________________ આર્યસુહસ્તિજી અંતિમ ચૌદપૂર્વી અને કામવિજેતા સ્થૂલિભદ્રસ્વામીના શિષ્ય હતા. તેમણે ત્રણ દિવસથી ભૂખ્યા અને ખાવા માટે દીક્ષા લેવાની ઈચ્છાવાળા ભિખારીને પોતાના જ્ઞાનના પ્રભાવે તેનું ઉજ્જવળ ભવિષ્ય જોઈને પ્રવ્રયા આપી હતી. અતિભોજનના કારણે તે મૃત્યુ પામ્યો અને બીજા ભવમાં તે સમ્રાટ સંપ્રતિ થયો. આર્યસુહસ્તિએ સમ્રાટ સંપ્રતિ પાસે અભૂતપૂર્વ શાસનપ્રભાવના કરાવી હતી. જેના કારણે આજે પણ સંપ્રતિ રાજાએ ભરાવેલી પ્રતિમાજીઓ મળી આવે છે. અન્નકુમ () - માઈલુન્ (.) (ભગવાન મહાવીરના શિષ્ય, પંચમ ગણધર) આર્યસુધમ કોલ્લાસન્નિવેશમાં વસતા ધમ્મિલ બ્રાહ્મણ અને ભક્િલાના પુત્ર હતા. પરમાત્મા મહાવીરે તેમના મનની શંકાનું સમાધાન કરતાં તેમનું શિષ્યત્વ અંગીકાર કર્યું હતું. પ્રભુ વીરે તેમને યોગ્ય અને દીર્ધાયુષી જાણીને પોતાના ઉત્તરાધિકારી બનાવ્યા હતા. અત્યારે જેટલું પણ શ્રુત અને જૈન શ્રમણ સંપ્રદાય વિચરે છે તે સર્વે ગણધર સુધર્માસ્વામીના જ છે. તેમણે ૫૦વર્ષે દીક્ષા લીધી, 30 વર્ષ પ્રભુવીરની સેવા કરી, ૯૨મા વર્ષે કેવલજ્ઞાન અને 8 વર્ષ કેવલપર્યાયમાં વિચય. આમ કુલ 100 વર્ષનું આયુષ્ય ભોગવી અંતે જંબૂસ્વામીને પોતાની પાટ સોંપી મોક્ષમાં સિધાવ્યા હતા. अज्जसेणिय - आर्यसैनिक (पु.) (આર્ય શાન્તિસૈનિકના દ્વિતીય શિષ્ય, આર્યસૈનિક) માળિયા - સાર્વનિ (સ્ત્રી) (આર્ય સૈનિકથી નીકળેલી શાખા, આર્યસૈનિકી શાખા) ૩ળા - મા (ટી.) (પ્રથમ થનાર 2. અંબિકા 3. અન્ય મતે ગાય) અંબિકાદેવીનું જેમ ઉગ્ર સ્વરૂપ છે તેમ એક સૌમ્ય સ્વરૂપ પણ છે. અજૈન માન્યતાનુસાર વાઘની સવારીવાળા, હાથોમાં અસ્ત્રાદિ યુક્ત અને અસુરનો વધ કરતા અંબિકાદેવીનું સ્વરૂપ બતાવવામાં આવેલું છે. જયારે જૈન માન્યતાનુસાર અંબિકા દેવી ભગવાન નેમિનાથની શાસનદેવી છે. જેનું વાહન પણ વાઘ છે. એક હાથમાં તલવાર અને બીજા હાથમાં આમ્રફળ છે. તેમના ખોળામાં એક બાળક છે અને બીજું તેમની પાસે ઉભેલું છે. તેઓ અત્યંત પ્રશાંતમુખાકૃતિવાળાં છે. માર્યા (સ્ત્રી) (પ્રશાંત સ્વરૂપી દુર્ગા 2. સાધ્વી 3, આય નામક માત્રા છંદ 4, 64 કળામાંની ૨૧મી કળા 5, ગૌરી-પાર્વતી 6. ૧૫માં તીર્થકરના સાધ્વી 7. મલ્લિનાથ પ્રભુના સાધ્વી 8. પૂજય કે માન્ય સ્ત્રી) કેવલી ભગવંતોએ કહેલું છે કે, જયાં સુધી કેવલજ્ઞાન પ્રાપ્ત નથી થયું ત્યાં સુધી અસત્ય બોલવાની સંભાવના છે. આથી સાધુ અને સાધ્વીએ કોઇપણ વાક્યકથનમાં જકાર અને કારનો ઉપયોગ કરવો નહીં. પરંતુ શાસ્ત્ર કહે છે કે, જે સાધુ-સાધ્વી આ વચનનું ઉલ્લંઘન કરીને જકારાદિનો ઉપયોગ કરે છે, તે સ્વયં પોતાની જાતને સંસારગતમાં ફેંકે છે. अज्जाकप्प - आर्याकल्प (पुं.) (સાધ્વીએ લાવેલો આહાર, આયકલ્પ) ગચ્છાચારપયન્નાના દ્વિતીય અધિકારમાં કહેલું છે કે, સાધુને સાધ્વીજીએ લાવેલો આહાર-પાણી ગમે તેવી પરિસ્થિતિમાં કલ્પતો નથી. કેમ કે સાધુએ સર્વત્ર સંયમની રક્ષા કરવી જોઇએ અને વિચાર્યા વિના કરાયેલી પ્રવૃત્તિથી વિરાધનાથાય છે. આથી સંજોગોવશાત આહાર-પાણી લેવા જ પડે તો ક્ષીણજંઘાબળવાળા અર્ણિકાપુત્રની જેમ વિચારીને પ્રવૃત્તિ કરવી જોઇએ. अज्जाणंदिल - आर्यनन्दिल (पुं.) (આર્યમંગુના શિષ્ય અને આર્ય નાગહસ્તિના ગુરુ) અજ્ઞાન દ્ધ - માનવ્ય (ત્રિ.) (સાધ્વીએ પ્રાપ્ત કરેલી વસ્તુ, સાધ્વીએ મેળવેલું હોય તે). છે જેમાં સાધુ-સાધ્વીના આચાર વર્ણવવામાં આવ્યા છે તેવા ગચ્છાચાર પન્ના શાસ્ત્રમાં કહેલું છે કે, સાધ્વીજીએ વહોરેલું વસ્ત્ર-પાત્રાદિ 175