SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ છવિ%િ (રેશ) (પરસ્પરનું આકર્ષણ, એકબીજા તરફનું ખેચાણ) જેમ સ્ત્રી-પુરુષની એકબીજા પ્રત્યેની રૂચિ પરસ્પર આકર્ષણ જન્માવે છે. તેમ પરમાત્મા પ્રત્યેનો ભક્તિરાગ ભગવાનને ભક્ત તરફ કપાદૃષ્ટિ કરવા આકર્ષિત કરે છે, મહોપાધ્યાય યશોવિજયજીએ સ્તવનમાં કહ્યું છે કે, “ભક્તિ ભલી આકર્ષી લેશે જિમ ચમક લોહપાષાણો રે' હે પરમાત્મા! જેમ લોહચુંબક લોઢાને આકર્ષે છે તેમ મારી ભક્તિ પણ આપને મારી તરફ આકર્ષી લેશે. છયUTI - વિના (છત્રી.) (આંખની વેદના, નેત્રરોગ વિશેષ) જ્ઞાતાધર્મકથાંગસૂત્ર નામના આગમમાં સોળ મહારોગની ચર્ચા કરવામાં આવેલી છે. તેમાં બારમા ક્રમે વર્ણવેલો આંખનો આ એક મહારોગ છે. જેના લીધે વ્યક્તિને આંખમાં ભયંકર વેદના અનુભવાય છે. છિદ (રેશ) (અમીતિકર 2. વેશ, પોષાક .) ભગવાન હરિભદ્રસૂરીશ્વરજી મહારાજે ષોડશક ગ્રંથમાં ત્રણ કક્ષાના જીવોની ચર્ચા કરી છે 1. બાલ 2, મધ્યમ અને 3, પંડિત, તેમાં બાલકક્ષાના જીવો હંમેશાં બાહ્ય વેશને જોનારા હોય છે. અર્થાત તેઓ બાહ્યલિંગને જોઇને “આ સાધુ છે એમ માનીને તેમને વંદનાદિ કરનારા હોય છે. તેઓ તેમના આચારપાલન, મનના ભાવો કે માન્યતા વગેરે વિશેષ ઊંડાણમાં ઊતરતા નથી હોતા. શ્રી - માછી (સ્ત્રી.) (અચ્છ નામના દેશમાં ઉત્પન્ન થયેલી સ્ત્રી, જેનો ઉલ્લેખ પ્રજ્ઞાપના સૂત્રના ૧૧મા પદમાં મળે છે) મહુય - ખુન (ત્રિ.). (પાણીમાં ઉત્પન્ન થયેલું અથવા અન્તરીક્ષમાં ઉત્પન્ન થયેલું, જળમાં ઉત્પન્ન હોય તે કોઈપણ) જળમાં ઉત્પન્ન થયેલો એક તરંગ બીજા તરંગને, બીજું ત્રીજા અને ત્રીજું ચોથાને એમ ક્રમશઃ તરંગોની પરંપરા સર્જે છે. તેમ ચિત્તમાં ઉત્પન્ન થયેલા અશુભવિચારો પણ જલતરંગ જેવા છે. તે મનમાં વિચારોની હારમાળા પેદા કરે છે. જેનાથી મન ચંચળ બને છે અને અત્યંત ચંચળ બનેલા મનમાં શુભવિચારો પ્રવેશી શકતા નથી. માતૃત (કિ.) (આચ્છાદિત, ઢાંકેલું) કર્મવિપાક નામક પ્રથમ કર્મગ્રંથમાં આત્માને સૂર્ય સમાન કહેલો છે. જેમ સૂર્ય અત્યંત તેજોમય હોવા છતાં પણ જો તે વાદળોથી આચ્છાદિત થઈ જાય તો તેનો પ્રકાશ ઝાંખો પડી જાય છે. તેમ આત્મા જ્ઞાનાદિ અનંતગુણમય હોવા છતાં પણ કર્મરૂપી વાદળોથી આચ્છાદિત હોવાથી તે અજ્ઞાનાદિ મોહયુક્ત જણાય છે. છુપI - માતરા (જ.) (ધાસની શય્યા ૨.ચર્મમય પાથરણું 3. સાધુની ઔપગ્રહિક ઉપાધિમાં સામેલ શાસન) ચક્રવર્તીના ચૌદરત્નમાં એક રત્ન આવે છે ચર્મરત્ન. આ એક પ્રકારના પાથરણા જેવું હોય છે અને ચામડાનું બનેલું હોય છે. છ ખંડ જીતવા ગયેલ ચક્રવર્તીની સેનાના ભોજનની વ્યવસ્થા પૂરી પાડવા માટે છત્રરત્નની નીચે ચક્રવર્તીના સ્પર્શમાત્રથી બારયોજનની લંબાઈવાળું આ રત્ન થાય છે અને એમાં સવારે વાવેલું ધાન્ય સાંજ સુધીમાં વાપરવા લાયક બની જાય છે. अच्छुरिय - आच्छुरित (न.) (શબ્દસહિત હાસ્ય 2, નખાઘાત 3. નખથી વગાડાતું વાજિંત્ર 4. વિસ્તીર્ણ, ફેલાયેલું) ઉપાશ્રયનો કાજો કાઢતાં શુભભાવમાં ચઢેલા મુનિવરને કર્મના ક્ષયોપશમથી અવધિજ્ઞાન ઉપન્યું. અવધિજ્ઞાનમાં તેઓએ પ્રથમ દેવલોકમાં પોતાની રિસાયેલી ઇન્દ્રાણીને મનાવવા કાલાવાલા કરતા ઇન્દ્રને જોયો અને તેમને સંસારની વિચિત્રતા જોઇને હસવું આવી ગયું. બસ ! આવેલું જ્ઞાન ચાલ્યું ગયું. જો સામાન્ય હાસ્યથી વિશિષ્ટ જ્ઞાન ચાલ્યું જાય છે તો દરરોજ મોટે મોટેથી હાહા ને હીહી કરીને હસવાથી કેટલો બધો કર્મબંધ થતો હશે તે વિચારવા જેવું છે. 151
SR No.033106
Book TitleAbhidhan Rajendra Kosh Part 01 Shabdarth Vivechan - Shabdona Shikhar
Original Sutra AuthorN/A
AuthorRajendrasuri, Vaibhavratnavijay
PublisherRaj Rajendra Prakashan Trust
Publication Year2011
Total Pages700
LanguageGujarati
ClassificationBook_Gujarati & Dictionary
File Size
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy