદ્ધિ પામે છે, ત્યાં સુધી મલિન થયેલો આત્મા પરમાત્મપણાને પામી શકતો નથી. અર્થાત આર્તધ્યાનમાં રહેલા જીવની શુદ્ધિ થતી નથી. માર્ત વાર્ત (ત્રિ) (આર્તધ્યાનથી પીડિત, મનથી, ઇન્દ્રિયપરવશતાથી અને દેહથી દુઃખી) આર્તધ્યાનથી પીડિત જીવોનો પ્રાયઃ કરીને પોતાના મન-વચન અને કાયા પર કોઇ જાતનો કાબૂ હોતો નથી. આવા પુરુષને બે પ્રકારનું નુકશાન થાય છે. એક આર્તધ્યાનથી તેને વિપુલ માત્રામાં અશુભ કર્મનો બંધ થાય છે અને બીજા નંબરમાં તેના કાયમી રોદણાથી લોકોમાં તે હાંસીપાત્ર થાય છે. अट्टदुहट्टवसट्ट - आतदुर्घटवशात (त्रि.) (આર્તધ્યાનની પરવશતાથી પીડિત, અસમાધિપ્રાપ્ત, મનથી ઇન્દ્રિયપરવશતાથી અને દેહથી દુઃખી) ભૌતિક પદાર્થો જીવને વધુ મોહ ઉત્પન્ન કરાવે છે. તેમાં મોહિત થયેલો પુરુષ તેને મેળવવા માટે ઉદ્યમો કરે છે. તે પદાર્થ પ્રાપ્ત ન થતાં આર્તધ્યાન કરે છે જેનાથી અસમાધિ ઉત્પન્ન થાય છે. અસમાધિ અશુભકર્મનો બંધ કરાવે છે અને તે અશુભ કર્મો જીવને અનિચ્છાએ પણ દુર્ગતિમાં લઇ જાય છે. માટે જ પરમાત્માએ કહેલું છે કે દ્વેષ કરતાં મોહ અતિભયાનક છે. *માર્તdવશાર્ત (ત્રિ.). (ક્લિષ્ટ અધ્યવસાય અને વિષયપાતત્યથી દુઃખી, મનથી ઇન્દ્રિયપરવશતાથી અને દેહથી દુઃખી) અજૈન પુરાણમાં રાજા યયાતિનો પ્રસંગ આવે છે. વિષયોની તીવ્ર ઝંખનાના કારણે ત્રણ વખત તેના પુત્રોએ પોતાનું આયુષ્ય આપીને તેનું આયુષ્ય વધળું. અંતે જયારે મૃત્યુ આવ્યું અને તેને પૂછવામાં આવ્યું કે જતાં-જતાં તારો સંદેશો શું છે ત્યારે યયાતિએ કહ્યું કે વિષયોની પરતન્નતા અતિભયાનક છે. તેને પરતંત્ર બનીને જે ભૂલ મેં કરી છે તેવી ભૂલ કોઈ ન કરે. अट्टदुहट्टियचित्त - आतंदुःखादितचित्त (त्रि.) (મનના ક્લિષ્ટ પરિણામથી દુ:ખી મનવાળું, ક્લિષ્ટ અધ્યવસાય-આર્તધ્યાનથી દુઃખી ચિત્તવાળું) કોઈ જીવ પોતાને જે સુખ નથી અને બીજાને છે તેવા પારકાના સુખની ઈર્ષ્યા કરીને અંદરથી સતત બળતો રહે છે સાથે સાથે પોતાના પુણ્યકર્મને પણ બાળીને ખાખ કરી દે છે. જ્ઞાની ભગવંતો કહે છે કે, જો સુખ ઇચ્છો છો તો તમારા મનના વિચારોને પહેલા શુભ કરો. શુભ કે શુદ્ધ વિચારોના પ્રભાવે તમે સ્વયં સર્વશ્રેષ્ઠ સુખોના સ્વામી બનશો તેમાં કોઈ સંશય નથી. अट्टदुहट्टोवगय - आर्तदुर्घटोपगत (त्रि.) (દુવર્ય એવા આર્તધ્યાનને પામેલું, દુઃસ્થગનીય આર્તધ્યાનવાળું) વિપાકસૂત્રના પ્રથમ શ્રુતસ્કંધના બીજા અધ્યયનમાં બતાવ્યું છે કે, જે જીવે અતિરૌદ્ર અને આર્ત પરિણામોથી ક્લિષ્ટ કમ ઉપાર્જિત કર્યા હોય તે જીવો આ ભવ અને પરભવમાં નારકીય દુઃખોનો અનુભવ કરતા હોય છે. જેમ મૃગાપુત્ર લોઢિયાના જીવે અનુભવ કર્યો. અફઘ - માર્તતિવા (પુ.). (આર્તધ્યાનવાળો, આર્તધ્યાનમાં મતિ જેની છે તે) ઈષ્ટના વિયોગને કારણે કે પછી અનિષ્ટના સંયોગને લઈને જેની બુદ્ધિ સતત આર્તધ્યાનવાળી થઈ ગઈ હોય, સતત જેને દુઃખમય વિચારો જ આવતા રહેતા હોય તેવો જીવ આર્તમતિક કહેવાય છે. મકૃવસ - ગર્તવશ (પુ.) (આર્તધ્યાનને વશ થયેલું, આર્તધ્યાનવશવર્તી) अट्टवसट्टदुहट्ट - आर्तवशातदुःखात (त्रि.) (આર્તધ્યાનની વિવશતાથી દુઃખી હોય તે, આર્તધ્યાનથી દુઃખી) પોતાને પ્રાપ્ત થયેલા ભૌતિક સુખોના સાધનો પૂર્વે કરેલા કર્મોના ફળસ્વરૂપ છે એમ નહીં સમજીને જેને સતત પોતાની ઈચ્છાઓની અતૃપ્તિના કારણે અસંતોષ રહ્યા કરે છે તેવા જીવો ઈચ્છાપૂર્તિ ન થવાથી હિજરાયા કરે છે અને આ અસંતોષની આગમાં બળતા 14