________________ પવન લાગવાથી કે કીટાણુઓ લાગવાથી અથવા કાળદોષથી પણ જે વૃક્ષના પાંદડાઓ બચી ગયેલા હોય તે અખંડ રહે છે. યાવતુ તેમાં છિદ્રાદિન હોવાથી પરિપૂર્ણ સ્વરૂપે હોય છે. તેમ કાળદોષ કે કષાયાદિ દુર્ગુણોથી અથવા કુમિત્રોની સંગતથી જેનું જીવન બચી ગયેલું હોય તે અખંડ અને નિર્મળ ચરિત્રવાળો આત્મા અપૂર્વ આરાધનાઓ કરી થોડાએક ભવોમાં મુક્તિગામી બને છે. अच्छिद्दपसिणवागरण - अच्छिद्रप्रश्नव्याकरण (पुं.) (અવિરલ પ્રશ્નોત્તર જેમાં છે તે, નિર્દષ્ટ પ્રશ્નોત્તર) પંચમાંગ ભગવતીસૂત્રની અંદર ભવ્યજીવના ઉપકાર હેતુ પરમાત્મા મહાવીર અને ગણધર ગૌતમસ્વામી વચ્ચે થયેલા 36000 પ્રશ્નોત્તરનું વિવરણ કરવામાં આવેલું છે. આ પ્રશ્નોત્તર યુક્તિસંગત અને નિર્દષ્ટ છે. આવા પ્રશ્નોત્તરને ભગવતીસૂત્રકારે અચ્છિદ્રપ્રશ્નવ્યાકરણ તરીકે ઉલ્લેખિત કરેલા છે. अच्छिद्दविमलदसण - अच्छिद्रविमलदशन् (पुं., स्त्री.) (છિદ્ર રહિત નિર્મલ દંતપંક્તિવાળો 2. પરસ્પર અવકાશરહિત દાંતવાળી). જેના દાંત અત્યંત મજબૂત, નિર્મલ અને વિકૃતિરહિત છે તેની પાછળ કારણભૂત નામકર્મ છે. આ કર્મના કારણે દેતપંક્તિ મોતીના દાણા જેવી, વચ્ચે અવકાશ વગરની અને લોકોને પણ ગમે તેવી હોય છે. જીભની રક્ષા અને આહાર ચર્વણ એમ દાંત બે કાર્ય કરે છે. જીભ જો વધારે પડતી આડી અવળી ચાલી તો દાંત તેની તરત જ ખબર લઈ લે છે. સમજાયું કાંઈ ? પિત્ત - ક્ષિપત્ર (જ.) (આંખની પાંપણ, પલક) લવણ સમુદ્રમાં વિશાળકાય મગરમચ્છની પાંપણ પર બેઠેલો તંદુલીયો મત્સ્ય માત્ર મન દ્વારા અશુભવિચાર કરીને સાતમી નરકમાં જવા જેટલું પાપ બાંધે છે. આથી જ શાસકારોએ કહ્યું છે કે, બને એટલો મનનો વિરોધ કરો. નિરોધ એટલે મનને મારવું એમ નથી. પરંતુ અશુભ દિશામાં જતું રોકીને તેને શુભ દિશામાં વાળવું તે છે. કેમ કે મન તો વાયુ જેવું ચંચલ હોવાથી તેને મારવું દુઃશક્ય છે, પરંતુ સાચી દિશામાં વાળવું તો શક્ય જ છે, अच्छिवेहग - अक्षिवेधक (पु.) (એક પ્રકારનો ચઉરેન્દ્રિય જીવ,ઉત્તરાધ્યયનસૂત્ર અને જીવાભિગમસૂત્રમાં આનો નામોલ્લેખ મળે છે) મિત્ર - મfક્ષમતા (કું.) (આંખનો મેલ, નેત્રમળ-પીયો) મેલ શબ્દ સાંભળતા જ મનમાં તેના પ્રત્યે સૂગ ચઢે છે, પછી તે દેશનો હોય, શહેરનો હોય, શેરીનો હોય, ઘરનો હોય કે પછી પોતાની આંખનો હોય. વ્યક્તિ તેને દૂર કરવામાં જ સારું માને છે. કેમ કે તે જાણે છે આ મેલથી મને ચોખ્ખું નહિ દેખાય અને મારું મોટું ખરાબ લાગશે. બસ આત્મા પર જયાં સુધી કર્મનો મેલ જામેલો છે ત્યાં સુધી સાચું નહીં દેખાય અને આત્મા અસુંદર લાગશે. આટલું પણ સમજાઇ જાય તો પછી આત્મામાં કર્મમેલને આવવાના કારણો મંદ પડી જાય. अच्छिोडय - अक्षिरोडक (पुं.) (એક પ્રકારનો ચાર ઇંદ્રિયવાળો જીવ, ઉત્તરાધ્યયનસૂત્રના છત્રીસમા અધ્યયનમાં આનો નામોલ્લેખ છે) છ7 - ક્ષત્ર (કું.) (એક પ્રકારનો ચાર ઇંદ્રિયવાળો જીવ, તેનો નામોલ્લેખ પૂર્વોક્ત સૂત્રમાં છે) છવડ (ર) (આંખોનું નિમીલન, આંખ મીંચવી તે) કેવલી ભગવંતોએ કહેલું છે કે, જ્યાં સુધી આંખો ખુલ્લી છે ત્યાં સુધી જ આપણી વર્તમાન દુનિયા છે. જે દિવસે આંખો મીંચાઇ જશે. તે દિવસે બધું જ ખતમ થઇ જશે. આંખો બંધ થયા પછીની જે સાવ અલગ જ દુનિયા છે તેના માટે કોઇ દિવસ વિચાર કર્યો છે ખરો ન થયું છે ક્યારેય કે, મારી આંખો કાયમ માટે બંધ થઈ ગયા પછી મારુ શું? જો ન વિચાર્યું હોય તો વિચારવાનું ચાલુ કરી દો અને તે દિશામાં પ્રયત્ન પણ આરંભી દો. કોઇક કવિએ પણ કહ્યું છે કે, “મૂંટ વયાં ર્વ વર્ડ યુનિયા'