________________ મોહના ઉદયથી જેણે કાર્ય કે અકાર્યનો વિવેક ધારણ નથી કર્યો તેને આર્ત કહેલો છે. આર્તના ચાર પ્રકાર કહેલા છે. 1. નામાર્ત૨. સ્થાપનાર્ત 3. દ્રવ્યાપ્ત 4, ભાવાર્ત. તેમાં ભાવાર્ત સૌથી વધુ દુઃખદાયી છે. સટ્ટ(રેશ) (કૃશ, દુર્બળ 2. ભારે 3. મોટુ ૪.પોપટ 5. સુખ 6, આળસ 7. ધ્વનિ 8. અસત્ય 9. શીત) નીતિશાસ્ત્રોમાં લખ્યું છે કે, ઉન્નતિના ઇચ્છુક સ્ત્રી-પુરુષે અધિક નિદ્રા, તંદ્રા, ભય, ક્રોધ, આલસ્ય અને કાર્યની વિલંબકારિતા આ છ વસ્તુનો ત્યાગ કરવો જોઇએ. જેમ કોઈ દૈવીશક્તિથી થંભી ગયેલી વ્યક્તિ આગળ જઇ શકતી નથી. તેમ આ છ બાબતોના કારણે પોતે આગળ વધવા માગતો મનુષ્ય એક ડગલું પણ આગળ માંડી શકતો નથી. ગટ્ટર (સેલ). (ક્વાથ, ઊકાળો) અજૈન મહાભારતના રચયિતા મહર્ષિ વ્યાસ મહાભારતમાં કહે છે કે, “áવાલિગ્રેવ નવ ઋ રિજે' અરે ભાઈ ! હું હાથ ઊંચા કરીને પોકાર પાડીને કહું છું કે, ધર્મથી જ અર્થ (ધન) અને કામની પ્રાપ્તિ થાય છે. છતાં પણ મારી વાત કોઈ સાંભળતું નથી અને સુખના મૂળ ધર્મને છોડીને અધર્મરૂપી ક્વાથનું પાન કરે છે. 3 - મક્ક્ષ (પુ.). (પાત્રના છિદ્રને પૂરનાર લેપદ્રવ્ય વિશેષ) માળ - આર્તધ્યાન () (આર્તધ્યાન, ઇષ્ટના વિયોગ કે અનિષ્ટના સંયોગથી દુ:ખ પામવું તે, રોગનિવૃત્તિ કે ભવિષ્યની ચિંતા કરવી તે) સમવાયાંગસૂત્રમાં આર્તધ્યાનનું લક્ષણ જણાવતાં કહ્યું છે કે, “મનોસામનોશવસ્તુવિયોગાસંયોનિન્જનવિવિપ્નવત મેરે' અર્થાત, ઈષ્ટ કે અનિષ્ટ વસ્તુના વિયોગ કે સંયોગમાં ચિત્તમાં ઉત્પન્ન થનાર સંતાપના લક્ષણવાળું જે હોય તે આર્તધ્યાન. જેમ દુ:ખ આવે મનમાં શોકની લાગણી થવી તે આર્તધ્યાન છે તેમ સુખ સામગ્રીની પ્રાપ્તિ ન મળતાં જે નિરાશાની લાગણી થાય છે તે પણ આર્તધ્યાન છે. अदृज्झाणवियप्प - आतध्यानविकल्प (पं.) (અશુભધ્યાયનનો એક પ્રકાર, આર્તધ્યાનનો ભેદ) જેમ શુભ ભાવમાં રહેલો આત્મા ગુણસ્થાનમાં આગળ વધતો થકો અશુભકર્મોનો ખાત્મો બોલાવે છે તેમ અશુભભાવ એટલે આર્તધ્યાન-રૌદ્રધ્યાન કરનારો આત્મા અશુભકર્મોનો ઢગલો પોતાના માથે ખડકી લે છે. એટલા માટે સાધકે પોતાના આત્મા પર લાગેલા કર્મમળને દૂર કરવા અશુભધ્યાયનના ભેદો સમ્યફ પ્રકારે જાણીને તેનો ત્યાગ કરવા સતત પ્રયત્નશીલ બનવું જોઈએ. अट्टज्झाणवेरग्ग - आर्तध्यानवैराग्य (न.) (વૈરાગ્યનો એક પ્રકાર, આર્તધ્યાનરૂપ વૈરાગ્ય) ઇષ્ટ એટલે પ્રિય વસ્તુનો વિયોગ એટલે અભાવ હોય તથા અનિષ્ટ એટલે અપ્રિય સંજોગો પ્રાપ્ત થાય ત્યારે કોઈ જીવને તેના કારણે વૈરાગ્ય જન્મે છે. આવા વૈરાગ્યને દુ:ખપ્રતિબદ્ધ વૈરાગ્ય કહેવાય છે. આને શાસ્ત્રકારો સાચો વૈરાગ્ય નહીં પણ એક પ્રકારનો આર્તધ્યાનગર્ભિત લૌકિક વૈરાગ્ય કહે છે. તાત્વિક રીતે તો જ્ઞાનગર્ભિત વૈરાગ્ય એ જ સાચો વૈરાગ્ય છે. મોહકે દુઃખ ગર્ભિત નહી. अट्टज्झाणोवगय - आर्तध्यानोपगत (त्रि.) (આર્તધ્યાન કરનાર, શોક નિમગ્ન) સૂત્રકતાંગ આગમમાં કહેવું છે કે, જે વ્યક્તિ શોકમાં નિમગ્ન હોય છે તે પોતાનો સદ્વિવેક ખોઈ નાખે છે અને વિવેકરહિત જીવ સારાસારનો ભેદ પારખી શકતો નથી. આવો વિવેકહીને પુરુષ અંતતોગત્વા પોતાનું જ નુકશાન કરે છે. દહાસ - હાસ (પુ.). (ખડખડાટ હસવું, મોટેથી હસવું) જેમ મનુષ્યોમાં ઉચ્ચવર્ગના અને નીચવર્ગના એમ બે પ્રકાર હોય છે તેમ દેવલોકમાં પણ ઉચ્ચકક્ષાના દેવ અને નિમ્નકક્ષાના દેવ 192