________________ રાય - ચારૂતા (સ્ત્રી) (સુંદરતા રહિત, અસુંદરતા). રૂપવાન વ્યક્તિ હોય પરંતુ, દુર્ગણી હોય તો તે સુંદર હોવા છતાંય શોભાસ્પદ બનતો નથી અને ગુણવાન વ્યક્તિ રૂપ વગરનો હોય તો પણ ગુણોના કારણે શોભાસ્પદ બને છે. યાદ રાખો! પ્લાસ્ટિકના ફૂલ માણસને જોવામાં સારા લાગે છે પણ સુગંધ તો ગુલાબ આદિ પુષ્પોમાંથી જ પ્રાપ્ત થાય છે. ગવાનળm - માનનીય (ત્રિ.) (જેને સ્થિરતાથી ચલિત ન કરી શકાય છે, જેને ડગાવી ન શકાય તે) જે વ્યક્તિ ભોગોપભોગની વસ્તુઓમાં લોલુપતારહિત બને છે અને પદાર્થોના સ્વરૂપને ઓળખીને સમભાવને ધારણ કરે છે. તેવો સુજ્ઞ વ્યક્તિ તત્ત્વચિંતક હોઈ આવી પડેલી આપત્તિઓ પણ સ્વકર્મનિયમનની અંતર્ગત છે એમ જાણી સ્થિરચિત્ત બને છે. સંસારમાં આવા ઉત્તમપુરુષને ગમેતેવા વિદ્ગો પણ વિચલિત કરી શકતા નથી. ત્રિત - અન્ય (ત્રિ.) (કલ્પનાતીત, વિચારમાં ન આવે તેવું, જેનો તર્ક ન થઈ શકે તેવું, વર્ણવી ન શકાય તેવું, અનિર્વચનીય) દરરોજના 80-100 રૂપિયા કમાઈને પરિવારનું ગુજરાન ચલાવતાં માણસને એક કરોડ રૂપિયાની લોટરી લાગી જાય તો તે વ્યક્તિ ગાંડો-ધેલો બની જાય છે. કારણ કે તેને ક્યારેય કલ્પના ન થાય તેટલા પૈસાની પ્રાપ્તિ અચાનક થઈ જાય છે. આપણે ક્યારેય હર્ષભેર વિચાર્યું કે, અનંતભવોમાં ભટકતા આપણને કરોડો રૂપિયાની લોટરી લાગ્યા જેવું જિનશાસન મળી ગયું છે. अचिंतगुणसमुदय - अचिन्त्यगुणसमुदय (न.) (ચિંતન ન થઈ શકે તેવા ગુણોનો સમુદાય, અવર્ણનીય ગુણ સમૂહ, પરંતત્ત્વ) આપણે દરરોજ સવારે પરમાત્માની ભાવથી સેવા, પૂજા, વંદના કરીએ છીએ તે પરમાત્મા ત્રણલોકના નાથ છે, તેઓ અચિંત્ય ગુણોના સ્વામી છે. તેથી જ તેમની પૂજાદિ દ્વારા આપણે પણ તેમના જેવા ગુણોવાળા બનાવવા પ્રભુને પ્રાર્થીએ છીએ. अचिंतचिंतामणि - अचिन्त्यचिन्तामणि (पुं.) (ચિત્તામણિ રત્ન તુલ્ય તીર્થંકર) શાસ્ત્રકાર મહર્ષિ પંચસૂત્રના ત્રીજાસૂત્રમાં ફરમાવે છે કે, જેમણે સત્યમાર્ગનો રાહ બતાવીને મોક્ષની પ્રાપ્તિ કરાવવા દ્વારા સમસ્ત આધિ-વ્યાધિ-ઉપાધિ રૂપ ચિંતા છોડાવી દીધી છે એવા તીર્થંકર ભગવંતો ચિંતામણિ રત્ન સમાન છે. મત - (જ.) (ચિંતનનો અભાવ, ચિંતવન ન કરવું તે, અચિંતન). ઉત્તરાધ્યયનસૂત્રના બત્રીસમા અધ્યયનમાં પંચમહાવ્રતધારી મુનિઓને ઉદ્દેશીને પરમાત્માએ ફરમાવ્યું છે કે, કોઈક સમયે રૂપવંતી સ્ત્રી નજર સામે આવી જાય તો પણ મુનિ તેનું ચિત્તમાં સ્મરણ ન કરે અથવા અહો! આ કેવી રૂપાળી છે તેવી સંસ્તવના પણ ન કરે. તેનું પરિભાવન અર્થાત્, વારંવાર મનથી ચિંતવન પણ ન કરે. અહો! બ્રહ્મચર્યપાલન માટે કેવી સૂક્ષ્માવગાહી પ્રભુની આણ છે. વંતત્તિ - મરિન્ય (સ્ત્રી.) (અનિર્વચનીય સ્વવીલ્લાસ, અચિજ્યશક્તિ 2. તે નામે ચોથો યમ) જ્યારે આપણે ટી.વી. કે ચેનલો પર બોક્સરોના હેરતભર્યા પ્રયોગો જોતા હોઈએ છીએ ત્યારે મોંમાંથી શબ્દો નીકળતા હોય છે. વાહ! આ કેવો બલિષ્ઠ વ્યક્તિ છે. પરંતુ કેવળીભગવંતે કહ્યું છે કે, આત્માના મૂળભૂત ગુણોમાં અનિર્વચનીય વીર્ષોલ્લાસ અર્થાત અતુલ પરાક્રમનો ગુણ રહેલો જ છે. એ ગુણ આવરાયેલો છે તેથી આપણો આત્મા પોતાની જાતને માયકાંગલી-શક્તિહીન અનુભવે છે. યાદ રાખો ! જ્યારે વર્યાન્તરાયનો ક્ષયોપશમ થાય છે ત્યારે જીવને અતુલ બળ-પરાક્રમ પ્રગટે છે. વિટ્ટ - મg(ત્રિ.) (ચેષ્ટારહિત, જેને ચેષ્ટા નથી તે) ચેષ્ટા, હાવ-ભાવ, હલન-ચલન ઇત્યાદિ જેનામાં હોય તેવા જીવોને જીવવિચારમાં ત્રસ કહ્યા છે. અને જે જીવોમાં પોતાની 130