________________ ત્તિય () - વિત્તસ્ત્રોતમ્ (ક)() (નિર્જીવ છિદ્ર, જીવરહિત છિદ્ર) સાધુ ભગવંતોના પ્રાયશ્ચિત્તના મૂર્ધન્ય ગ્રંથ ગણાતા નિશીથસૂત્રની ચૂર્ણિના પ્રથમોદેશમાં અંગાદાનની વાત આવે છે. તેમાં અચિત્તસ્રોતના શરીર-પ્રતિમાદિ ભેદોનું વર્ણન કરેલું છે. તેમાં અંગાદાન નિમિત્તે અપાતા પ્રાયશ્ચિત્તનું પણ નિરૂપણ છે. વિપત (રેશ ત્રિ) (અપ્રીતિકર) જ્યારે હીરસૂરિ મહારાજ દિલ્હી છોડીને જઇ રહ્યા હતા ત્યારે અકબર રાજાએ તેમને રોકાવવા માટે આગ્રહ કર્યો. તે વખતે આચાર્ય ભગવંતે જે જવાબ આપ્યો તેને ઋષભદાસ શ્રાવકે હીરસૂરિ રાસમાં બહુ જ સરસ રીતે મૂક્યો છે. સૂરિદેવે કહ્યું હે રાજન્ ! “નર સાસરઇ સ્ત્રી પિયરઇ અને સંયમીયા સહિવાસ તિણિ હોસી અળખામણાં જો મંડઇ થિરી વાસ” અર્થાતુ, જો પુરુષ સાસરામાં, સ્ત્રી પિયરમાં અને સાધુઓ સ્થિરવાસ કરે તો ત્રણેય અપ્રીતિકર થઇ જાય છે. अचियंतेउरपरघरप्पवेस - अचियतान्तःपुरपरगृहप्रवेश (पुं.) (રાજાના અન્તઃપુરમાં પ્રવેશવાના નિષેધની જેમ અન્યમતમાં જેને જવાનો નિષેધ છે તેવો શ્રાવક) સૂત્રકતાનસૂત્રમાં કહેવામાં આવ્યું છે કે, જેમ રાજાના અંતઃપુરમાં પ્રવેશ નિષેધ હોવા છતાં પણ કોઈ વ્યક્તિ પ્રવેશ કરે તો તે અનિષ્ટકારી થાય છે તેમ અન્યદર્શનોમાં પ્રવેશ કરવો શ્રાવક માટે નિષેધ છે. કેમ કે તેવી પ્રવૃત્તિ શ્રાવકના સમ્યક્તને દૂષિત કરનારી થઈ શકે છે. () 3'- મોક્ષ (ત્રિ.) (ગંદુ, અશુદ્ધ) જે અનુષ્ઠાન કે પ્રવૃત્તિ દ્વારા આત્માની શુદ્ધિ થતી હોય તેને સ્નાન કહેવામાં આવ્યું છે. માત્ર જલસ્નાન શુદ્ધિ નથી. શ્રમણો ભલે જલસ્નાન ન કરવાથી બાહ્ય રીતે અશુદ્ધ દેખાતા હોય, પરંતુ તેઓ આજીવન બ્રહ્મચર્ય પાલન તથા સાત્વિક ચારિત્ર આરાધના રૂપ સ્નાન કરતા હોવાથી તેઓ નિત્ય સ્નાન કરવાવાળા કરતાં પણ વધારે શુદ્ધ છે. માછલીઓ કાયમ પાણીમાં રહેતી હોવા છતાં તેનું સ્નાન તેના દેહ કે આત્માની અશુદ્ધિ દૂર કરનાર થતું નથી. अचेयकड - अचेतस्कृत (त्रि.) (નિર્જીવ વસ્તુથી બનેલ) આજના વર્તમાન યુગની પ્રગતિ જડ પદાર્થોની છે. લોકોને નિર્જીવ વસ્તુમાંથી બનેલા ટીવી, ફ્રિજ, વોશીંગ મશીન, કોમ્યુટર વગેરેની કિંમત અને તેના પર વિશ્વાસ છે પરંતુ, આ બધા કરતાં પણ સુપરપાવરવાળી બુદ્ધિ જેની પાસે છે તેવા જીવતા જાગતા માણસની કિંમત અને વિશ્વાસ ઓછા છે. કથા - સવેતન (ત્રિ.) (ચેતનારહિત, નિર્જીવ 2. નરાધમ) પ્રશ્નવ્યાકરણસૂત્રમાં કહેવામાં આવેલું છે કે, જેને સારાસાર, હેયોપાદેયનું જ્ઞાન હોય તે જ ખરેખર જીવતો છે. પરંતુ જેને સારાસારાદિનો વિવેક નથી તેવા જીવોને તો જીવતા હોવા છતાં પણ ચેતનારહિત જાણવા. વિવેકથી જ મનુષ્યની વિશિષ્ટતા છે. ગયUT - ચૈતન્ય () (જીવરહિત, જડ, ચૈતન્યથી વિકલ) કર્મગ્રંથમાં કર્મ અને આત્માના સંયોગથી થતી ફલનિષ્પત્તિને એક ઉદાહરણથી સમજાવવામાં આવે છે. જેમ અતિશય દારૂ પીને મૂચ્છિત થયેલો પુરુષ જીવતો હોવા છતાં પણ દારૂના પ્રભાવે તે કેટલોક સમય ચૈતન્યરહિત જેવો જણાય છે. તેમ આત્મા પર જયાં સુધી કર્મોના દળિયાચોટેલા છે ત્યાં સુધી જ્ઞાનાદિક સ્વાભાવિક ગુણોવાળો આત્મા પણ ચૈતન્યરહિત પુરુષ જેવી પરિસ્થિતિમાં રહેલો છે. જ્યારે તે નષ્ટ થશે ત્યારે તે પોતાના મૂળગુણો પુનઃ પ્રાપ્ત કરશે. 132