________________ પણ સાધુને કલ્પતા નથી તો પછી તેઓએ લાવેલો આહાર તો કેવી રીતે કલ્પી શકે? અને જે ગચ્છમાં સાધુ કારણ વિના સાધ્વીએ પ્રાપ્ત કરેલો આહારાદિ વાપરે છે તેને ગચ્છ કેવી રીતે કહેવો? अज्जावेयव्व - आज्ञापयितव्य (त्रि.) (આજ્ઞા કરવા યોગ્ય, હુકમ કરવા યોગ્ય) શાસ્ત્રમાં સાધુ-સાધ્વી-શ્રાવક અને શ્રાવિકાને પાળવાના આચારોનું વર્ણન કરવામાં આવેલું છે અને જે આચારપાલનના નિયમો બતાવવામાં આવેલા છે તે ઉત્સર્ગમાર્ગથી બતાવવામાં આવેલા છે. અર્થાતુ શક્ય બને ત્યાં સુધી શાસ્ત્રમાં જણાવેલી વિધિ પ્રમાણે જ આચરણ કરવું. પરંતુ છેલ્લે આગમોએ એમ પણ કહેવું છે કે, " માWITU Mo' અર્થાતુ ધર્મ તો ગુરુની આજ્ઞામાં રહેલો છે. ગીતાર્થ ગુરુભગવંતની આજ્ઞાનુસાર નવકારશી કરનાર પણ માસક્ષમણ જેટલું ફળ મેળવે છે. ગુરુ આજ્ઞાથી આધાકર્મી આહાર વાપરે તો પણ તે ધર્મનું જ પાલન કરે છે. અMiam - માસંf (કું.) (સાધ્વીનો પરિચય, આર્યાનો સંસર્ગ) ગચ્છાચાર પન્નામાં પ્રભુ મહાવીરે ગૌતમસ્વામીને ઉદ્દેશીને કહેલું છે કે, હે ગૌતમ! જે ઉંમરમાં વૃદ્ધ છે, તપસ્વી છે, આગમ શાસ્ત્રો ભણેલો હોવાથી બહઋત છે અને સર્વજન માન્ય છે એવો સાધુ પણ સાધ્વીના અતિસંસર્ગથી જો અપકીર્તિ પામે છે તો પછી જે હજી યુવાન છે, કોઇ વિશિષ્ટ તપાદિ હજી જેણે કર્યા નથી, આગમના રહસ્યોને હજુ જેણે જાણ્યા નથી તેવો સાધુ જો સાધ્વીનો પરિચય કરે તો શું નિદાને પાત્ર ન બને? અર્થાતુ, તે વિશેષ પ્રકારે લોકાપવાદને પાત્ર બને છે. अज्जासाढ - आर्याषाढ (पुं.) (અવ્યક્તદષ્ટિ-નિલવમતવાળા સાધુઓના ગુરુ) શ્રીવીર પ્રભુના નિર્વાણ પછી 214 વર્ષે ઉત્પન્ન અવ્યક્તતના શિષ્યોના ગુરુનું નામ આષાઢ હતું. તેઓ એકવાર શ્વેતાંબી નગરીમાં પધાર્યા ત્યારે હૃદયશૂળના રોગથી મૃત્યુ પામી સૌધર્મવાસી દેવ બન્યા હતા. તે પછી તેઓ સ્વશરીરમાં પ્રવેશીને પોતાના યોગ્ય શિષ્યને પટ્ટે સ્થાપીને પુનઃ દેવલોકમાં ગયા. ત્યારપછી તેમના શિષ્યો નિહ્નવો દ્વારા ચલાવેલા મતના અનુયાયી થયા હતા એમ આવશ્યકસૂત્રની કથાઓ અને ઉત્તરાધ્યયનસૂત્રની કથાઓમાં વર્ણવેલું છે. નિ૩ - અનંત (નિ.) (ઉપાર્જિત કરેલું, ઉત્પન્ન કરેલું 2. સંઘરેલું) ઘણી વખત બે વિપરીત પરિસ્થિતિ જોવા મળતી હોય છે. જે અધર્મી છે, પૂરેપૂરો નાસ્તિક છે તે સુખમાં મહાલતો હોય છે અને જે પરમ આસ્તિક છે, ધર્મનું સંપૂર્ણ શ્રદ્ધાથી આચરણ કરતો હોય છે તે દુઃખી હોય છે. જ્ઞાની ભગવંતો કહે છે કે, આવું જોઈને ધર્મ છોડવાની જરૂર નથી, કેમ કે ધાર્મિક જીવ દુઃખી થાય છે તે પૂર્વસંચિત પાપ કર્મોના કારણે અને નાસ્તિક જીવ સુખ ભોગવે છે તે પણ પૂર્વોપાર્જિત પુણ્યના કારણે. જેવું પુણ્ય ખતમ થશે કે તરત જ તે દુ:ખની આગમાં હોમાઇ જશે. अज्जिअलाभ - आर्यिकालाभ (पु.) (સાધ્વીઓથી લાભ, સાધ્વીએ લાવેલા આહાર-વસ્ત્ર-પાત્રાદિ). આવશ્યકસૂત્રના તૃતીય અધ્યયનમાં કહેલું છે કે, જેઓ ધર્મમાં અલ્પરૂચિવાળા છે અને ભિક્ષાદિ લેવા જવામાં પ્રમાદી છે તેવા સાધુઓ સાધ્વીજીઓની પાસેથી વસ્ત્ર-પાત્રાદિની અપેક્ષા રાખે છે. જ્યારે તેમને એવું ન કરવા અને સંયમમાં ઉદ્યમી બનવાનું ગુરુ. ભગવંત સમજાવે છે ત્યારે તેઓ આચાર્ય અર્ણિકાપુત્રનું ઉદાહરણ લઈને સ્વબચાવ કરતા હોય છે. નબા - મર્થિકા (સ્ત્રી) (નાની, દાદી, સાધ્વી). ફોરેનથી ગુજરાતમાં આવીને વસેલા અને ગુજરાતી થઇ ગયેલા ફાધર વાલેસ કૉલેજમાં પ્રોફેસર હતા. તેઓની એક વિદ્યાર્થિનીએ પોતાની દીક્ષા પ્રસંગે તેઓને આમંત્રણ આપ્યું. ફાધર વાલેસ કુતુહલથી જૈન દીક્ષા જોવા આવ્યા. તેમણે શિષ્યાને શણગારથી સજેલી જોઈ અને વિધિ બાદ જ્યારે તેને સાધ્વીના વસ્ત્ર પહેરાવીને લાવવામાં આવી તેના માટે ફાધર વાલેસે પોતાના પુસ્તકમાં લખ્યું છે કે 116