SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ ભગવંતો તેમાં વિશિષ્ટ વિધિપૂર્વક ગુરુતત્ત્વની પ્રતિષ્ઠા કરે છે અને તેને સાક્ષાત ગુરુ ભગવંત હાજર હોય તેમ દરેક આવશ્યક ક્રિયાઓ વિનયપૂર્વક તેમની નિશ્રામાં કરતા હોય છે. મgબ - મક્ષત્તિ (ત્રિ.) (અક્ષય, ક્ષય વિનાનું) દુઃખના હેતુભૂત મિથ્યાત્વરૂપી બીજ જ્યાં સુધી અખંડ છે ત્યાં સુધી તે આત્માને કમના બંધનથી દુઃખ આપે છે. આથી મોક્ષના અક્ષયસુખને પામવા મિથ્યાત્વને સમ્યગુ જ્ઞાનના પ્રકાશથી ક્ષય પમાડી દેવું જોઈએ. अक्खओदय - अक्षयोदक (त्रि.) (અક્ષયોદક, અખુટ પાણી જેવું છે , નિત્ય પાણીથી ભરેલું) શાસ્ત્રોમાં લવણસમુદ્ર વગેરે સમુદ્રો બતાવેલા છે તેનો ક્યારેય નાશ ન થવાનો હોવાથી તેને અક્ષયોદય કહેવાય છે. મરH - અક્ષરન (જ.) (પાણી કાઢવાનો કોશ, મસક) અવનવાવેતં (રેશ) (મૈથુન ક્રીડા, સંભોગ 2. રાત્રિનો પ્રારંભિક ભાગ, સંધ્યા) મુવલ્લા - મનિષH (ત્રી) (બળદગાડું) અત્યારે યાતાયાતના સાધનો તરીકે સાયકલ, સ્કુટરથી લઈને મોંઘીદાટ ગાડીઓ દેખાય છે તેમ આજથી સો વર્ષ પહેલાના કાળમાં ગમનાગમન માટે ઠેર-ઠેર બળદગાડાઓ, ઊંટગાડીઓ, ઊંટ અને ઘોડાઓનો ઉપયોગ થતો હતો. વાહનવ્યવહારના હાલના સાધનો તથા પ્રાચીન સાધનોમાં સૌથી મોટો તફાવત એ છે કે, પહેલાના સાધનો પોલ્યુશન-મુક્ત હતાં. જ્યારે આજના સાધનોએ તો પયાવરણનો ખાત્મો બોલાવી દીધો છે. પછી વિનાશક કુદરતી પ્રકોપો ન થાય તો શું થાય? અવનવપાય - અક્ષણા (ઉં.) (અક્ષપાદ નામના ન્યાયદર્શનના પ્રણેતા મુનિ, ગૌતમઋષિ 2. અક્ષપાદ ઋષિએ કહેલો ગ્રંથ) ગૌતમઋષિએ પોતાના મતના વિરોધી વ્યાસમુનિનું આંખથી દર્શન ન કરવાની પ્રતિજ્ઞા કરી હતી તેવું જાણ્યા બાદ વ્યાસમુનિએ તેમને પ્રસન્ન કર્યા ત્યારે તેમણે ચરણમાં નેત્ર સ્થાપીને તેઓને જોયા એવી પૌરાણિક કથા છે. ગૌતમ મુનિ પ્રણીત ન્યાયદર્શનમાં જગતના સર્વ ભાવોનો સોળ પદાર્થોમાં સમાવેશ કરાયો છે. વધુપ - અક્ષક (ત્રિ.) (અસમર્થ 2. અભાવ 3. ક્ષમાનો અભાવ 4. ઈષ્ય 4. યુક્તિશૂન્ય, અયોગ્ય 5. અનુચિત) સંખલિપુત્ર ગોશાળાને પૂર્વે પોતાના ભક્ત અને પછીથી ભગવાન મહાવીરના પરમ શ્રાવક એવા મહાશતકે વારંવાર વિનંતી કરવા છતાં ગોશાળાએ ભગવાન મહાવીર સાથે વાદ ન કર્યો કેમકે, તે જાણતો હતો કે, સર્વજ્ઞ ભગવાન મહાવીરની સામે વાદ કરવામાં પોતે અસમર્થ છે. તેથી લોકમાં હાંસીપાત્ર થવાના ભયથી તેણે વાદ ન કર્યો. gય - મક્ષક (ન.) (ઇન્દ્રિયના સંનિકર્ષથી ઉત્પન્ન પ્રત્યક્ષ જ્ઞાન) જેમ રસનેન્દ્રિય વગેરે ઇન્દ્રિયોના માધ્યમથી થતું જ્ઞાન ઇન્દ્રિયપ્રત્યક્ષ જ્ઞાન કહેવાય છે તેમ આત્માના સંનિકર્ષથી થનારા અવધિમન:પર્યવ કે કેવળજ્ઞાનને આત્મપ્રત્યયિક જ્ઞાન કહેવાય છે. *અક્ષત (કું.) (અખંડ ચોખા 2. કોઈપણ ધાન્ય 3. ઘાવરહિત 3, અક્ષય, ક્ષયાભાવ 4, જવ 5. ઉત્કર્ષયુક્ત 6. પરિપૂર્ણ 7. ક્ષણાભાવ) છોતરાં વગરના ચોખાને અક્ષત કહેવામાં આવે છે કારણ કે તેની જનનશક્તિ નષ્ટ થઈ ગઈ હોય છે. ચોખાને જમીનમાં વાવીએ
SR No.033106
Book TitleAbhidhan Rajendra Kosh Part 01 Shabdarth Vivechan - Shabdona Shikhar
Original Sutra AuthorN/A
AuthorRajendrasuri, Vaibhavratnavijay
PublisherRaj Rajendra Prakashan Trust
Publication Year2011
Total Pages700
LanguageGujarati
ClassificationBook_Gujarati & Dictionary
File Size
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy