SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ ફૂડ - મોજૂર (રે.) (સ્થાન ભ્રષ્ટ કરેલું, નિષ્કાસિત, બહાર કાઢેલું) રાજાના મહેલમાં નિયુક્ત થયેલો પુરુષ જો રાજાની આજ્ઞાનુસાર ફરજો નથી બજાવતો તો તેને લોકો પદભ્રષ્ટ કરીને તેના સ્થાનેથી ઉતારી મૂકે છે. સ્થાનભ્રષ્ટ થયેલી એ વ્યક્તિ પાછળથી પસ્તાવો કરે તો પણ તેની કોઈ કિંમત હોતી નથી, તેમ પુણ્યયોગે જૈનકુળ જેવા ઉત્તમકુળમાં આવ્યા પછી પણ જૈનત્ત્વના આચારો જે નથી પાળતો, તો કર્મસત્તા તેને ફરી ક્યારેય પણ જલદી જિનધર્મ પ્રાપ્ત કરાવતી નથી. મચ્છન્ન - મચ્છેદ (2) (છેદવાને અશક્ય) ભગવદ્ગીતામાં આત્માની ચર્ચા કરતા લખ્યું છે કે, આત્મા અમર છે તેને કોઇ શસ્ત્રો છેદી નથી શકતા. અગ્નિ તેને બાળી નથી શકતો. “નિ છિત્તિ શાળા નં તિ પાવ:' આશ્ચર્ય છે કે, આવો પણ આત્મા સંસારના પૌદૂગલિક સુખોમાં મોહાંધ બનીને પોતાના સ્વાભાવિક ગુણોને ભૂલી ગયો છે. મચ્છર - છે () (ગૌણ અનુજ્ઞા) જિનશાસનમાં જ્ઞાન-દર્શન-ચારિત્રની આરાધના માત્ર નામથી પ્રસિદ્ધ નથી પરંતુ, ગુણ પ્રસિદ્ધ છે. ભગવાન ઋષભદેવથી ચાલી. આવતી આ પરંપરાને કેટલાય મહાપુરુષોએ આચરી છે અને તેની આરાધનાથી અનંતા જીવો સિદ્ધિસુખને પામ્યા છે. આથી સુખને ઇચ્છનારાએ શિષ્ટપુરુષોએ આચરેલી આ પંરપરાનું ખંડન ન કરતાં તેનું આચરણ કરવું જ યોગ્ય છે. મછેલ () માશ () (આશ્ચર્ય, કુતૂહલ, વિસ્મયથી જે જણાય તે, અદ્ભુત) અનંત ઉત્સર્પિણી અને અનંત અવસર્પિણી જાય છે ત્યારે દસ પ્રકારના એવા આશ્ચર્ય સર્જાય છે જે કોઈપણ રીતે માની ન શકાય. આવું કેમ બન્યું તેનું કોઇ જ કારણ આપી ન શકાય. આ અવસર્પિણી દરમ્યાન આવા દશ આશ્ચર્ય બન્યા છે. તેના નામ છે 1. તીર્થકરને ઉપસર્ગ 2. તીર્થંકરના ગર્ભનું હરણ 3. સીવેદે તીર્થકર૪, અભાવિત પર્ષદા 5. કૃષ્ણનું અપરકંકા નગરીમાં ગમન 6. સૂર્ય ચંદ્રનું મૂળ વિમાને પૃથ્વી પર આવવું 7 યુગલિકો દ્વારા હરિવંશકુળની ઉત્પત્તિ 8. ચમરનો ઉત્પાત 9. એક સમયમાં ઉત્કૃષ્ટ અવગાહનાવાળા એકસો આઠ જીવોનું સિદ્ધિગમન અને 10. અસંયત એટલે ગૃહસ્થોની પૂજા થવી. આમાંના પાંચ આશ્ચર્ય તો ભગવાન મહાવીસ્વામીના શાસનકાળ દરમિયાન જ થયા છે અને બાકીના પાંચ જુદા-જુદા તીર્થકરોના સમયમાં થયેલા છે. આ આશ્ચર્યોને આપણે અચ્છેરા તરીકે ઓળખીએ છીએ. अच्छेरपेच्छणिज्ज - आश्चर्यप्रेक्षणीय (त्रि.) (આશ્ચર્યજનક દૃશ્ય, કૌતુક ઉપજાવે તેવી વસ્તુ) ચારિત્રની ભાવના હોવા છતાં પિતાની આજ્ઞાથી આઠ કન્યાઓને પરણવા બેઠેલા ગુણસાગર યુવરાજને લગ્નમંડપમાં જ શુભ ભાવે ચઢતાં કેવલજ્ઞાન ઉપન્યું હતું અને તેમની સાથે પરણવા બેઠેલી આઠેય કન્યાઓને પણ ત્યાં જ કેવલજ્ઞાન પ્રાપ્ત થયું હતું. બોલો! છે ને આશ્ચર્યજનક વાત. લગ્નમંડપ જે કર્મબંધનું સ્થાન છે તે વરરાજા અને નવોઢાઓને મોક્ષસુખ અપાવનાર બન્યું. કૌતુક તો આવી અદ્ભુત વાતોમાં થવું જોઇએ ગિનીસબુક ઑફ વર્લ્ડ રેકોર્ડમાં નહીં. अच्छेरवंत - आश्चर्यवत् (त्रि.) (આશ્ચર્યકારી ઘટના, ચમત્કારી, જેને કહેતા આશ્ચર્ય થાય તેવી અષ્ટાપદની યાત્રા કરીને ઉતરતા હનૂમાને આકાશમાં સપ્તરંગી મેઘધનુષ જોયું અને આશ્ચર્યથી તેમની આંખો પ્રફુલ્લિત થઈ ગઈ. પરંતુ એક પવનનું ઝોકું આવ્યું અને મેઘધનુષ વિખરાઈ ગયું. આ જોઈને હનુમાનને જીવનની અસારતા ખ્યાલમાં આવી ને તેમનું મન વૈરાગ્ય વાસિત બન્યું. તેઓએ પ્રવ્રજયા ગ્રહણ કરી. આપણે પણ આવા ઘણા આશ્ચર્યના બનાવો રોજ જોતા હોઇએ છીએ, પરંતુ આપણું મન ક્યારેય વૈરાગ્ય તરફ વળ્યું નથી. શા માટે? આની આત્મખોજ કરવા જેવી છે. 152
SR No.033106
Book TitleAbhidhan Rajendra Kosh Part 01 Shabdarth Vivechan - Shabdona Shikhar
Original Sutra AuthorN/A
AuthorRajendrasuri, Vaibhavratnavijay
PublisherRaj Rajendra Prakashan Trust
Publication Year2011
Total Pages700
LanguageGujarati
ClassificationBook_Gujarati & Dictionary
File Size
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy