________________ ઇચ્છાનુસાર હલન-ચલન નથી કે ચેષ્ટાઓ વ્યક્ત થતી નથી તેવા જીવોને સ્થાવર કહ્યા છે. જૈનધર્મે આ બે પ્રકારોમાં સંસારના સર્વજીવોને સમાવી લીધા છે. વિટ્ટી - વેર (1) (ચેષ્ટારહિત, નિશ્રેષ્ટ) સામાઇય વયજુનો સૂત્રમાં લખેલું છે કે, “સપને ફુવાવડ રોડ઼ નહીં' અડતાલીસ મિનિટની સામાયિકમાં શ્રાવક શ્રમણ જેવો હોય છે. આ સમય દરમિયાન શ્રાવક સમતારસમાં એટલો તલ્લીન થઈ ગયેલો હોય કે તેને બાહ્ય જગતનું કોઈ ભાન જ ન હોય. તેના બાહ્ય શરીરની કોઇ જ ચેષ્ટા ન હોય. શરીર જાણે કે નિશ્રેષ્ટ થઈ ગયું હોય, અને માત્ર ધ્યાનયોગમાં જ તેનો આત્મા રમણ કરતો હોય. પિત્ત - મચત્ત (ત્રિ.). (અચેતન, જીવરહિત, નિર્જીવ, જેનામાં ચેતન-જીવ નથી તે) ત્રણે જગતના સર્વપદાર્થોની ગણતરી બે રીતે થઈ શકે છે. એક સચિત્ત એટલે ચેતનાવાળા અને બીજા અચેતન એટલે જીવરહિત. અથતુ જેને આપણે જડ તરીકે ઓળખીએ છીએ. ભગવાન મહાવીરે કહેલું છે કે, શ્રાવકના જીવન વ્યવહારમાં ક્યાંય સચિત્ત કે અચિત્તની આશાતના ન હોય. એટલે કે જીવિતનો તો નહીં જ પરંતુ જીવરહિત જડ પ્રત્યે પણ દ્વેષભાવ ન હોય. અહો ! કેવું નિર્મલ છે મારા જિનેશ્વરપ્રભુએ બતાવેલું સદ્ગતિસાધક ગૃહસ્થ જીવન. *વિત્ર (ત્તિ.) (અકબૂર, કાબરચિતરું નહીં તે, અનેકવર્ણ રહિત) अचित्तदवियकप्प - अचित्तद्रव्यकल्प (पुं.) (અચિત્ત આહારાદિદ્રવ્યના ઉપયોગની વિધિવિશેષ,અચિત્તદ્રવ્યકલ્પ) સાધુ ભગવંતોની ગોચરી અંગે પંચકલ્પભાષ્ય અને ચૂર્ણિમાં વિસ્તૃત છણાવટ કરવામાં આવી છે. તેમાં અચિત્તદ્રવ્યકલ્પની વાત આવે છે. એમાં આહાર ઉપધિ ઉચ્ચાર-પ્રસ્ત્રવણ, પાણી, દંડ, ચિલીમિલી, દંતશોધનાદિ બાબતોમાં તેમને રાખવાના ઉપયોગની વિધિ વિશેષને અચિત્તદ્રવ્યકલ્પ કહ્યો છે. अचित्तदव्वखंध - अचित्तद्रव्यस्कन्ध (पं.) (દ્ધયણકાદિક પુદ્ગલસ્કંધરૂપ અચિત્ત દ્રવ્ય સ્કંધનો ભેદ) અનયોગદ્વારસત્રમાં આવતા વર્ણન પ્રમાણે, જેમાં ચિત્ત એટલે સચિત્તતા વિદ્યમાન નથી તે અચિત્ત કહેવાય. તેવા અચિત્ત દ્રવ્યના સ્કંધને અચિત્તદ્રવ્યસ્કંધ કહે છે. અર્થાત્ દ્વિદેશિકાદિ પુદ્ગલોના સમૂહરૂપ અચેતન-જડ દ્રવ્યસ્કંધનો એક ભેદ. ચિત્ત વ્યવૂના - વત્તદ્રવ્યવૂના (સ્ત્રી.) (મુગટના મણિનો, ભાલાનો, સિંહકર્ણ પ્રાસાદ અને વૃક્ષનો અગ્રભાગ, અચિત્ત દ્રવ્ય ચૂલા) નિશીથસૂત્રનામના છેદસૂત્રની ચૂર્ણિના પ્રથમ ઉદેશામાં આવતા વર્ણન પ્રમાણે ચૂડામણિ-મુગટના અગ્રભાગ, કુન્ત-ભાલાના અગ્રભાગ, સિંહક પ્રકારના પ્રાસાદના અગ્રભાગ અને વૃક્ષોના અગ્રભાગને અચિત્તદ્રવ્યચૂલા કહે છે. વત્તમંત - વિત્તવત્ (ત્રિ.) (કનક-રજતની જેમ નિર્જીવ, ઉપયોગરહિત, જ્ઞાનરહિત) શ્રીદશવૈકાલિકસૂત્રમાં શયંભવસ્વામીએ કહ્યું છે કે સર્વથાપ્રાણાતિપાતવિરમણવ્રતના ધારક સાધુને જેમાં જીવ ન હોય તેવા જ પદાર્થ કલ્પે અર્થાત જે પદાર્થ સર્વથા નિર્જીવ છે અને સંયમની પોષક છે તેવી વસ્તુઓ પોતાના ઉપયોગમાં લઇ શકે છે. સચિત્તમાં શિષ્યને ગ્રહણ કરી શકે છે. તે સિવાયના સચિત્તપદાર્થો વર્જિત ગણ્યા છે. પરંતુ સુવર્ણ, ચાંદી, પૈસા વગેરે નિર્જીવ હોવા છતાંય ચારિત્રના ઉપઘાતક હોવાથી સાધુ માટે તેનો નિષેધ ફરમાવેલો છે. अचित्तमहाक्खंध - अचित्तमहास्कन्ध (पुं.) (ઉત્કૃષ્ટ અવગાહનાવાળો અનંતપ્રદેશી ઢંધવિશેષ, અચિત્તમહાત્કંધ) 131