________________ ત્યારે મને લાગ્યું કે, સાક્ષાત મા સરસ્વતી મને દર્શન આપવા પધાર્યા છે. જે એક અનાયદિશમાં જન્મેલાને સાધ્વી પ્રત્યે આટલું બહુમાન હોય, તો આપણને કેટલું હોવું જોઈએ? મg - મદ્ય (વ્ય.) (આજરોજ, આજ, આજના દિવસમાં). સંત કબીરે પોતાના દૂહાઓમાં લખ્યું છે કે, “કરે સો માગ 2, માગ કરે તો નવ, સમય વીત્યો નાત શૈકીર ના અર્થાત તારે જે કાંઇ પણ સારું કાર્ય કરવું હોય તેની રાહ જોવાની જરૂર નથી. આજે તક મળી છે તેનો ઉપયોગ કરી લેવો જોઈએ. પરંતુ આજના પ્રમાદીજનોનો તો ગુરૂમંત્ર થઇ ગયો છે કે, “મન કરે સો ન ર ન કરે સો પરો, ફતની ભી શ્યા બની હૈ અમી 32 पड़ी है बरसो' મનુNT - અર્જુન (કું.) (પાંડુપુત્ર 2. શ્વેતવર્ણ 3. એક બહુબીજવાળું વૃક્ષ, તેનું પુષ્ય 4. શ્વેત સુવર્ણ 5. તૃણ વિશેષ દ. ગોશાળાનો છઠ્ઠો દિચ્ચર ગૌતમપુત્ર 7. કડાયાનું ઝાડ 8. હૈહયવંશીય કૃતવીર્યનો પુત્ર રાજા) વિવિધ પ્રકારના રંગોની વ્યક્તિના માનસ પર વિવિધ પ્રકારની અસર થતી હોય છે. આથી જ લૌકિક વ્યવહાર અને ધર્મમાં પણ નિશ્ચિત વર્ણવાળા વસ્ત્રો પહેરવાનું વિધાન છે. શ્વેતવર્ણને શાંતિ અને મૈત્રીનું પ્રતીક માનવામાં આવ્યો છે. જિનધર્મમાં માનવામાં આવેલી છ લેગ્યામાં સૌથી શુભલેશ્યા શુક્લલેશ્યા છે અને તેનો વર્ણ પણ સફેદ જ છે. માત્ર એટલું જ નહીં, જિનધર્મનું પાલન કરનાર સાધુઓ વિશ્વમાં શાંતિ અને મૈત્રી ફેલાવનાર છે તેની પ્રતીતિ તેઓના શ્વેતવસ્ત્રો જ કરાવે છે. ઉમgUY - મનુન (કું.) (અર્જુનમાળી, સ્વનામ ખ્યાત તસ્કર-ચોર) અર્જુનમાળી રાજગૃહી નગરીનો માળી હતો. તેના શરીરમાં મુદગરપાણિ નામક યક્ષે પ્રવેશ કર્યો હોવાથી તે દરરોજ છ પુરુષ અને એક સ્ત્રીની હત્યા કરતો હતો. એક વખત ભગવાન મહાવીરની દેશના સાંભળવા જઇ રહેલા સુદર્શન શેઠને રસ્તામાં અર્જુન માળી સામે મળ્યો. તે સુદર્શનને હણવા માટે આવ્યો ત્યારે પોતાનો અંતકાળ સમજીને તેમણે અનશન કર્યું. ધર્મના પ્રભાવે યક્ષ કાંઈ ન કરી શક્યો અને અર્જુન માળીનું શરીર છોડીને ભાગી ગયો. ત્યારબાદ સુદર્શને અર્જુન માળીને પ્રતિબોધ પમાડી ભગવાન મહાવીર પાસે દીક્ષા અપાવડાવી, દીક્ષાદિનથી તે માળીએ છઠ્ઠના પારણે છઠ્ઠનો અભિગ્રહ લીધો અને ક્રમે કરીને સઘળા કર્મો ખપાવીને મોક્ષગતિને પ્રાપ્ત કરી. અનુકૂવUT - નકુdf (.) (સફેદ સોનું, એ. પ્લેટીનમ) શ્વેતસુવર્ણ એ કિંમતી ધાતુ વિશેષ છે. સોનુ લાલ, પીળા, સફેદ આદિ પ્રકારનું હોય છે. પીળા સુવર્ણનું પ્રચલન વિશેષ છે. દરેક પ્રકારના સુવર્ણમાં સૌથી કિંમતી સફેદ સોનું છે જેને અંગ્રેજીમાં પ્લેટિનમ તરીકે ઓળખવામાં આવે છે. સોનું ઔષધીય ગુણો ધરાવતું હોવાથી ભસ્માદિ કરીને તેનો રસાયણના ઔષધોમાં પણ ઉપયોગ કરવામાં આવે છે. મન્નો - મયો (પુ.) (યોગરહિત). જે ખરેખર સુખ નથી કિંતુ સુખના આભાસ માત્ર છે એવા ભૌતિક સુખોમાં મન, વચન, કાયાથી નિરંતર રચ્યા-પચ્યા રહેવું એ નરી મૂર્ખતા છે. શાસ્ત્રો કહે છે કે, મન વગેરે યોગોના અવંચકપણાથી જ ધર્મની વૃદ્ધિ થાય છે અને મન વચનાદિ યોગોથી નિવૃત્ત થઈ આત્મરમણતાને પામીને જીવ સાચું સુખ મેળવે છે. મનોળિ() - યોશિન્ (કું.) (અયોગ કેવલી) શૈલેષીકરણ કર્યા પછી સયોગી કેવળી ભગવંત અયોગી કેવળી બને છે. ત્યારે સર્વ યોગોમાં ઉત્કૃષ્ટ એવા અયોગ નામના યોગને પ્રાપ્ત થાય છે. ત્યારપછી તેઓ સિદ્ધ એટલે મુક્ત બને છે. સંસારના સર્વ સંગોથી પર બને છે. નમન હો અયોગી ભગવંતને. 177